________________
અધિકાર ]. કષાયત્યાગ
[ ૧૩૫ આવી રીતે અનેક કષ્ટમાંથી ચંદ્રગુપ્તને બચાવી પિતે પણ યુક્તિથી બો. ચાણક્ય નીતિશાસ્ત્રમાં બહુ હોંશિયાર હતે. અને યુક્તિ કેમ કરવી, જાળ કેમ પાથરવી અને ગમે તેવા પ્રતિકૂળ સંયોગોમાં પણ પિતાનું કાર્ય કેવી રીતે સાધવું એ તે બહુ સારું સમજતો હતો. એક પર્વત નામના રાજાને પિતાનો કરી નંદ રાજા ઉપર ફરી વાર છાપો માર્યો, પણ આ વખતે પાટલીપુર ઉપર સીધે ઘેરે ન ઘાલતાં આસપાસનાં ગામોને સર કરવા માંડયાં. નંદ રાજા પડ્યા અને ચંદ્રગુપ્ત સિંહાસનારૂઢ થયે. પર્વત રાજા વિષકન્યાના સંયોગથી મરી ગયા અને તેથી વચ્ચેથી ફાંસ ગઈ. પાટલીપુરના લોકોને કર બહુ આપ પડ્યો, તેથી પ્રજા અસંતોષી બની ગઈ અને ચંદ્રગુપ્તની પાસે ફરિયાદ કરવા આવી. ચાણકયે વિચાર્યું કે લેકે અસંતેષી બનશે તો ઉચાળા ભરી ચાલ્યા જશે, આથી તેણે લેકોને કર રહિત કર્યા. પૈસા પ્રાપ્ત કરવાને એક બીજો ઉપાય ચિંતવતાં તેણે દેવતા પાસેથી અજેય પાસા મેળવ્યા. ગામના આગેવાન શેઠિયાઓને બેલાવી તેઓ સાથે વ્રત રમવા માંડયું અને તેમાં પોતે મોટી બીટ મૂકે અને તે તે પ્રમાણમાં બહુ ઓછી વસ્તુ લે. એવી હેડ કરતાં પણ સર્વ લે કે તેની સાથે રમતાં હારી જતા, પણ ચાણક્ય. કેઈ દિવસ હારે નહિ. આથી ચોથા શ્લોકમાં કહ્યું છે કે “સિદ્ધની પાસેથી મેળવેલ ઘૂત રમવાના પાસાના ઉપગથી અનેક લોકોને જીતીને ચાણકયે રમતમાત્રમાં રાજાને ભંડાર સુવર્ણથી ભરી દીધા. કદાચ દેવકૃપાથી ગામના શેઠિયા લોકે તે મંત્રીને જીતી લે પણ જે કમનસીબ પ્રાણી મનુષ્યભવ હારી જાય છે તે ફરી વાર તેને પ્રાપ્ત કરી શકતું નથી.” (૪)
ધન્નો--વસંતપુર નગરમાં બન્ને નામે એક શેઠ રહેતો હતો. તેને પાંચ પુત્ર હતા. આ ધન્ના શેઠ રત્નની પરીક્ષામાં બહુ કાબેલ હોવાની તેને રત્નપરીક્ષકના નામથી સર્વ ઓળખતા હતા. શેઠની એક એવી પ્રકૃતિ પડી હતી કે બહુ મૂલ્યવાળાં જે જે રત્નો આવે તે ખરીદી સંગ્રહી રાખે પણ વેચે નહિ. પુત્રે પણ વારંવાર કહે કે બમણું તમણાં દામ આવે છે, છતાં શા માટે વેચતા નથી? આ પ્રમાણે વારંવાર થયા કરે તે પણ શેઠ તે વેચવાની વાત જ કરે નહિ. એક વખત શેઠ પરદેશ ગયા અને કેટલાક દિવસ પછી પાછા આવ્યા, ત્યારે માલુમ પડ્યું કે પિતાના પુત્રએ સર્વ રને પરદેશી માણસને વેચી નાખ્યાં છે. શેઠે તે આ સમાચાર સાંભળી સર્વ પુત્રને ઘરબહાર કાઢી મૂક્યા અને સર્વ રને લઈને જ ઘરે પાછા આવવાનું કહ્યું. પુત્રો તે બાપડા પરદેશ નીકળ્યા, પણ એ જ સર્વ રને પાછાં કેવી રીતે મેળવી શકે? તેથી પાંચમા શ્લોકમાં કહે છે કે “શેઠના છોકરાઓએ પરદેશથી આવેલા વ્યાપારીઓને રત્નો વેચી દીધાં અને વળી પશ્ચાત્તાપ કરીને તે જ પાછાં મેળવવાનો પ્રયાસ કરવા લાગ્યા. કેઈ દેવની સહાયથી કદાચ તે જ સર્વ રને વણિકપુત્ર પાછાં મેળવે, પણ જે કમનસીબ પ્રાણી મનુષ્યભવ હારી જાય છે તે ફરી વાર તેને પ્રાપ્ત કરી શકતા નથી.” (૫).
સ્વપ્ન—ઉજજયિણી નગરીમાં એક મૂળદેવ નામને ચતુર રાજપુત્ર હતું. તે દેવદત્તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org