________________
અધિકાર ] કષાયત્યાગ
[ ૧૨૭ કષાયથી થતી હાનિની પરંપરા शत्रू भवन्ति सुहृदः कलुषीभवन्ति, धर्मा यशांसि निचितायशसीभवन्ति । स्निह्यन्ति नैव पितरोऽपि च बान्धवाश्च,लोकद्वयेऽपि विपदो भविनां कषायैः॥१६॥(वसंततिलका)
“કપાયથી મિત્ર શત્રુ થાય છે, ધર્મ મલિન થાય છે, યશ સજજડ અપયશમાં બદલાઈ જાય છે, મા-બાપ અને ભાઈઓ કે નેહીઓ પણ પ્રેમ રાખતાં નથી અને આ લેક તથા પરલોકમાં પ્રાણીને વિપત્તિઓ પ્રાપ્ત થાય છે.” (૧૬)
વિવેચન–કષાયથી બહુ હાનિ થાય છે. તેમાંથી અત્ર ડી બતાવે છે –
૧. કષાયથી મિત્ર હોય તે શત્રુ થઈ જાય છે. આ હકીકત બહુ સ્પષ્ટ છે. એક માણસને ક્રોધ કરવાની ટેવ હોય તે તેના મિત્રે તેની પાસે રહેતા નથી, અભિમાની મિત્રને કદી પણ કડવાશ થયા વગર રહેતી નથી, કપટી મિત્રને તો મિત્ર કહેવાય જ નહિ; કારણ, એક વખત તેનું કપટ પ્રગટ થયું, તેની અંદરખાનેથી કામ કરવાની બગવૃત્તિ સમજાણી, એટલે મિત્રો તેને સહજ રીતે તજી જાય છે અને પોતે પાઈને ઘસારે ન ખાનાર, સામાનું ખાઈ જનાર લોભી મિત્રની મિત્રતા ટકતી નથી, આવા કષાય કરનારાઓને કેઈની સાથે મિત્રતા ટકતી નથી, એટલું જ નહિ, પણ મિત્રો હોય છે તે પણ તેની સામે શત્રુ થઈ જાય છે. કેઈ વખત તેનાં આચરણે બીજા પાસે પ્રગટ કરીને શત્રુ તરીકે કામ બજાવે છે, કેઈ વાર તેની પ્રીતિની કિંમત મનમાં સમજી વખત શોધી તેનું પરિણામ બતાવી આપે છે અને કઈ વાર જાહેરમાં માનભંગ થતાં તેને ઉઘાડે પાડી આપે છે. કષાય કરનાર રાજાઓનાં રાજ્ય પણ તેની પ્રજાઓ અથવા બાજુના રાજાઓ પચાવી પાડે છે અને તેને શત્રુ ગણે છે એ ઈતિહાસને પ્રસિદ્ધ વિષય છે. સીઝર, ને પોલીઅન, પિપી, બીજે ચાર્લ્સ, ઔરંગઝેબ, બાલાજી અને કરણઘેલાની પડતીનું કારણ કષા જ હતા. આખી પ્રજા પણ કષાયથી રાજધમ વીસરી જઈ રાજ્ય તરફ પરામુખ થઈ જાય છે એ વિચારવા ગ્ય વિષય છે.
૨. કષાયથી ધર્મ મલિન થાય છે. આગળના લોકમાં આપણે જોયું કે કષાયથી ધર્મને નાશ થાય છે. અહીં બતાવે છે કે તે મલિન થાય છે. ધર્મ મલિન થાય છે એટલે એમ સમજવાનું કે સુકૃત–પુણ્યધન એકઠું કર્યું હોય તેને બદલે પાપ વધારે એકઠું થઈ જાય છે અને પુણ્યને બટ્ટો લાગે છે. આ સંબંધમાં ઉપરના શ્લેકમાં વિવેચન થઈ ગયું છે તેથી અત્ર વિશેષ સ્પષ્ટીકરણ કરવાની જરૂર રહેતી નથી.
૩. યશને અપયશ થઈ જાય છે. જમાવેલી આબરૂ હોય તે ગેરઆબરૂમાં ફેરવાઈ જાય છે. ક્રોધી માણસની સાથે સંબંધ લાંબે વખત ટકી શકતો નથી અને મિત્રો હોય તે જ તેની નિંદા કરનારા થઈ જાય છે. અહંકારી-અભિમાની માણસ એટલે બધે તે અકકડ થઈને ચાલે છે કે તેના સંબંધમાં આવનાર માણસ તેનું વલણ એક વાર જોયા
* च स्थाने न इति वा पाठः।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org