________________
[ ૧૩૧
અધિકાર ]
કષાયત્યાગ
કષાયોના સહચારી વિષયોને ત્યાગ समीक्ष्य तिर्यङनरकादिवेदनाः, श्रुतेक्षणैधर्मदुरापतां तथा । મોક્ષે ક્રિષદૈઃ સૌતતત્તવાતમ! વિચૈવ ચેતના છે ૨૧. (વંરાથ)
શાસ્ત્રરૂપ આંખોથી તિર્યંચ, નરક વગેરેની વેદનાને જાણી, તેમ જ ધર્મ મળવાની મુશ્કેલી પણ જાણ, તેમ છતાં પણ કુતૂહળવાળા વિષયમાં તું આનંદ માનશે તે હે ચેતન ! તારું ચેતનપણું તદ્દન નકામું છે.” (૧૯).
વિવેચન—વિષય અને પ્રમાદને પરસ્પર સાધમ્ય છે અને વિષય તથા કષાય સહચારી છે, તેથી કષાયદ્વારમાં વિષયને ઉપદેશ કરે છે. દેવતાને યવન સમયે અનંત દુઃખ છે મનુષ્યભવમાં પ્રવૃત્તિ, વિયેગ, વ્યાધિ, જરા, મૃત્યુ વગેરે દુઃખ છે, તિર્યંચને પરસ્વાધીન વૃત્તિનું દુઃખ છે અને નરક તે દુખમય જ છે. એ સર્વ હકીક્ત તે શાસ્ત્રમાં વાંચી છે, એટલે શાસ્ત્રરૂપ જ્ઞાનચક્ષુથી તે જોઈ છે. વળી, તું સારી રીતે સમજે છે કે, અનંત કષ્ટથી પંચેંદ્રિયપણું મળે છે અને ધર્મ તે બહુ મુશ્કેલીમાં મળે છે. આટલું આટલું નજરે જોયા છતાં પણ તારી વૃત્તિ ફરે જ નહિ, તને જરા પણ નિર્વેદ થાય નહિ, તે જાણ કે તારું ભણ્ય-ગણ્યું ધૂળ છે, વાગાડંબર છે, દેખાવમાત્ર છે, નિષ્ફળ છે, વંધ્ય છે.
ધર્મ કેટલી મુશ્કેલીમાં મળે છે તે પ્રસિદ્ધ છે. દશ દષ્ટાંતથી મનુષ્યભવની દુર્લભતા જણાઈ આવે છે. આ દશ દષ્ટાંતાના સંબંધમાં ટીકાકારે દશ શ્લેક આપ્યા છે તે મુખપાઠ કરી હૃદય પર આલેખવા જેવા અને સરળ અર્થવાળા છે તેથી અત્રે ઉતારી લીધા છે:
विप्रः प्रार्थितवान् प्रसन्नमनसः श्रीब्रह्मदत्तात् पुरा, क्षेत्रेऽस्मिन् भरतेऽखिले प्रतिगृहं मे भोजनं दापय । इत्थं लब्धधरोऽथ तेष्वपि कदाप्यनात्यहो द्विः स चेद् , भ्रष्टो मत्यभवात्तथाप्यसुकृती भूयस्तमाप्नोति न ॥१॥ स्तम्भानां हि सहस्रमष्टसहितं प्रत्येकमष्टोत्तरं, कोणानां शतमेषु तानपि जयन् धूतेऽथ तत्सङ्ख्यया । साम्राज्यं जनकात्सुतः स लभते स्याच्चे दिदं दुर्घट, भ्रष्टो मयंभवात्तथाप्यसुकृती भूयस्तमाप्नोति न ॥२॥ वृद्धा कापि पुरा समस्तभरतक्षेत्रस्य धान्यावलिं,
पिण्डीकृत्य च तत्र सर्षपकणान् क्षिप्त्वाढकेनोन्मितान् । * सुकौतुकः इति पाठोऽपि क्वचिद् दृश्यते ।
* મનમાં જ્યારે કોઈ વિષય બરાબર પ્રકટ થયો હોય ત્યારે તેનું જ્ઞાનચક્ષુ સમીપ સ્પષ્ટ દર્શન થાય છે. ને જોયેલી વસ્તુઓનું વર્ણન સાંભળી તેને ઉલેખ આપણે ઘણીવાર કરીએ છીએ. એટલા માટે અત્ર જોઈ છે એમ કહ્યું. એને ભાવાર્થ એમ છે કે તે તે અનુભવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org