________________
૧૨૬] અધ્યાત્મકલ્પમ
[સપ્તમ અને ઘણુંખરું તો તે વખતે તેઓને એ અધઃપાત થાય છે કે તેમને પાછો ગુણસ્થાને ચઢવાને દાદર મળ પણ દૂર જાય છે. જેમ કોઈ પ્રાણ આખો દિવસ અને રાત્રિ મહેનત કરી સુવર્ણ પ્રાપ્ત કરે અને પછી તેની સંભાળ ન રાખવાથી પ્રાપ્ત કરેલ સુવર્ણરજ ફેંકના એક સપાટામાં ઊડાડી દે, તેવી રીતે મહાકષ્ટથી મેળવેલ ધર્મરૂપ સુવણુ કષાયરૂપ પવનને સપાટે આવતાં, એકદમ નાશ પામી જાય છે. કષાય એટલે સંસારને વધારનાર, ધમને શત્રુ કષાય તેને શરણુવેરણ કરી દેનાર કષાય અને જેનાથી ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા મુમુક્ષુઓને ચેતવવાની જરૂર તે કષાય. વિશેષ માટે જુઓ ૧૮મે શ્લોક.
ધર્મ મળ કેટલો મુકેલ છે તે વારંવાર બતાવવાની જરૂર રહેતી નથી. એકેદ્રિય, વિકલૈંદ્રિયમાં તો તેની પ્રાપ્તિ લગભગ અશકય છે અને વિકાસકમમાં આગળ ચાલે ત્યારે, ખાસ કરીને મનુષ્યજન્મમાં, તેની પ્રાપ્તિને સંભવ રહે છે. એ મનુષ્ય જન્મ પામ મહા મુશ્કેલ છે તે આપણે આ જ અધિકારના ઓગણીસમા શ્લોકમાં સવિસ્તર જોઈશું એવી મુશ્કેલીથી પ્રાપ્ત થયેલ મનુષ્યભવ પણ પગલિક ઈચ્છાઓ તૃપ્ત કરવામાં, નકામી ખટપટ કરવામાં, ઉદરપૂરણની ચિંતામાં અને કામગની તૃપ્તિમાં ચાલ્યા જાય છે અને પાપને સંચય થવાથી તેને અને પ્રાણી વળી પાછો નીચે ઊતરી જાય છે અને ફરી મનુષ્યભવ પ્રાપ્ત કરવાની સ્થિતિને પોતાના વતનથી જ દૂર કરી દે છે. મનુષ્યભવમાં પણ શરીરનું સ્વાચ્ય, જ્ઞાન પ્રાપ્ત કરી ગ્રહણ કરવા યોગ્ય માનસિક બળ, તેને બતાવનાર શુદ્ધ ગુરુની જોગવાઈ અને તેને અનુસરવાની પ્રબળ ઈચ્છા પ્રાપ્ત થવી મુશ્કેલ થઈ પડે છે. એવી અનેક મુશ્કેલીમાંથી પસાર થયા પછી કદાચ ધર્મરત્નની પ્રાપ્તિ થઈ જાય છે ત્યારે પણ આ જીવ તેને લાભ લેવાને બદલે કાં તે નજીવી બાબતમાં કોલ કરી નાખે છે; કેઈન ઉપર વર કરે છે; ધર્મને નામે ખોટા ઝઘડા કરે છે, કાં તે પોતે ડું ખરચી કર્ણ જે દાતાર કહેવરાવવામાં આનંદ માને છે, પિતાના ઉત્તમ જ્ઞાનનું અભિમાન કરે છે; પિતાના જે અગાઉ કઈ થયું નથી, આ કાળમાં તે કઈ છે જ નહિ, એમ માને છે, મનાવે છે અને પોતાની વિરુદ્ધ વિચાર ધરાવનારને હાસ્યાસ્પદ કેમ કરવા એના સીધા અને આડકતરી માર્ગ શોધે છે; કાં તે પિતાનામાં કાંઈ ગુણ નથી એમ ઉપર ઉપરથી બતાવી માન શોધે છે, અતિ અધમ આચરણ કરતાં છતાં ઉપરથી મહા-સદ્દગુણ હોવાને આડંબર કરે છે; ધર્મને નામે લોકોને છેતરે છે; પિતાની ધાર્મિક વૃત્તિના દેખાવને ગેરલાભ લે છે અને કાં તે ધર્મમાગે એક દોકડે પણ ખરચત નથી; માન ખાતર લાખ ખરચે છે, પણ ખરી સખાવત ગુપ્ત કરતું નથી; એકવાર ખરચવા ધારેલ પૈસાનું દશ વખત જુદી જુદી રીતે જુદા જુદા આકારમાં માન લે છે અને તેમ કરીને ધર્મધનને ખોઈ બેસે છે, એક ફૂંક મારીને ધર્મ-સુવર્ણરજને ઉડાડી મૂકે છે અને પછી એક ખાડામાંથી બીજામાં અને બીજામાંથી ત્રીજામાં પિતાની વસ્તુસ્વરૂપની અજ્ઞતાને લીધે પડ્યા કરે છે. તેને ચેતવણી આપનાર આ લેક બહુ વિચારવા લાયક છે. (૧૫; ૮૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org