________________
૧૨૪] અધ્યાત્મકલ્પમ
[ સપ્તમ જાતિ, ઉત્તમ દેહ, દેવ-ગુરુની જોગવાઈ અને શ્રદ્ધા તથા સમજણ મળતાં નથી. આ સર્વ યોગ પ્રાપ્ત થાય ત્યારે પણ નીચે જણાવેલા કાઠિયા ધર્મકાર્યમાં માર્ગ આપતા નથી. અને કદાચ મોહરાજાનું બંધન તેડી ગુરુ સમીપે જાય છે ત્યાં અહંકાર અથવા મગરૂબી કરી ધર્મધન હારી જાય છે. આવા પ્રસંગે જ્યારે અહંકાર કે મત્સર રાખે છે ત્યારે તેને અધઃ પાત થાય છે અને પાછો ચઢવાનો વારો આવતે નથી, માટે એ પ્રસંગે તું બરાબર ચેતીને ચાલજે. તું ગમે તે ધનવાન, ગુણવાન, પુત્રવાન હો, પણ તારા કરતાં દુનિયામાં વધારે મોટા, તારાથી સવાય ઘણું પડયા છે. વળી, તું ધન, પુત્ર કે સંપત્તિથી ઓછા હે તે તે જેની પાસે હોય તેની ઈર્ષ્યા કરીશ નહિ, કારણ કે એ સર્વ કર્મજન્ય છે. આ તે બધે મેળે મળે છે અને થોડા વખતમાં પાછા બધા ચાલ્યા જશે. જે આવી વૃત્તિ નહિ રાખે તે પરિણામ સારું આવશે નહિ.
ગુરુ પાસે ન જાય તે આળસ ઘરકામમાં પડ્યો રહે તે મહ; તેઓ મને ઓળખશે કે નહિ તેવી અવજ્ઞાનો ભય; અભિમાનથી ન જાય તે સ્તંભ; સાધુદર્શનથી ઊલટે પિતે કેપ કરે તે ક્રોધ; મદ્યપાનાદિના વ્યસનથી ન જાય તે પ્રમાદ, જશું તે ટીપ ભરવી પડશે કે કાંઈ આપવું પડશે એમ ધારી ન જાય તે કૃપણુતા; નરક આદિનાં દુઃખનું વર્ણન સાંભળવું પડે તે ભય; ઈષ્ટવિયોગથી ન જાય તે શક; મિથ્યા શાસ્ત્રમાં મોહ પામે તે અજ્ઞાન; બહુ કામમાં હેવાથી ફુરસદ ન મળે તેથી ન જાય તે બહુકતા રમત જેવા ઊભે રહે, તેથી અટકી જાય તે કુતૂહળ; બાળક સાથે રમવામાં પડી જાય તે રમણત્વ–આવી રીતે તેર કાઠિયાનું વર્ણન ટીકાકાર આપે છે. * વધારે જાણવાની ઈરછા હોય તેમણે “શ્રી જૈન ધર્મ પ્રકાશ”માં (પુ. ૧૪, પૃ. ૨૧) તેર કાઠિયાની કથા લખાયેલી છે તે જેવી અને તે જ કથાઓ ચરિતાવળી ભાગ બીજામાં છપાણી છે તે વાંચવી. આ તેર કાઠિયાએ માર્ગ આપ્યા પછી પણ ગયા ન ગયા જેવું થાય, તો તે બહુ જ ખોટું; માટે ધર્મ કરી તેને અહંકાર કે બીજાની ઈર્ષ્યા કરીને તેને હારી જ નહિ એ શિખામણ છે. (૧૩; ૮૩)
વિશેષ કરીને ઈર્ષ્યા ન કરવી पुराऽपि पापैः पतितोऽसि संसृतौ, दधासि किं रे! गुणिमत्सरं पुनः १ । न वेत्सि किं घोरजले निपात्यसे, नियन्त्र्यसे शृङ्खलया च सर्वतः ? ॥१४॥ (वंशस्थ)
“અરે! પહેલાં પણ તું પાપથી સંસારમાં પડ્યા છે, ત્યારે વળી ફરીથી પણ ગુણવાન ઉપર ઈર્ષ્યા કરે છે? આ પાપથી તું ઊંડા પાણીમાં ઊતરે છે અને તારે આખે શરીરે સાંકળે બંધાય છે તે શું જાણતો નથી ?” (૧૪)
વિવેચન–સંસારમાં રખડાવનાર પાપકર્મો જ છે, બીજું કાંઈપણ કારણ નથી. આ * પ્રકાર તરે પણ તેર કાઠિયા કહેલા છે; તેમાં કેટલાકનાં નામ અને હેતુ જુદા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org