________________
અધિકાર] કષાયત્યાગ
[ ૧ર૩ શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. ત્યાર પછીના ઈતિહાસમાં પણ સીઝર, નેપોલિયન અને અલેકઝાંડરની તેવી જ દશા થઈ છે અને હિંદુસ્તાનમાં અલાઉદ્દીનથી માંડીને કેટલાક મુસલમાન રાજાઓને લેભના પ્રમાણમાં ઘણું ખમવું પડ્યું છે, આની સાથે હવે નીચેનાં દષ્ટાંતે સરખાવીએ.
લોભને દુશ્મન સંતોષ છે. સંતેષ થતાં જ મન ઉપરથી જે બેજો ઊતરી જાય છે, જે આનંદ થાય છે અને જે સુગમતા થઈ જાય છે તેનું વર્ણન લખી શકાય તેમ નથી. એક માણસને રોટલા-શાકથી સંતોષ હોય અને બીજાને ઘેબર-ઘારી પ્રાપ્ત થવા છતાં પણ તેના મનમાં દૂધપાક-પૂરી મેળવવાની ઈચ્છા હોય; અથવા એકને ઝાડની છાલથી અથવા ખાદીનાં કપડાંથી સંતોષ હોય, જ્યારે બીજાને રેશમી કપડાં મળતાં હોય પણ ઈછા કસબી કપડાંની હોય, તે બેમાં સુખી કેશુ? દુનિયાના સમજુ વર્ગમાંથી કઈ પણ બે મત વગર કહી શકશે કે “સંતોષીને ઝાઝું સુખ નીતિકારો કહી ગયા છે કે “મન સંતોષ પામે પછી ગરીબ કેણું અને ધનવાન કેણુ?” સંતેષનું સુખ અતુલ્ય છે. કેનેરીઝ કેલ્ક અથવા ગિરનારની ઊંડી ગુફામાં વાસ કરી ચિદાનંદજી મહારાજની પેઠે સંસાર પર ઉદાસીન રહી, આત્મભાવના ભાવનાર, આગંતુક મળી આવે તે પર નિર્વાહ કરનાર, ધ્યાનમગ્ન મહાયોગી આગળ રશિયાના ઝાર કે ઈગ્લાંડના શહેનશાહનું સુખ કાંઈ બિસાતમાં નથી.
વર્તમાન સમયે જૈન કેમમાં પ્રથમ કાળની અપેક્ષાએ આ દોષ વધારે દેખાય છે, તેથી તે પર ખાસ ધ્યાન ખેંચવાની જરૂર છે. બીજા કષાય જ્યારે નવમાં ગુણસ્થાનના અંત સુધીમાં નાશ પામી જાય છે, ત્યારે લોભ દશમા સુધી રહે છે, જે બતાવે છે કે લેભની સ્થિતિ વધારે છે. આ મનેવિકાર પર જય મેળવવા પૂરેપૂરો પુરુષાર્થ કરે અને તેને ઓળખી પણ લે. (૧૨; ૮૨)
મદમસરનિગ્રહ ઉપદેશ करोषि यत्प्रेत्यहिताय किञ्चित् , कदाचिदल्पं सुकृतं कथञ्चित् ।। मा जीहरस्तन्मदमत्सराद्यैर्विना च तन्मा नरकातिथि ः ॥ १३ ॥ ( उपजाति)
“કઈ વખત મહામુશ્કેલીઓ આવતા ભવ માટે જરા કાંઈ સારું કામ (સુકૃત્ય) કરવાનું તારે બની આવે તો પછી વળી તેને મદ, મત્સર કરીને હારી જઈશ મા, અને સુકૃત્ય વગર તું નરકને પણ થઈશ મા.” (૧૩)
વિવેચન-કઈ વખત તેર કાઠિયા માર્ગ આપે ત્યારે ગુરુમહારાજને વેગ થાય છે અને તેથી અનેક કર્મોને ક્ષય થાય ત્યારે દાન, શીલાદિક ધર્મકાર્ય કરવાની ઈચ્છા થાય છે. મૂળ તે મનુષ્યપણું જ મળવું દુર્લભ છે અને તે મળે તે પણ શ્રાવક કુળ, ઉત્તમ
* મનસિ જ રિતુ છોડર્થકાન રિઝ:?–ભર્તુહરિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org