________________
૧૨૨] અધ્યાત્મકલ્પમ
[સપ્તમ એ ચૌદ પ્રકારે છે. આ પરિગ્રહથી અનંત દુઃખ થાય છે તે સ્પષ્ટ છે, માટે સુખ માટે લોભ હેય તે જ્ઞાન વગેરે ત્રણ રત્ન મેળવવા માટે લોભ રાખ આ પ્રશસ્ત લેભ છે.
લોભનું સ્વરૂપ સમજવાની બહુ જરૂર છે. લોભ એ એટલે માટે વિશાળ દરિયે છે કે તેના વમળમાં એક વખત પડ્યા પછી તેને પાર પામ મુશ્કેલ છે; કાસ્યું કે દરિયાની દષ્ટિમર્યાદા વધતી જાય છે અને જેમ ધનમમત્વમોચન અધિકારમાં કહ્યું તેમ, સેવાળાને હજારનો અને તે મળ્યા પછી ઉત્તરોત્તર લાખ, કરોડ, અબજ, રાજ્ય, સ્વર્ગ અને ઈદ્રપદવીને લેભ થતું જાય છે. લોભી પ્રાણને કોઈ દિવસ સુખ નથી અને લેભથી બહુ નુકસાન થાય છે. લોભથી મન આખો દિવસ ડેળાયા કરે છે અને લોભથી દુર્ઘટ રસ્ત સંચાર કરવામાં આવે છે. લોભી પ્રાણી શું શું કરે છે તે ભતૃહરિ પોતાના વૈરાગ્ય શતકના ૩-૪-૫-૬-૭ લોકમાં બતાવે છે. સિંદુરપ્રકરમાં કહ્યું છે કે –
यद्दर्गामटवीमटन्ति विकटं कामन्ति देशान्तरं, गाहन्ते गहनं समुद्रमतनुक्लेशां कृर्षि कुर्वते । सेवन्ते कृपणं पतिं गजघटासङ्घट्टदुःसञ्चरं,
सर्पन्ति प्रधनं धनान्धितधियस्तल्लोभविस्फूर्जितम् ॥ ધનથી અંધ થયેલી બુદ્ધિવાળા પુરુષે ભયંકર અટવીમાં રખડે છે, વિસ્તીર્ણ દેશાંતરમાં ભ્રમણ કરે છે, ગહન સમુદ્રમાં અવગાહન કરે છે, બહુ કષ્ટસાધ્ય ખેતી કરે છે, કૃપણ શેઠની નોકરી કરે છે, હાથીની ઘટાને લીધે જેમાં સંચાર કરવો પણ મુકેલ છે એવી લડાઈઓમાં સંચરે છે. આ સર્વ લેભની ચેષ્ટા જાણવી.”
લોભથી પ્રાણુ અનેક ચાળા કરે છે, પુરુષ હાઈ સ્ત્રીનો વેશ લે છે, ભીખ માગે છે, અને કોઈ પણ અકાર્ય, અપ્રામાણિકપણું કે વિશ્વાસભંગ કરવામાં આંચકો ખાતે નથી. અતિશય લોભી પ્રાણી ગમે તેવું અકાર્ય પણ કરે છે. લેભીને મન સગપણ કે સ્નેહ હિસાબમાં નથી. શ્રી ઉમાસ્વાતિ વાચક મહારાજ પ્રશમરતિમાં કહે છે કે જીનકિનારા સ્ત્રોમાત - લોભથી સર્વ ગુણેને નાશ થાય છે– એ ખરેખર અનુભવીનું વચન છે. ક્રોધ, માન, માયાથી મુખ્યતાએ જ્યારે એક એક ગુણને નાશ થાય છે, ત્યારે લેભથી સર્વ ગુણેને નાશ થાય છે, તેનું કારણ એ જ છે કે લોભને છેડે આવતું નથી.
લોભથી અનેક પ્રાણીઓ દુઃખી થયાં છે અને તેનાં દષ્ટાંતે શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. છ ખંડનું રાજ્ય મળ્યા છતાં પણ લેભનો છેડે ન આવ્યો ત્યારે સુભૂમ બીજું અધિક લેવા ચાલ્યા. પરિણામે પૂર્વ-પુણ્યથી પ્રાપ્ત થયેલા છ ખંડ અને પ્રાણ પણ ખેયા અને સાતમી નરક પ્રાપ્ત થઈ. સીતાને થયેલા સેનાના અશક્ય હરિણના લેભથી તેના પતિ રામને હાનિ થઈ અને તેનું પિતાનું હરણ થયું. મમ્મણ શેઠને અતુલ લક્ષમી છતાં તેલ ને ચાળા ખાવાં પડ્યાં. ધનના લાભથી ધવળ શેઠે શ્રીપાળની સજજનતા પારખી નહિ અને છેવટે પિતાને હાથે મરણ પામી સાતમી નરકે ગયે. આવાં આવાં અનેક દૃષ્ટાંતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org