________________
૧૧૬ ] અધ્યાત્મકપદ્યુમ
[સપ્તમ મારાથી નાનાભાઈ ને વંદન કેમ કરું?–એવા અહંકારથી બાહુબલિએ એક વરસ સુધી તપ કર્યું અને તે દરમ્યાન વિચાર કર્યો કે તપથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી ભાઈઓ પાસે જઉ તે વંદન કરવું પડે નહિ. પણ સપ્ત તપસ્યા છતાં સાથે માન હોવાથી ઈષ્ટ ફળની પ્રાપ્તિ થઈ નહિ. તેમની ઈચ્છા હોત તે દેવ-વૈભવ મળત, પણ તે તો જોઈતા નહોતા. “વીરા મારા ગજથકી ઊતરો, ગજ ચઢળ્યા કેવળ ન હોવે રે” એવા પ્રતિબંધને અવસર થયેલો જાણીને મેકલેલી બહેનને મધુર રવ સાંભળી સુજ્ઞ વીર ચેત્યે, ચમક્ય અને ગજને ઓળખી ગયે. તે ગજને તળે કે તે જ ક્ષણે ઈષ્ટ ફળ પ્રાપ્ત થયું, ત્યારે એક વરસ પર્યન્ત તે ફળ પ્રાપ્ત થયું નહિ. આ વૃત્તિ પ્રાપ્ત કરવાની બહુ જરૂર છે. ગજ પર ચઢવાની વૃત્તિ બહુધા દેખાય છે. જમાનાની પ્રવૃત્તિ માનને અનુકૂળ છે અને સંસારમાં પરિભ્રમણ કરાવનારા આ મહાન દુર્ગણને self-respect, individuality વગેરે ઉપનામ આપી સદ્દગુણમાં બદલાવી નાખે છે. વિવેકવાન પ્રાણુએ આનાથી ચેતવાની જરૂર છે. માનથી પારકા મહાન ગુણો પારખી શકાતા નથી, કદાચ દષ્ટિ તળે આવે છે તે પણ તેની હોય તે કરતાં ઘણી ઓછી કિંમત અંકાય છે, કેટલીક વાર બિલકુલ અંકાતી પણ નથી, અને વિનયધર્મ કે જેને પૂર્વધરે વિપક ધમરણ મૂઢ જૈનધર્મનું મૂળ વિનય છે, એમ કહી ગયા છે તે પર પાણી ફરી વળે છે; પોતાપણું સ્થાપવાની, ન હોય તેવા સદગુણે ધરાવવાને દેખાવ કરવાની અને વિવેક-વિચાર-કર્તવ્યશૂન્ય થઈ જવાની ટેવ પડી જાય છે અને તેથી પરિણમે શૂન્ય આવે છે.
આ શ્લેકમાં કેટલીક હકીક્ત ખાસ વિચારવા જેવી છે. પ્રથમ, તપપ્રવૃત્તિની સરળતા અને માનમુકિતની વિષમતા બતાવી છે તે જનસ્વભાવને લઈને છે. મીઠા દુર્ગણે હમેશાં તજવા વધારે મુશ્કેલ પડે છે, કારણ કે તે સેવતી વખતે એક પ્રકારની પૌગલિક લહેજત આવે છે. બાકી, વસ્તુતઃ જઈએ તે, માનમુકિત એ ખાસ વિષમ માર્ગ નથી, જીવનની અસ્થિરતા, માન આપનાર-લેનારની સ્થિતિ, પૌગલિક આત્મિક વસ્તુઓને સંબંધ અને તે ટકી રહેવાને કાળ-એ બાબતને વિચાર કરવામાં આવે તે માન તુરત ખસી જાય તેમ છે. માત્ર વાત એટલી જ છે કે આ જીવ કદી પણ વિચાર કરતા નથી. બીજું, આ જમાનામાં સ્વમાન વગેરેને નામે, ઉપર જણાવ્યું તેમ, કેટલાક દુર્ગણે ઘૂસી ગયા છે એ પણ વિચારવા લાયક હકીકત છે. અમુક હકીકતને તેના બંધાયેલા સ્વરૂપમાં લઈને વિચારવામાં આવે તે કેટલીક વાર ભૂલભરેલાં પરિણામે તરફ ઘસડાઈ જવાય છે, પણ જે પૃથક્કરણ કરીને તેના અવયવો તપાસવામાં આવે તે ગુણદોષપરીક્ષા થાય છે. તેવી જ રીતે સ્વમાન, વ્યક્તિ સ્વાતંત્ર્ય એ સર્વને વિચારવાં, તેમાં આંતર પ્રવાહ શું છે તે તારવી કાઢો, તેને અને આત્મિક દશાને શું સંબંધ છે એ વિચારવું અને પછી તેમાં જે શેષ જેવું પદગલિક કાંઈ પણ ન લાગે તે પછી બેશક તેને આદરવા અને જો તેમાં કષાયનું
૧. સ્વમાન-સ્વત્વ. ૨. સ્વવ્યક્તિત્વસ્થાપન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org