________________
અધિકાર 1
બાયત્યાગ
[ ૧૧૭
સ્વરૂપ-અંશ જણાય તેા પછી તેને માટે વિચાર કરવા. આ દૃષ્ટિથી ખરાખર તત્ત્વગવેષણા કરી, સ્વમાન, વ્યક્તિ-સ્વાતંત્ર્ય વગેરે આ કાળના મનાતા સગુણાને વિચારવામાં આવશે ત્યારે તેના સખધમાં બેમાંથી એક નિણ્ય આવશે એ શકા વગરની વાત લાગે છે, (૭૬૭૭)
માનત્યાગ-અપમાનસહેન
सम्यग्विचार्येति विहाय मानं, रक्षन् दुरापाणि तपांसि यत्नात् । मुदा मनीषी सहतेऽभिभूतीः शूरः क्षमायामपि नीचजाताः ॥ ८ ॥ ( उपजाति )
“ આ પ્રમાણે સારી રીતે વિચાર કરી માનના ત્યાગ કરીને અને દુ:ખે મળી શકે તેવાં તપાનુ યત્નથી રક્ષણ કરીને ક્ષમા કરવામાં શૂરવીર એવા વિચારવાન પુરુષ, નીચ પુરુષોએ કરેલાં અપમાના પણુ, ખુશીથી સહન કરે છે.” (૮)
વિવેચન—અત્ર કષાયત્યાગની પરાકાષ્ઠા બતાવી, તપસ્યા કરવી અને સાથે માનત્યાગ કરવા એ અગાઉ મતાવ્યું છે. અત્રે કહે છે કે નીચ પુરુષા તરફથી અપમાન થાય તે પણુ ક્ષમા ધારણ કરનારા શૂરવીર પ્રાણી સહન કરે છે. આ સ્થિતિ પ્રાપ્ત કરવાની જરૂર છે. તારા કાઈ દુશ્મન નથી, કરેલાં કમ પર વિચાર કરી જ્યારે જીવ પાતાના આત્માને ઢાષ જોતાં શીખે, અને તેમ કરીને ક્ષમા રાખે, ત્યારે તેની ઉચ્ચ વૃત્તિ થઈ એમ સમજવું. માનત્યાગ, ક્ષમાધારણ અને અપમાનસહન એ ત્રણ બાબત પર અત્ર ઉપદેશ આપ્યા છે, માનનો ત્યાગ કરવા ઉપરાંત અપમાન સહન કરવાના અત્ર ઉપદેશ કર્યો તે બહુ ધ્યાનમાં લેવા યાગ્ય છે. અપમાન એ શી વસ્તુ છે અને અપમાન કરનાર કાણુ છે અને શા માટે કરે છે એ પ્રથમ વિચારવું. પ્રથમ તા એમ ચાક્કસ લાગશે કે ખાનદાની વગરના, અધમ કુળમાં અવતરેલા અથવા સંયાગાને લીધે અધમ પ્રકૃતિવાળા મનુષ્યા જ અપમાન કરવા લલચાશે. સુજ્ઞ, ખાનદાન, ડાહ્યો માણસ કદી તેમ કરવાના સ`કલ્પ પશુ નહિ કરે, તેથી પ્રથમ તા અપમાન કરનારની નીચતા ઉપર વિચાર કરવા. અને બીજી, એવા પ્રસગા પર મનની સ્થિરતા રાખવી અતિ મુશ્કેલ છે; સ'સારમાં રસિયા જીવેાના માનઅપમાનના ખ્યાલ ચિત્ર-વિચિત્ર હાવાને લીધે તે જાળવી રાખવી લગભગ અશકય જેવી છે એમ કહીએ તા ચાલે ત્યારે તેવા વખતમાં—તેવા સ'યાગમાં-મન પર કાબૂ રાખી અપમાન ગળી જવું' તે મહાદુરી છે, મન પરના અસાધારણ કાબૂ છે અને શૂરવીરપણુ' છે; અને તેટલા જ માટે ગ્રંથમાં શૂરવીર શબ્દ મૂક્યો છે. અપમાન સહન કરી જનાર નબળા-નરમ-ખાયલા હાય છે એમ સમજવુ ભૂલભરેલું છે; તે બહાદુરનું કામ છે, પ્રાજ્ઞનું કામ છે. આવી ખામતમાં ચાલુ પ્રવાહના વિચારાને આધીન થઈ ન જતાં દરેક વાતનું પૃથક્કરણ કરતાં શીખવું એ ખાસ લાભ કરનાર નીવડશે. અહિંસા પણ બહાદુર ચીજ છે. ( ૮; ૭૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org