________________
૧૧૮] અધ્યાત્મકલ્પદ્રુમ
: [ સક્ષમ સંક્ષેપથી-કોનિગ્રહ पराभिभूत्याऽल्पिकयाऽपि कुप्यस्यधैरपीमा प्रतिकर्तुमिच्छन् । . न वेत्सि तिर्यङ्नरकादिकेषु, तास्तैरनन्तास्त्वतुला भवित्रीः ॥९॥ (उपजाति)
સહજ પરાભવથી પણ તું કે૫ કરે છે અને ગમે તેવાં પાપકર્મોથી તેનું વર વાળવાને ઈરછે છે, પણ નારકી, તિર્યંચ વગેરે ગતિઓમાં પાર વગરની અતુલ પરકૃત પીડાઓ થવાની છે, તેને તે તું જાણત કે વિચારતો પણ નથી.” (૯)
વિવેચન–આ જીવ જરા માત્ર પરાભવથી ગુસ્સે થઈ જાય છે અને સામાને શબ્દથી, હસ્તથી કે હથિયારથી મારવા ઊભું થઈ જાય છે અથવા મનમાં દ્વેષ રાખી વૈર શોધ્યા કરે છે, લાગ શોધ્યા કરે છે અને આખો વખત ધમધમાટમાં રહે છે. આ મને વિકારની અસર તળે આવેલા પ્રાણીને કૃત્યાકૃત્યને વિવેક રહેતું નથી અને ભવિષ્યને વિચાર પણ રહેતો નથી. એ તો પિતાના મસ્ત મગજમાં મગ્ન બની નિરંકુશ વૃત્તિએ વતે છે; પણ બિચારા જીવને ખબર પડતી નથી કે તેમ કરવાથી, અગાઉ જણાવ્યું તેમ, આ ભવમાં પણ દુઃખ થાય છે અને તે ઉપરાંત પરભવમાં પણ બહુ દુઃખ ખમવું પડે છે. માનસિક વિકારો જેવા કે ક્રોધ, માન, માયા, લોભ વગેરેના પરિણામમાં બહુ સખ્ત દુઃખ ખમવું પડે છે. જ્યારે જૂજ વખત કરેલા ભેજનના અંતરાય જેવા સ્થળ પાપનું પરણિામ શ્રી બહષભદેવ પ્રભુને વરસ સુધી ભોજન ન મળવામાં આવ્યું, તો ચિત્તવૃત્તિને તોડી-અસ્તવ્યસ્ત કરી–નાખનાર કષાયે કેવું પરિણામ લાવે તે વિચારવા જેવું છે. (૬ ૭૯) :
ષડરિપુ પર ક્રોધ; ઉપસર્ગ કરનાર સાથે મિત્રી धत्से कृतिन् ! यद्यपकारकेषु, क्रोधं* ततो धेह्यरिषट्क एव । अथोपकारिष्वपि तद्भवार्तिकृत्कर्महुन्मित्र बहिद्विषत्सु ॥१०॥ ( उपजाति) ।
“હે પંડિત! જો તારું અહિત કરનાર ઉપર તું ક્રોધ કરતે હો તે પ રિપુ (છ શત્રુ ઃ ૧. કામ, ૨. ક્રોધ, ૩. લેભ, ૪. માન, ૫. મદ, અને ૬. હર્ષ) ઉપર ક્રોધ કર, અને જે તું તારા હિત કરનારા ઉપર પણ ક્રોધ કરતે હો તે સંસારમાં થતી સર્વ પીડા કરનાર જે કર્મો છે તેઓને હરી જનાર (ઉપસર્ગો, પરિષહો વગેરે ) જે ખરેખર તારા હિતેચ્છ છે અને બાહ્ય દષ્ટિથી જે તારા શત્રુ જેવા લાગે છે, તેના ઉપર ક્રોધ કર.” (૧૦)
આ શ્લોકનો ભાવ સમજવા યત્ન કરો. શ્લોક બહુ સારે છે.
વિવેચન-વાસ્તવિક રીતે મનુષ્ય પોતાના ઉપર અપકાર-નુકસાન કરનાર પર ક્રોધ કરે છે. નુકસાન કરનાર શત્રુ કહેવાય છે. તે શત્રુ ડાહ્યા માણસોએ શોધી રાખ્યા છે. તેઓનું સ્વરૂપ નીચે પ્રમાણે છે તે ધ્યાનમાં રાખીને વિચારજે ? તે જ માનનિતિ વા વાદાકતર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org