________________
અધિકાર ] કષાયત્યાગ
[ ૧૧૫ સુખ શું? જ્યારે એકમાં મગજને ઉકાળ થાય છે, ત્યારે બીજામાં હદયને ઉદ્વેગ થાય છે; બહુ બહુ તે તાત્કાલિક મનોવિકારેને જરા પુષ્ટિ મળે છે, પણ કોધ-કપટ કર્યા પછી બે-ચાર કલાકે શાંતિનો સમય આવે ત્યારે શી સ્થિતિ થાય? પસ્તા એટલે તેના પરિણામે ભવિષ્યમાં થવાના પરાભવના વિચારથી અત્યંત દુઃખ. અથવા ક્રોધ-માનનું પરિણામ શું આવે? એમ કહેવાય છે કે જે તમે ક્રોધ કરશે તે સામા તરફથી બદલામાં તે જ મળશે, એટલે પરિણામે ખરાબી. હવે બીજી તરફ કોઈ પણ કષાય ન કરનારની સ્થિતિ જોઈએ તે તેને નથી મગજને ઉકળાટ કે નથી હદયની લાનિ. તે ઉપરાંત જાણે પોતે એક મહાન કાર્ય કર્યું છે, એક ફરજ બજાવી છે, એ વિચારથી તેના મનને બહુ જ આનંદ રહે છે. ક્રોધ કે લોભને પ્રસંગ આવતાં તે ન કરવાથી મનને કેટલો આનંદ થાય છે અને સામે માણસ કેવી કફોડી સ્થિતિમાં મુકાઈ ઊલટે માફી માગે છે, એ સર્વેએ અનુભવ કરવા જેવી વાત છે. આ ઉપરાંત પરભવમાં તે કષાય ન કરવાથી ઘણો લાભ મળે છે.
આવી રીતે કષાયત્યાગથી સર્વને સર્વ કાળે આનંદ થાય છે, અને કષાયથી ઉદ્વેગ થાય છે. આ સ્થિતિ પર વિચાર કરીને બેમાંથી એક તને યોગ્ય લાગે તે કર (૬, ૭૬)
માનનિગ્રહ-બાહુબલિ सुखेन साध्या तपसां प्रवृत्तिर्यथा तथा नैव तु मानमुक्तिः । आद्या न दत्तेऽपि शिवं परा तु, निदर्शनाबाहुबलेः प्रदत्ते ॥७॥ (उपजाति)
- “જેવી રીતે તપસ્યામાં પ્રવૃત્તિ કરવી તે સુખે થઈ શકે તેમ છે, તેવી રીતે માનને ત્યાગ કરે તે સુખે થઈ શકે તેમ નથી જ, કેવળ તપસ્યામાં પ્રવૃત્તિ મોક્ષને આપી શકતી નથી. પણ માનને ત્યાગ , બાહુબલિના દ્રષ્ટાંતની જેમ, મોક્ષ જરૂર આપે છે.” (૭) - વિવેચન—દુનિયાનું અવલોકન કરનારને જણાશે કે તપસ્યામાં પ્રવૃત્તિ કરવી એ મુશ્કેલ
છે, પણ તેમાં એક વખત પ્રવૃત્તિ થયા પછી બહુ મુશ્કેલી રહેતી નથી, પણ તેને અથવા બીજી કોઈ પણ છતી વસ્તુ, ગુણ કે ધનને અહંકાર ન કરે એ બહુ જ મુશ્કેલ છે, એટલું બધું મુશ્કેલ છે કે મનુષ્ય અજાણતાં પણ માન-મગરૂબી કરી નાખે છે, જ્યારે પિતાની નમ્રતા ખાસ બતાવવા જાય છે ત્યારે પણ તે દ્વારા લાધ્યતા પ્રાપ્ત કરવાની અંતિ
ત્તિમાં પ્રવૃત્તિ હોય છે. આવી રીતે માનમુક્તિ બહુ મુશ્કેલ છે. મનોવિકાર એવી અજબ રીતે કામ કરે છે કે આ પ્રાણી મોહમાં મૂંઝાઈ વસ્તુસ્વરૂપ સમજી શકતો નથી, અંધ બને છે, ઘેનમાં પડે છે, અનેક અકાર્યો કરે છે, પણ તેને હેતુ-ફળ કાંઈ સમજતો નથી. કેવળ તપસ્યામાં પ્રવૃત્તિ જ્યારે એકાંત મોક્ષ આપી શકતી નથી, ત્યારે માનમુક્તિ તુરત જ મોક્ષ આપે છે. (માનમુક્તિનો સમય નવમાં ગુણસ્થાનમાં બહુ ઉરચ સ્થિતિ પર ગયા પછી પ્રાપ્ત થાય છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org