________________
૧૧૦] અધ્યાત્મકલ્પદ્રુમ
[ સપ્તમ રખડાવનાર, ફસાવનાર અને કર્તવ્યપરાયણતા ભુલાવનાર, તેમ જ તદ્દન ગાંડા અથવા ઉન્મત્ત કરી મૂકનાર આ બે શક્તિઓ છે. તેથી કષાય ઉત્પન્ન થાય છે. કોલ અને માન એ બન્ને દ્વેષરૂપ છે, ત્યારે માયા અને લેભ અમુક નયે રાગરૂપ છે. આ સર્વ કષાયે અનંત કાળ દુઃખ આપનાર છે. આ અધિકારમાં કષાયનું સ્વરૂપ ચાલે છે, તેમાં પ્રથમ ક્રોધને મુખ્યતા આપી છે. કેઈ મૂખ માણસ ગાળ આપે તો સામા ગુસ્સે થઈ જવું નહિ, તે વખતે વિચારવું કે તે બિચારે નાહક સંસાર વધારે છે; અથવા ભર્તૃહરિ કહે છે તેમ કરવું -
ददतु ददतु गालीलिमन्तो भवन्तो, वयमिह तदभावाद्गालिदानेऽसमर्थाः ।। जगति विदितमेतद्दीयते विद्यमानं, न तु शशकविषाणं कोऽपि कस्मै ददाति ॥
તમારે દેવી હોય તે ગમે તેટલી ગાળો દે; કારણ કે તમે “ગાળવાળા” છે. અમારી પાસે ગાળો છે જ નહિ તેથી અમે તેને દઈ શકતા નથી. દુનિયામાં જેની પાસે જે વસ્તુ હોય તે તેઓ બીજાને આપી શકે છે. જુઓ, સસલાને શીંગડાં નથી હોતાં તે તે કઈ કઈને આપી શકતો નથી.”
ઉપર જણાવેલા પ્રસંગે આવે તે વખતે જે ગ્ય સમતા રાખવામાં આવે તે બહુ લાભ થાય છે અને જે ક્રોધ થઈ જાય તે મહામુશ્કેલીથી મળે તેવું પુણ્યરૂપ ધન આ પ્રાણી હારી જાય છે, જે ધનને છેડે નથી એવું કોડપૂર્વ વર્ષોએ મેળવેલું જ્ઞાનાદિ આત્મધન હારી જાય છે અને તેથી કંધને જય કરે એ લાભના રક્ષણ તેમ જ તેની પ્રાપ્તિ કરવા જેવું છે.
દષ્ટાંત જોઈએ તે શાસ્ત્રમાં વિદ્યમાન છે : શિષ્ય પર કોધ કરવાથી ગુરુ કાળ કરીને ચંડકૌશિક નાગ થયા. મહાતીત્ર ઉપદ્રવ પ્રાપ્ત થયા છતાં ગજકુસુમાળ ક્રોધ ન કરતાં શાંત રહ્યા તે તેના પ્રતાપથી તરત જ મોક્ષધન પામ્યા. તેવી જ રીતે મેતાર્ય મુનિ પણ અંતગડ કેવળી થઈમોક્ષલક્ષમી પામ્યા. આસન્ન ઉપકારી વીર પરમાત્માના ક્રોધના જય તરફ નજર કરીએ છીએ ત્યારે તે મહા-આશ્ચર્ય જ થાય છે. તેઓને થયેલા ઉપસર્ગોનું વર્ણન વાંચતાં હૃદય કંપે છે અને ખરેખર જેને વીર પરમાત્મા માટે માન હશે તેને સંગમ ઉપર ક્રોધ આવશે. પણ વિચાર કરવાનું એ છે કે પરમાત્માને શું થયું હતું? સાંભળીને ખરેખર નવાઈ લાગશે કે પિતા પર આવા સપ્ત, પ્રાણાંત કરે તેવા, અનેક ઉપસર્ગો કરનાર સંગમને અનંત સંસાર રઝળવું પડશે, એ વિચારથી પ્રભુની આંખમાં કરુણાશ્ર આવી ગયાં હતાં. ક્રોધના જયની અa પરાકાષ્ઠા આવી જાય છે. અશક્ત પ્રાણી ગમે તેવાં ખૂલ્યાં ખમે, પણ ચક્રવતીથી વધારે બળવાળાને આવા પ્રકારનો ક્રોધને જય ખરેખર અનુકરણ કરવા જેવો છે.
દશ પ્રકારના યતિધર્મમાં મુખ્ય પદે પ્રથમ ક્ષમા એટલે ક્રોધનો જય આવે છે. ક્રોધના આવેશમાં કર્તવ્ય-વિચારથી શૂન્ય થઈ જાય છે અને તદ્દન બેભાન અવસ્થામાં આવી જઈ ગમે તેવા હુકમ કે અનર્થો કરી નાખે છે. ક્રોધ પસ્તાવાનું કારણ છે અને તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org