________________
૧૦૮ ] અધ્યાત્મકલ્પમ
[ ષષ્ઠ ભાષા બોલી જવાય છે અને મન પર તે જરા પણ અંકુશ રહેતો નથી. આ સ્થિતિ ધન ખરચીને શા માટે વહેરવામાં આવતી હશે તે સમજવું મુશ્કેલ છે. તાકાત વગરના મગજને ઉશ્કેરવા ખાતર અથવા દુઃખને થોડા વખત માટે ભૂલી જવા ખાતર, મગજનું બંધારણ અને સુખ-દુઃખનું વાસ્તવિક સ્વરૂપ નહિ સમજનાર અજ્ઞ છે આ માર્ગ પર મૂર્ખાઈથી ચઢી જાય છે અને પછી તેની એવી ખરાબ લતમાં પડી જાય કે તેની આખી જિન્દગી નકામી થઈ પડે છે. ઉશ્કેરનાર વસ્તુ વગર પગ ઘસવા પડે છે અને શરીર તથા સંપત્તિ બને
ઈ બેસાય છે. આ માર્ગ પર ચઢી ગયેલા ભ્રમિત મગજવાળા અભણ અને થોડું ભણેલા યુવકેની નિસ્તેજ સ્થિતિને બરાબર અનુભવી તે માર્ગ તરફ દષ્ટિ પણ ન કરવાની ખાસ વિજ્ઞપ્તિ છે. આર્ય વ્યવહારને એ દુર્વ્યસન ઘટતું નથી. એની જાળમાં સપડાયા પછી એથી છૂટવું મુશ્કેલ છે અને તે હોય તેટલે વખત દરેક પ્રકારની ખરાબી કરનાર છે, એ વાત ધ્યાનમાં રાખી, તેમ જ જૈન શાસ્ત્રકાર અને સાત મેટાં દુર્વ્યસનમાંનું એક ગણે છે એ લક્ષ્યમાં રાખી, એ માર્ગ આચરણમાં મુકાય નહિ એવી ચેતવણી રાખવાની જરૂર છે. એ દુર્વ્યસનથી બહુધા આપણે પ્રજા દૂર જ હતી એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી, પણ પાશ્ચાત્ય સંસર્ગના વેગથી અને આત્મિક વિચારક્ષેત્ર નબળું પડવાથી આ બાબત પર ધ્યાન ખેંચવાની આવશ્યકતા લાગી છે. તાકાતને ઉશકેરનાર એ પદાર્થ છે. એથી ઘેડે વખત જોર વધે છે, પણ પરિણામે જોર ઘટે છે. ખરેખરી તાકાત આપનાર પદાર્થો દૂધ, ઘી વગેરે પુષ્કળ છે અને તેથી અપેય પદાર્થની જરા પણ આવશ્યકતા નથી. પાંચ પ્રમાદમાં આ પ્રથમ પ્રમાદ પર પ્રાસંગિક આટલે ઉલ્લેખ કર્યો. - હવે પછીના બીજા “ વિષય” પ્રમાદ પર ઉપર વિવેચન થઈ ગયું. ત્રીજા કષાય પ્રમાદ પર આવતા “કષાય દ્વારમાં સારી રીતે વિવેચન કરવામાં આવશે. “વિકથા”ના સંબંધમાં રાજકથા, દેશકથા ન્યૂસપેપરને અંગે વધતી જાય છે અને પ્રવૃત્તિને લીધે ધર્મકથા ઓછી થતી જાય છે. આ બાબત વિચારવા યોગ્ય છે. પાંચમે પ્રમાદ “નિદ્રા” છે, તેને વધારવી-ઘટાડવી એ પિતાની ઈચ્છા ઉપર છે. નિદ્રા ઓછી કરવાને ઉપાય સાત્વિક આહાર લેવો એ છે. - પાંચ પ્રમાદનો ત્યાગ કરી, સ્વશક્તિ અનુસાર ગુણમાં વધારો કરી, ગુણસ્થાને ચઢવું એ મનુષ્ય-જીવનનું કર્તવ્ય અને સાફલ્ય છે. બાકી તે અનેક જન્મથી જીવ સાંસારિક ઊંચી સ્થિતિ સંપાદન કરતે આવ્યા છે તેમાં કાંઈ નવાઈ નથી. ઇંદ્રિય પર અંકુશ આવ્યા વગર કાંઈ પણ આત્મિક વધારે ( Spiritual progress ) થઈ શકવાને નથી.
॥ इति सविवरणः विषयप्रमादत्यागनामा षष्ठोऽधिकारः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org