________________
૧૦૬ ] અધ્યાત્મક૯૫૬મ
[ ષષ્ઠ વાસ કરે છે, તે વખતે મનમાં જે આનંદ થાય છે તે નિરુપમ છે. દુનિયામાં એવો કઈ આનંદ નથી કે જેની સાથે તે સરખાવી શકાય. ઉમાસ્વાતિ વાચક મહારાજ શ્રી પ્રશમરતિ પ્રકરણમાં લખી ગયા છે કે –
नेवास्ति राजराजस्य, तत्सुख नैव देवराजस्य ।
यत्सुखमिहेव साधो-लोकव्यापाररहितस्य । “જે સુખ લેકવ્યાપારથી રહિત સાધુને છે તે સુખ ચક્રવતીને કે ઈંદ્રને પણ નથી.”
આત્માને આનંદ થાય તેથી જે સુખ થાય તે ઉત્કૃષ્ટ જ હોય એમાં નવાઈ નથી. સંસારસુખ તે વિકારજન્ય અને માની લીધેલું છે અને આ તે સાત્વિક સુખ છે. વળી,આ સુખના પરિણામમાં પણ મુક્તિ છે; સંસારસુખથી કર્મબંધ થાય છે અને સમતાસુખથી સંવર કે નિર્જરા થાય છે અને છેવટે મેક્ષ થાય છે. (૯; ૭૦ )
આ પ્રમાણે વિષયપ્રમાદત્યાગ–અધિકાર પૂર્ણ થયો. વિષયસેવન ઉપર ખાસ ભાર મૂકી લગભગ આખા અધિકારમાં તે જ ભાવ ચર્ચવામાં આવે છે. વિષય તાત્કાલિક સારા લાગે છે, પણ પરિણામે દુ:ખ આપે છે; તાત્કાલિક સુખ પણ માન્યતામાં જ માત્ર રહેલું છે અને સંસારની અનેક ઉપાધિ અને ખટપટનું કારણ વિષ છે : આ મુખ્ય મુદ્દા છે. પાંચે ઇદ્રિના વિષયે બહુ રઝળાવે છે એ નિઃસંદેહ વાત છે. આપણે તિર્યંચ જાતિના દાંતથી જોઈશું તે જણાશે કે પ્રત્યેક ઇન્દ્રિયના સંબંધથી મહાદુઃખ પ્રાપ્ત થાય છે. હાથીને પકડવા માટે ખાડામાં કૃત્રિમ હાથિયું રાખે છે અને સ્પર્શનેન્દ્રિયને વશ થઈ હાથી ફસાઈ જાય છે; મિષ્ટ પદાર્થ ખાવાના લોભમાં માછલું આંકડામાં પરવાઈ જાય છે, સુગંધની લહેરમાં ભ્રમર આખી રાત્રિ કમળમાં બેસી રહી હાથીને મુખમાં જઈ પ્રાણ ખોઈ બેસે છે; દીવાની જ્યોતિમાં પતંગ પ્રાણ સમર્પણ કરે છે અને હરણ સુંદર મેરલીના કે વીણાના સ્વર પર લલચાઈ પારધીથી ફસાઈ જાય છે. ઉપાધ્યાયજી ઈદ્રિય-અષ્ટકમાં કહે છે કે –
पतङ्गभृङ्गमीनेभसारङ्गा यान्ति दुर्दशाम् ।
एकैकेन्द्रियदोषाच्चेद्दष्टैस्तैः किं न पञ्चभिः ॥ “આવી રીતે પતંગ, ભ્રમર, માછલું, હાથી અને હરણ એક-એક ઇંદ્રિયના પરવશપણથી દુર્દશા પામે છે, તે જ્યાં પાંચે દુષ્ટ ઈદ્રિયને વશ થવાપણું થાય ત્યાં તે શું ન થાય?”
ચિદાનંદજી મહારાજ પણ કહે છે કે –
એક એક આસક્ત જીવ એમ, નાનાવિધ દુ:ખ પાવે છે તે વિષય છે. પંચ પ્રબલ તે નિત્ય જાકે, તાકૂ કહા ક્યુ કહીએ રે; ચિદાનંદ એ વચન સુણુને, નિજ સ્વભાવમાં રહીએ રે, વિષયવાસના ત્યાગે ચેતન, સાચે મારગ લાગે રે II
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org