________________
[૧૦૫
અધિકાર ]
વિષયપ્રમાદત્યાગ - “શું જમ (યમ) મરી ગયે? શું દુનિયામાંથી બધા વ્યાધિઓ નાશ પામી ગયા? શું નારકીનાં બારણાં બંધ થયાં? શું આયુષ્ય, પૈસા, શરીર અને સગાંસંબંધીઓ હંમેશાં બેસી રહેવા ઠર્યા, કે તું આશ્ચર્ય હર્ષ સહિત વિશ્વમાં વિશેષ મહ પામે છે ?” (૮)
વિવેચન—જેને મરવાની બીક ન હોય તે તે જાણે વિષયપ્રમાદમાં આસક્ત થાય તે તેને પાલવે, પણ તારે માથે તે યમ જેવા શત્રુ ગાજે છે, વ્યાધિઓને તે પાર નથી, તારાં કૃત્ય નરકમાં જવા યોગ્ય છે, તારું આયુષ્ય અસ્થિર છે, લક્ષ્મી કોઈની પણ થઈ નથી, શરીર ક્ષણવિનાશી છે અને સગાંસંબંધીઓ સ્વાર્થ સુધી તારાં છે, પછી કેઈ કેઈનું નથી; ત્યારે તું શું જોઈને વિષયમાં રામા રહે છે? (જુઓ પ્રથમ અધિકાર, શ્લોક ૧૮.)
આ આક્ષેપક શ્લોક છે, પણ સહુદયી જનને આમાંથી બહું શીખવાનું મળે તેવું છે. આશ્ચર્ય પૂર્વક કે હર્ષથી વિષયમાં નિમગ્ન થતાં માથે રહેલું વૈર સ્મરણ બહાર ન જવાની સૂચના કરનારા આ ક્ષેકના ભાવ પર જરૂર વિચાર કરવો યુક્ત છે. (૮, ૬)
વિષયપ્રમાદ ત્યાગ કરવાથી સુખ (ઉપસંહાર) विमोह्यसे किं विषयप्रमादैर्धमात्सुखस्यायतिदुःखराशेः । *તો દિ શ્રેય તેનો વારિરિ તા તે (૩પનાતિ)
ભવિષ્યમાં જે અનેક દુઃખોનો રાશિ છે, તેઓમાં સુખના ભ્રમથી તું વિષયપ્રમાદ જન્ય બુદ્ધિથી કેમ મેહ પામી જાય છે? તે સુખની અભિલાષાથી મુકાયેલા પ્રાણીને જે સુખ થાય છે, તે નિરુપમ છે, અને વળી ભવિષ્યમાં તે મોક્ષ આપનારું છે.” (૯)
- વિવેચનગ્નતત તwજ ન પ્રમ:-સુખ ન હોય ત્યાં સુખ માનવું એ ભ્રમ. વિષયોમાં આ જીવ સુખ માને છે એ ભ્રમ છે, કારણ કે તેમાં જરા પણ સુખ નથી. વળી, ઉત્તર કાળમાં તે માની લીધેલાં સુખથી બહુ દુઃખ થવાનું છે. આવી રીતે બન્ને પ્રકારે અગવડમાં નાખનાર પ્રમાદ અને વિષય છે. તેઓ આ જીવને ઊંધા પાટા બંધાવી ઇંદ્રિય-ભેગમાં સુખ મનાવે છે. વિષય સેવનારને સુખ કેવા પ્રકારનું છે તે પૂજ્ય શ્રી ધર્મદાસ ગણિ લખી ગયા છે –
जह कच्छुल्लो कच्छं, कंडुयमाणो दुहं मुणइ सुक्ख ।
मोहाउरा मणुस्सा, तह कामदुहं सुहं बिंति ॥ જેમ કેઈ માણસને ખસ થઈ હોય અને તેના પર ચળ-ખૂજલી આવે ત્યારે તેને ખણવામાં સુખ માને છે, તેમ મેહમાં આતુર થયેલા માણસો કામ ભેગના દુઃખનેવિષયોને સુખ કહે છે.”
પરંતુ આ સુખ ઉપરથી બેટે મોહ ઓછો કરી-અભિલાષા તજી દઈ જ્યારે શાંતિમાં નિમગ્ન થઈ જાય છે, જ્યારે સંસારસના ઊઠી ઉચ્ચ ભાવના અંતઃકરણમાં ____ * तद्गार्यमुक्तस्येति वा पाठः । तद्गतोपममिति वा पाठः ॥ અ. ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org