________________
અધિકાર ] વિષયપ્રમાદત્યાગ
[ ૧૦૩ કરતાં આઠગણું દુખ ગર્ભમાં છે અને જન્મસમયે આથી પણ અનંતગણું દુઃખ છે. પ્રવચનસારદ્વારમાં તે સંબંધમાં કહ્યું છે કે –
रम्भागर्भसमः सुखी शिखिशिखावर्णाभिरुच्चैरयःसूचीभिः प्रतिरोमभेदितवस्तारुण्यपुण्यः पुमान् । दुःख यल्लभते तदष्टगुणितं स्त्रीकुक्षिमध्यस्थिती,
सम्पर्धेत ततोऽप्यनन्तगुणितं जन्मक्षणे प्राणिनाम् । કેળના ગભ જેવો કોમળ અને અત્યંત સુખી જીવ હોય, તેના દરેક રોમમાં તપાવેલી અગ્નિજવાળા જેવી લાલ લોઢાની સોયે પરવી હોય, ત્યારે તેને જે દુઃખ થાય છે તેનાથી આઠગણું દુઃખ ગર્ભમાં દરરોજ થાય છે અને જન્મસમયે તેથી અનંતગણું દુઃખ થાય છે.”
વિવેચન:-નારકી, તિર્યંચનાં દુઃખોનું વર્ણન ઉપર થઈ ગયું છે. આ દુઃખો ઉપર ગંભીર વિચાર થશે ત્યારે વિષય ઉપર મન ઓછું થઈ જશે, કારણ કે દુઃખનાં કારણે તેઓ જ છે. કહેવાની મતલબ એ છે કે વિચાર કરવાની બહુ જરૂર છે. સવારથી સાંજ સુધી ગાડું ગબડાવી જવું અને વચ્ચે મેટે પથ્થર આવે ત્યારે ગભરાઈને ઊભા થઈ રહેવું એ પુરુષાર્થવાળાનું કર્તવ્ય નથી. વિચારો, જુઓ, તપાસે અને પિતાના અંગત સ્વાર્થને બાજુએ મૂકી ચિક્કસ નિર્ણય પર આવે અને તદનુસાર વર્તન કરે. જોકે અત્રે પ્રસ્તુત પ્રસંગ વિષયત્યાગને છે, તથાપિ કષાયને અને તેને એટલે બધે નજીકને સંબંધ છે કે અત્ર તત્સુચનાથ કષાય શબ્દ મૂક્યો છે. કષાય સંબંધી વિશેષ હકીક્ત આવતા પ્રસ્તાવમાં આવશે અને તે પર વિવેચન પણ તે સ્થાને કરવામાં આવશે. (૫ ૬૬)
મરણભય; પ્રમાદત્યાગ वध्यस्य चौरस्य * यथा पशोर्वा, सम्प्राप्यमाणस्य पदं वधस्य । शनैः शनैरेति मृतिः समीपं, तथाऽखिलस्येति कथं प्रमादः ? ॥६॥ (उपजाति )
“ફાંસીની સજા થયેલ ચોરને અથવા વધ કરવાને સ્થાનકે લઈ જવાતા પશુને મૃત્યુ ધીમે ધીમે નજીક આવતું જાય છે, તેવી જ રીતે સર્વને મૃત્યુ નજીક આવતું જાય છે, ત્યારે પછી પ્રમાદ કેવી રીતે થાય ?” (૬)
વિવેચન:-ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે મા જાણે દીકરો ભેટો થયો, પણ આઉખામાંથી ઓછો થયો. દરેક કલાક, દરેક મિનિટ અને દરેક સેકંડ પોતાનું કામ કર્યો જાય છે, તેથી ઘડીમાંથી પડતી રેતીની દરેકે દરેક કણને સેનાની ગણીને તેનો સદુપયોગ કરે. કુદરતી રીતે શરીરનું બંધારણ પણ ઉદ્યોગ તરફ જ વલણ ધરાવે છે અને શારીરિક કે માનસિક કાર્ય કરતાં પોતાની ફરજ બજાવવા યત્ન કરવો એ કર્તવ્ય-પરાયણતા છે,
+ ૉર તિ ના પાટા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org