________________
અધિકાર] વિષયપ્રમાદિત્યાગ
[૧૦૧ વિવેચન—ઉપરની ગાથામાં ઇદ્રિયજન્ય સુખને પણ આપાતરમgય કહ્યું છે અને મોક્ષનું સુખ પણ રમણીય કહેવાય છે, તેથી બન્ને સુખમાં રમણીયતા એ સમાન ધર્મ છે; પરંતુ બન્નેમાં તફાવત શું છે તે બતાવે છે –
સંસારસુખ અને મેક્ષસુખ વચ્ચે જમીન-આસમાનના જેટલો ફેર છે; એકને ટીપું કહીએ તો બીજુ દરિયા જેટલું કહેવાય. બીજુ એ છે કે સંસારસુખ ત્યાં મોક્ષસુખ નહિ અને મોક્ષસુખ ત્યાં જ હોય કે જ્યાં સંસારસુખની અપેક્ષા પણ હેય નહિ. સાંસારિક સુખ થડા વખતનું છે; મેક્ષસુખ જાવજીવનું છે. સાંસારિક સુખ બહુ થોડુ છે; મેક્ષસુખ અનંતું છે. સંસારસુખ અને દુ:ખયુક્ત અને વિનાશી છે; મોક્ષસુખ નિત્ય છે.
વસ્તુતઃ શુદ્ધ સ્વરૂપ આ છે. હવે તારી મરજી હોય તે સ્ત્રીઓ ભેગવ, પૈસા પેદા કર, પરદેશ ભમ, મનગમતાં ભજન કર, વિષ સેવ, નોકરી કર અને તારી મરજી હોય તે સંસારબંધન તોડી, જ્ઞાનમાં લીન થઈ, બેંતાળીશ દોષ રહિત આહાર લઈ, પંચ મહાવ્રત ઉત્કૃષ્ટ રીતે પાળી, મન-ઈદ્રિયોનો સંયમ કરી, અનેક જીના સુખ વાસ્તે, તેઓ પણ આવે તો પોતાની સાથે લઇ લેવા સારુ. મોક્ષમાગની તૈયારી કર. સર્વ હકીકત તારી સન્મુખ છે અને વિચાર કરે એ તારી મુનસફી ઉપર છે. એક વાત અત્ર ખાસ ધ્યાનમાં રાખવાની છે અને તે એ કે ઈંદ્રિયજનિત સુખને અને મોક્ષસુખને પ્રતિપક્ષીપણું છે,
એટલે જયાં ઇંદ્રિયસુખ હોય ત્યાં મોક્ષસુખ હોય નહિ અને જ્યાં મોક્ષસુખ હોય ત્યાં વિષયસુખ હેય નહિ. ઉપર આપણે સુખનું પૃથકકરણ કરીને જોયું તે પરથી જણાય છે કે વિષયસુખ તે માત્ર માન્યતામાં જ છે, કારણ કે એ થોડો વખત રહે છે ત્યારે પણ એની હદ તદ્દન સાંકડી હોય છે અને તેની વાસનાઓ અતિ ક્ષુલ્લક, મલિન અને માલ વગરની હેય છે. વિષયસુખના વાસ્તવિકપણું ઉપર વિચાર કર્યો હોય તે એકદમ જણાય તેવું છે કે તેમાં સેવનોગ્ય કશું નથી, પણ આ જીવ તે સંબંધમાં કાંઈ વિચાર કરતા નથી. હવે આ સુખની સાથે મોક્ષસુખને વિરોધ છે; એક હોય ત્યાં બીજું હેય નહિ. મોક્ષમાં કેવા પ્રકારનું સુખ હોય છે તે કલ્પી શકાય તેમ નથી, પણ સ્થળ સુખ કરતાં તે અતિ વિશેષ છે. તમે ચુકલીડનું એક પ્રોબ્લેમ કરતા હે, અંકગણિત કે બીજગણિતને બહુ અટપટો પ્રશ્ન ઉકેલતા હો, ત્યારે મનની એકાગ્રતા થાય છે, સંસારની સર્વ ઉપાધિ ભૂલી જવાય છે અને પ્રશ્નમય થઈ જવાય છે. અને ત્યાર પછી પ્રશ્ન પર એકાગ્રતા થતાં તેમાં પગલે પગલે આગળ વધારે થતો જાય છે અને છેવટે પૂર્ણ પ્રત્યુત્તર બરાબર પ્રાપ્ત થાય છે. એ પ્રથમથી તે છેડા સુધી જે આનંદ થાય છે તેને એક બિંદુ તુલ્ય ગણીએ તે મોક્ષસુખને સમુદ્ર સાથે સરખાવી શકાય. એવા નિર્દોષ આનંદને પ્રાપ્ત કરવાની બહુ જરૂર છે અને તે માટે તેના વિરોધી વિષયાનંદ, જેમાં વસ્તુતઃ આનંદ જેવું કશું નથી, તેને ત્યાગ કરે યુક્ત છે. (૩; ૬૪)
દુ:ખ થવાનાં કારણે જાણવાનું પરિણામ भुक्ते कथं नारकतिर्यगादिदुःखानि देहीत्यवधेहि शास्त्रैः । निवर्तते ते विषयेषु तृष्णा, बिभेषि पापप्रचयाच्च येन ॥ ४ ॥ (उपजाति )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org