________________
૧૦૦]. અધ્યાત્મકલ્પમ
[ ૧૪ આપણી થઈને મારે છે એ મોટી પિડા છે, કારણ કે તેથી કરીને તે ક્યારે મારે છે તે સમજુ પણ કેટલીક વાર જાણી શકતા નથી. (૧; ૬૨)
પરિણામે હાનિકારક વિષયો आपातरम्ये परिणामदुःख, सुखे कथं वैषयिक रतोऽसि ? । जडोऽपि कार्यं रचयन् हितार्थी, करोति विद्वन् ! यदुदर्कतर्कम् ॥२॥ (उपजाति)
ભગવતી વખતે માત્ર સુંદર લાગતા, પણ પરિણામે દુઃખ દેનારા વિષયસુખમાં તું કેમ આસક્ત થયે છે? હે નિપુણ ! પિતાનું હિત ઈચ્છનાર મૂ સાધારણ માણસ પણ કાર્યના પરિણામને તે વિચાર કરે છે.” (૨)
વિવેચન—ઉપર કહ્યું તેમ, હરકોઈ કાર્યમાં જેવું કે આ કાર્યમાં તાત્કાલિક સુખ છે કે પરિણામે સુખ છે. વિશાળ ભયંકર કૂવામાં નીચે માટે અજગર છે, ચાર મોટા સર્પ ચાર ખૂણામાં ફૂંફાડા મારી રહ્યા છે, ઝાડની ડાળી સાથે પોતે લટકે છે, તે જ ડાળી બે ઉંદરો કાપે છે, છતાં મધનાં ટીપાંની ઈરછામાં આ જીવ વિમાનમાં રહેલા વિદ્યાધરયુમને પણ રાહ જેવા કહે છે. આ મધુબિંદુનું દષ્ટાંત જીવની સમજશક્તિ કેટલી ઓછી છે અને પિતાને સ્વાર્થ સાધવામાં તેનું કેટલું પછાતપણું છે તે બતાવે છે. શ્રી ચિદાનંદજી મહારાજ પણ કહી ગયા છે કે –
ઈદ્રિયજનિત વિષયસ સેવત, વર્તમાન સુખ ઠાણે, પણ કિપાકતણું ફલની પરે, નવ વિપાક તસ જાણે,
સંતો દેખીએ બે, પરગટ પુદુગળ જાળ તમાસા, વિષયજન્ય સુખ પરિણામે એકાંત દુઃખ દેનારું છે અને તારે એકાંત સુખ મેળવવાની ઈરછા છે. હે ભાઈ! મૂર્ખ પણ જ્યારે કોઈ પણ કાર્ય કરે છે ત્યારે થોડોઘણો પણ પરિણામને વિચાર કરે છે, ત્યારે તારી વિદ્વત્તા કેમ ઊંઘી જાય છે? મગજને તસ્વી આપી વિચાર કર. આ કીમતી જીવન અલ્પ સુખ ખાતર હારી ન જા. આવી સગવડ ફરી ફરી મળવી મુશ્કેલ છે. (૨૬૩)
મોક્ષસુખ અને સંસારસુખ यदिन्द्रियार्थैरिह शर्म बिन्दुवद्यदर्णवत्स्वःशिवगं परत्र च । तयोमिथः* सप्रतिपक्षता कृतिन् ! विशेषदृष्टयान्यतरद् गृहाण तत् ॥३॥ (वंशस्थ)
ઈદ્રિયથી આ સંસારમાં જે સુખ થાય છે તે બિંદુ જેટલું છે અને પરલોકમાં (તેને ત્યાગથી) સ્વર્ગ અને મોક્ષનું સુખ થાય છે તે સમુદ્ર જેટલું છે. આ બન્ને પ્રકારનાં સુખને પરસ્પર શત્રુતા છે, તેટલા માટે હે ભાઈ! વિચાર કરીને તે બેમાંથી એકને ખાસ ગ્રહણ કર.” (૩)
*સ ને બદલે કવચિત ગણિત એવે પાઠાંતર છે. તેથી તfમથોડરિત એવો પાઠ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org