________________
અધિકાર ]
વિષયપ્રમાદત્યાગ અથવા પ્રમાદ આઠ પ્રકારના છે –
पमाओ य मुणिंदेहि, भणिओ अट्ठभेयओ । अन्नाणं संसओ चेव, मिच्छानाणं तहेव य ॥ रागो दोसो मइभंसो धम्ममि य अणायरो ।
जोगाणं दुप्पणिहाणं, अट्टहा वज्जियव्वओ ॥ અજ્ઞાન, સંશય, મિથ્યાજ્ઞાન, રાગ, દ્વેષ, મતિબંશ, ધમને અનાદર અને મન, વચન તથા કાયાના યોગેનું દુપ્રણિધાન–આ આઠ પ્રકારના પ્રમાદ જિનેશ્વરે વજેવા યોગ્ય કહ્યા છે.” આ વિષયપ્રમાદને તજવાની શી જરૂર છે? તે આ અધિકારમાં બતાવવામાં આવ્યું છે.
વિષયસેવનથી થતાં સુખ-દુ:ખની સરખામણી अत्यल्पकल्पितसुखाय किमिन्द्रियार्थं-स्त्वं मुह्यसि प्रतिपदं प्रचुरप्रमादः । एते क्षिपन्ति गहने भवभीमकक्षे, जन्तूम्न यत्र सुलभा शिवमार्गदृष्टिः ॥१॥ (वसन्ततिलका)
“ઘણાં જ થોડાં અને તે પણ માની લીધેલાં (કલ્પિત) સુખ માટે તું પ્રમાદવાન થઈને વારંવાર ઈદ્રિયોના વિષયમાં શા માટે મેહ પામે છે? એ વિષયો પ્રાણને સંસાર રૂપ ભયંકર ગહન વનમાં ફેંકી દે છે, જ્યાંથી મોક્ષમાર્ગનું દર્શન પણ આ જીવને સુલભ નથી.” (૧) - વિવેચન—મિષ્ટ પદાર્થ ખાધે, સ્ત્રીસગ કર્યો અથવા પિચાનાના સુંદર સ્વરો સાંભળ્યા. સુખ કેટલું? કેટલા વખત સુધીનું? હવે પરિણામ જુઓ. ઇદ્રિયજનિત વિષયમાં રમણતા એ શુદ્ધ આત્મિક દશા નથી, તેથી તેના પરિણામે આ જીવ સંસારમાં પડે છે અને એ ઊતરી જાય છે કે મેક્ષ શું છે? ક્યાં છે? કોને મળી શકે છે? એ જોવાને, જાણવા કે સમજવાનો પ્રસંગ જ તેને નથી આવતું. આ સર્વનો હેતુ એટલો જ કે વિષયને સુખ માન્યું. વાસ્તવિક સુખ એ છે જ નહિ, તેને ઠેકાણે શાંત પ્રદેશ હોય,
તરફ દશ દશ ગાઉમાં મનુષ્યની વસ્તી પણ ન હોય, અખંડ શાંતિ પ્રવર્તતી હોય અને શાંતિ ભંગ કરનાર કેઈ હોય નહિ, આવા અરણ્યમાં બેસી ધર્મશાસ્ત્રનું અધ્યયન અને મનન થાય ત્યારે ઊંડા અંતઃકરણમાં જે આત્માનંદ થાય છે તેનું વર્ણન કરવું અશક્ય છે; તે સ્વાભાવિક આનંદ છે. સર્વ દેવતાઓનાં ઈદ્રિયજન્ય સુખ કરતાં અનુત્તર વિમાનના દેવતાઓનું જ્ઞાનાનંદનું સુખ અસાધારણ ગણવામાં આવ્યું છે. આ રીતે ઈદ્રિયોના સુખમાં વાસ્તવિક સુખ છે જ નહિ. તે ઉપરાંત સંસારરૂપ વનમાં તે એવી વિચિત્ર ગતિ કરાવે છે કે તેને ખરેખર ખ્યાલ ઉપમિતિભવપ્રપંચાકથાના બીજાથી સાતમા સુધીના પ્રસ્તાવ વાંચવાથી આવી શકશે અને ખરે ખ્યાલ ચેથા પ્રસ્તાવથી આવશે. ઈંદ્રિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org