________________
૧૦૨ ]
અધ્યાત્મકપમ
[ Bv
“ આ જીવ નારકી, તિય ́ચ વગેરેનાં દુઃખા શા માટે પામે છે તે શાસ્ત્ર વડે જાણુ, તેથી કરીને વિષય ઉપર તૃષ્ણા ઓછી થશે અને પાપ એકઠું થવાની ખીક લાગશે.” (૪) વિવેચન—“ નારકીમાં રહેલા જીવાને એવી ક્ષુધા હાય છે કે ચૌદ રાજલેાકવ્યાપી સર્વ પુદ્દગલાનું ભક્ષણ કરવાથી પણ તેને તૃપ્તિ થાય નહિ, સર્વ સમુદ્રના જળનુ પાન કરવાથી પણ તેની તરસ છીપે નહિ, ટાઢની વેદના વડે અત્યંત પરાભવ પામે છે, અત્ય ́ત તાપથી કદના પામે છે અને બીજા નારકીએ પણ તેને વેદના આપે છે. આવી રીતે પરમાધામી -કૃત, ક્ષેત્રકૃત અને પરસ્પરકૃત વેદનાએ ત્યાં થાય છે.
તિયચ ગતિમાં તેના માલિક નાકમાં નાથ પરાવે છે; તેની પાસે પુષ્કળ ભાર ખે‘ચાવે છે, પરાણા વડે માર મારે છે, કાન, પુચ્છ વગેરે છેદે છે, કૃમિ તેને ખાઈ જાય છે અને ભૂખ-તરસ સહન કરવી પડે છે અને ખેલી શકાતુ નથી.
મનુષ્યભવમાં વ્યાધિઓ, વૃદ્ધાવસ્થા, દુર્જન મનુષ્યના પ્રસંગ, ઈષ્ટના વિયાગ, અનિષ્ટસ ચાગ, ધનહરણુ, સ્વજન-મરણ વગેરે અનેક દુઃખા છે.
“ દેવગતિમાં પણ ઈન્દ્રના હુકમા પરવશપણે માનવા પડે છે, બીજા દેવાના ઉત્કષ જોઈ અસૂયા થાય છે, બીજી દેવાંગનાના સ`ગની ઈચ્છા મનને પીડે છે, પેાતાના ચ્યવન મરણુ (મરણુ ) નજીક આવે છે ત્યારે દેવા બહુ રડે છે, વિલાપ કરે છે અને છેવટે અશુચિમય સ્રીકુક્ષિમાં પડે છે.”
—ઉપમિતિભવપ્રપ ચા, પીઠાધ, ભાષાંતર, પૃ. પર
આવી રીતે સર્વ ગતિમાં દુઃખ છેતા તું શાસ્ત્ર વાંચીને કે સાંભળીને નક્કી કર કે આવાં દુ:ખાનું કારણ શું હશે ? તું આવેા વિચાર કરીશ તા પછી તને વિષય પર તિરસ્કાર થશે અને પાપકૃત્યાથી પણ પરામ્મુખ થઈશ; કારણ કે દુઃખના હેતુ વિષય-પ્રમાદ છે એમ શાસ્ત્રકારે તા પાકી ખાતરી કરેલી છે. આ હકીકતનેા શાસ્ત્રથી નિણુ ય કરવાના હેતુ એ જ છે કે સામાન્ય બુદ્ધિ આવા ગહન વિષયમાં ઉતરી શકે નહિ. શાસ્ર-નિણૅયનું પરિણામ શ્રી મુનિસુંદરસૂરિએ આખા ગ્રંથમાં બતાવી આપ્યુ` છે. (૪; ૬૫)
સદરહુ નિશ્ચય પર વિચારણા
गर्भवासनरकादिवेदनाः पश्यतोऽनवरतं श्रुतेक्षणैः ।
ના વાવિયેષુ માનસ, તે વૃષ ! વિચિન્તયેતિ તાઃ || ખ | (થોદતા )
“જ્ઞાનચક્ષુથી ગર્ભાવાસ, નારકી વગેરેની વેદનાઓ વારવાર જોયા પછી તારું' મન વિષય-કષાય ઉપર ચાંટશે નહિ; માટે હે પ ંડિત! તુ ખરાખર તેના વિચાર કર.” (૫) વિવેચન—શાસ્રષ્ટિથી-જ્ઞાનચક્ષુથી જ્યારે તું જોઈશ ત્યારે તને માલૂમ પડશે કે સાંસારિક દુઃખા કેવાં અને કેટલાં છે. ગર્ભાવાસનું દુઃખ બહુ તીવ્ર છે. તેનેા ખ્યાલ આપવા સારુ શાસ્ત્રકાર કહે છે કે આખા શરીરમાં તપાવેલી લેાહની સાથેા લગાવી હાય તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org