________________
सप्तमः कषायत्यागाधिकारः॥
સમતા પ્રાપ્ત કરવામાં મુખ્યત્વે કરીને મમત્વ, વિષય અને કષાય આડા આવે છે. તે પૈકી મમત્વનું સંસારપણું અને વિષયનું અંધપણું આપણે જોઈ ગયા; હવે કષાયનું ફિલષ્ટપણું અત્ર બતાવે છે.
કષાયમાં મુખ્ય ચારનો સમાવેશ થાય છે: ક્રોધ, માન, માયા, અને લેભ. આ દરેક ઓછી-વધતી તરતમતામાં હોય છે. સ્થૂળતાને અંગે તેના દરેકને વળી ચાર-ચાર ભેદ પાડવામાં આવ્યા છે. શક્તિમત્તાને અંગે તેની સ્થિતિ પણ જણાવી છે. ઉત્કૃષ્ટ પંદર દિવસ રહે તે સંજ્વલન; ઉત્કૃષ્ટ ચાર માસ સુધી રહે તે પ્રત્યાખ્યાની ઉત્કૃષ્ટ વરસ સુધી રહે તે અપ્રત્યાખ્યાની અને યાજજીવ રહે તે અનંતાનુબંધી. આવી રીતે કષાયના સેળ ભેદ થાય છે. વળી, આ કષાયને ઉત્પન્ન કરનાર હાસ્ય, રતિ, અરતિ, શેક, ભય, દુછા અને ત્રણ વેદ છે તે નવ “નેકષાય ના નામથી ઓળખાય છે.
અત્રે પ્રસ્તુત વિષય કષાય છે. કષાયને વિદ્વાને અર્થ કરે છે કે કષ એટલે સંસાર, તેને આય એટલે લાભ જેથી થાય છે, અર્થાત્ સંસારમાં રઝળવાનું જેથી થાય છે, તે કષાય. આ અર્થ કેટલે દરજજે ખરે છે તે નીચે વાંચવાથી માલૂમ પડી આવશે.
કોધનું પરિણામ; તેને નિગ્રહ કરવાની આવશ્યકતા रे जीव ! सेहिथ सहिष्यसि च व्यथास्तास्त्वं नारकादिषु पराभवभूः कषायैः । मुग्धोदितैः कुवचनादिभिरप्यतः किं, क्रोधानिहंसि निजपुण्यधनं दुरापम् ॥१॥(वसन्ततिलका)
“હે જીવ! કષાય વડે પરાભવનું સ્થાન થઈને નારકીમાં તે અનેક પીડાઓ સહન કરી અને હજુ સહન કરીશ; તેથી મનુષ્યએ દીધેલ ગાળ વગેરે ખરાબ વચનથી ક્રોધ પામી જઈને મહામુશ્કેલીથી મળી શકે એવું પુણ્યધન તું કેમ નાશ પમાડે છે?” (૧)
વિવેચન--કષાય કરવાથી આ જીવે અત્યાર સુધીમાં અનેક દુઃખ સહન કર્યા; નારકીમાં પરમાધામીએ પડ્યો અને પરસ્પર લડ, નિગદમાં સબડ્યો અને વનસ્પતિમાં રખડો; તેમ જ રાશી લાખ છવાયેનિમાં કઈ બાકી રહી નહિ, એટલું જ નહિ પણ દરેક નિમાં અનંત વાર આંટા મારી આગે; આ સર્વનું કારણ રાગ-દ્વેષ છે. દુનિયામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org