________________
षष्ठो विषयप्रमादत्यागाधिकारः॥
પાંચમા દ્વારમાં શરીર પરને મેહ ઓછો કરવાનું કહ્યું અને તેવી રીતે મમત્વના મુખ્ય કારણભૂત સ્ત્રી, ધન, પુત્ર અને શરીર પરનું મમત્વ તજવાની વ્યાખ્યા પૂર્ણ થઈ. આ સર્વ બીહા મમત્વ છે. તેનો ત્યાગ કર્યા પછી અંતરંગ મમત્વને પણ ત્યાગ કરે જોઈએ; એટલે કે વિષયો ઉપરથી મન ઓછું થવું જોઈએ અને પ્રમાદ ન રાખવો જોઈએ. પ્રમાદ” શબ્દ બે અર્થમાં વપરાય છેએક અર્થ આળસ થાય છે તે સામાન્ય અર્થ છે, જેના પરિભાષામાં પ્રમાદ શબ્દની અંદર ઘણી વસ્તુને સમાવેશ થાય છે. પ્રમાદ શબ્દમાં વિષયને સમાવેશ થાય છે, તે પણ તેના તરફ ખાસ ધ્યાન ખેંચવાની જરૂર હોવાથી આ
અધિકારમાં તેનું જ વિશેષ વર્ણન કરવામાં આવ્યું છે. વિષય પાંચ પ્રકારના છેઃ સ્ત્રીસંગ, તિલમર્દન, બાવનાચંદનાદિ વિલેપન, સ્નાન, ઉદ્વર્તનાદિ સ્પર્શનેન્દ્રિયના વિષયે છે; મીઠા પદાર્થો ખાવા, આહારમાં વૃદ્ધ થવું અને નવા નવા સ્વાદે નિપજાવવા એ રસનેંદ્રિયના વિષય છે, પુષ્પ, અત્તરની સુગંધ લેવી એ ધ્રાણેન્દ્રિયના વિષય છે; પારકી સ્ત્રીઓ સામે જેવું, કટાક્ષ કરવા એ ચક્ષુરિન્દ્રિયના વિષયો છે; અને વેશ્યા તથા ગવૈયા વગેરેનાં ગાયનો તથા વાયોલીન, હારમોનિયમ, સતાર કે બેન્ડ વગેરે વાજિંત્રોના મધુર સ્વરે સાંભળવા એ શ્રાનેંદ્રિયના વિષયે છે. આ પાંચ ઈદ્રિયે જીવને બહુ દુઃખ દે છે. અને આ અધિકારમાં તેના સંબંધનું જ વિવેચન છે. પ્રમાદ પાંચ પ્રકારના છે–
मज्जं विसयकसाया, निद्दा विकहा य पंचमी भणिया ।
एए पंच पमाया, जीवं पाडंति संसारे ॥ ૧. મદ (આઠ પ્રકારના છેઃ તપ, શ્રત, બળ, અશ્વર્ય જાતિ, કુળ, લાભ, રૂ૫). ૨. વિષય (પાંચ ઇંદ્રિયના ૨૩ વિષયે છે). ૩. કષાય ક્રોધ, માન, માયા અને લોભ. એ પ્રત્યેક ચાર ચાર પ્રકારના હોવાથી સોળ ભેદ થાય છે.). ૪. નિદ્રા (નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા અને સ્થાનદ્ધિ). ૫. વિકથા (રાજકથા, દેશકથા, સ્ત્રીકથા અને ભેજનકથા).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org