________________
અધ્યાત્મક૯૫મ
[ પંચમ માટીના પિંડરૂપ, નાશવંત, દુર્ગધી અને રોગના ઘર એવા આ શરીર વડે જ્યારે ધર્મ કરીને તારું પિતાનું હિત સારી રીતે સાધી શકાય તેમ છે ત્યારે હે મૂઢ! તે પ્રકારને યત્ન કેમ કરતે નથી? (૮)
વિવેચન–આ શરીર પાર્થિવ માટીના પિંડરૂપ, નાશ પામનાર, દુગછનિક અને વ્યાધિનું ઘર વગેરે દેશોથી યુક્ત છે, ત્યારે હવે તેનાથી કાંઈ લાભ મળવાય તેમ છે? જે આપણને તેનાથી કોઈ પણ પ્રકારનો લાભ મળી શકે તેમ હોય તો તે સાધી લેવો. જ્ઞાની મહારાજ કહે છે કે “ઈદ્રિયદમન, સંયમપાલન વગેરે મહાન કાર્યો આ શરીર દ્વારા થઈ શકે છે. તે કરવાને માટે અત્ર ઉપદેશ આપે છે. વિદ્વાનોનું કર્તવ્ય અને ખૂબી એ છે કે તદ્દન ખરાબ પણ છોડી ન શકાય તેવા પદાર્થને શુભ ઉપયોગ શોધી કાઢવે, એટલે કે આ શરીર ઉપર જણાવેલા અવગુણોવાળું છતાં પણ જ્યારે છોડી શકાય તેમ નથી, ત્યારે તેનાથી જે જે આત્મહિત થાય તેમ હોય તે તે કરી લેવું, તેમાં કિંચિત પણ પ્રમાદ કરે નહિ. અત્યારે ચેતવું નહિ અને પાછળથી પશ્ચાત્તાપ કરે તે મૂખનું કામ છે. (૮૬૧)
આ પ્રમાણે દેહ-મમત્વ-મેચન દ્વારા પૂર્ણ થયું. આ કારમાં જે શિક્ષા છે તેને નીચે પ્રમાણે સંક્ષેપ થઈ શકે –
૧. શરીરને પોષવું તે, નિસ્પકારી પર આભાર કરવા જેવું છે. ૨. શરીર તારું પિતાનું નથી, પણ મેહરાજાએ બનાવેલું બંદીખાનું છે. ૩. શરીર તારી નેકરીમાં નથી, તે તો મેહ રાજાની સેવામાં છે. ૪. શરીરરૂપ કેદખાનામાંથી છૂટવા માટે તારે અસાધારણ પ્રયાસ-પુરુષાર્થ કરે ઘટે છે. ૫. શરીરરૂપ કેદખાનામાંથી છૂટવાને ઉપાય સારી કૃતિને સંચય કરો તે છે. ૬. શરીરને ઓછું પંપાળવું અને ઈદ્રિયોને સંયમ કર. ૭. શરીરથી આત્મહિત કરવા ધમ ધ્યાન કરવું. ૮. શરીરને ભાડાનું ઘર માનવું. ૯. શરીરને છોડતી વખતે જરા પણ દુઃખ લાગે નહિ એવી વૃત્તિઓ કરવી. ૧૦. શરીરની અશુચિ પર વિચાર કરે.
સ્ત્રી, પુત્ર, ધન અને શરીર પર મોહ રાખશે નહિ, એમ જ્ઞાનીઓ તો પિકાર કરી કરીને વારંવાર કહી ગયા છે; પરંતુ આ જીવ સમજ્યા છતાં પણ મોહ છોડી શકતો નથી. ખાસ કરીને શરીરની બાબતમાં તો દેખીતી ભૂલ થાય છે, કારણ કે શરીરને પંપાળવાથી તે તે એટલી રીતે હેરાન કરે છે કે કાંઈ વાત નહિ; તબિયત નાજુક બનાવી દે છે અને અનેક ચાળા કરાવે છે. આ સર્વને હેતુ એ જ છે કે તેઓ શરીરને ભાડાનું ઘર સમજતા નથી, પણ ઘરનું ઘર સમજે છે. તેમને મરણ વખતે આ શરીર છોડવું બહુ મુશ્કેલ પડે છે. પણ તેવું કોને થાય છે? જેઓને આગામી ભવે સારી જગ્યા મેળવવાની
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org