________________
અધ્યાત્મકલ્પમ
[ પંચક યુક્તિ કરવી કે તેને થોડું થોડું ખવરાવવું અને મોક્ષનું સાધન તેના વડે જ તૈયાર કરવું અને તારે પાંચ ઇન્દ્રિયો પર સંયમ રાખવો ને પાંચ પ્રમાદરૂપ દારૂ તો કદી પીવે જ નહિ.”
મુનિસુંદરસૂરિ મહારાજના આ ઉપદેશ ઉપર હાલમાં જીવ વિચાર ચલાવે છે. ઉપદેશ પ્રમાણે અમલ થવાની બહુ જરૂર છે. પણ વાત એમ છે કે આ જીવ પારકી પંચાત કરવી હોય ત્યારે બહુ લાંબા-પહોળો થઈને વાતો કરવા મંડી જાય છે, પણ તેને પિતાના શરીરનું ભાન નથી. તે માંદે પડે તે કરી કરવાનું વૈદ્ય કહે ત્યારે ગોટા વાળશે અને સાજો હશે ત્યારે આખો દિવસ બંદૂકમાં દારૂ ભર્યા જ કરશે. અલ્પજ્ઞ જીવને વસ્તુસ્વરૂપનું જરા પણ ભાન નથી, તેથી મદિરામાં મસ્ત રહી અકાર્ય કરે છે; અનાચરણ સેવે છે અને દુઃખી થાય છે. કોઈ વખત એક નાની ફેડકી થઈ હશે તો હાયેય કરી મૂકશે અને કોઈ વખત તાવ આવ્યો હશે તે પણ કામ છડશે નહિ. વાસ્તવિક રીતે તેનાં સર્વ આચરણો જોવામાં આવે તો દારૂ પીધેલના જેવાં જ લાગશે; પણ દારૂ કે છે અને પાનાર કોણ છે તે આ જીવ સમજતો નથી. અને તેથી જ તેને સીધી રીતે જ્ઞાન થતું નથી. આ લેકમાં તેનું જ સ્વરૂપ બતાવ્યું છે તે સમજીને શરીર પાસેથી તે કામ કાઢી લેવાનું છે. રીતસર તેને પિષીને તેની પાસેથી સંયમપાલનરૂપ કામ કરાવી લેવું. પુષ્ટિકારક ખોરાક પર તેટલો શક્તિવ્યય ન હોય તો અપચો –અજીર્ણ થાય છે અને થેલી વસ્તુ આપી વધારે કામ લેવું એ વ્યવહારદક્ષતા ગણાય છે. એ નિયમ શરીરના સંબંધમાં પણ લાગુ પડે યુક્ત છે. (૫) ૫૮)
શરીરની અશુચિ; તેનાથી સ્વહિત સાધી લેવું એ કર્તવ્ય છે. यतः शुचीन्यप्यशुचीभवन्ति, कृम्याकुलात्काकशुनादिभक्ष्यात् । द्राग् भाविनो भस्मतया ततोऽङ्गात् , मांसादिपिण्डात् स्वहितं गृहाण ॥६॥ (उपजाति)
જે શરીરના સંબંધથી પવિત્ર વસ્તુઓ પણ અપવિત્ર થઈ જાય છે, જે કૃમિથી ભરેલું છે, જે કાગડા-કૂતરાને ભક્ષણ કરવાને યોગ્ય છે, જે છેડા વખતમાં રાખ થઈ જવાનું છે અને જે માંસને જ પિંડ છે, તે શરીરથી તું તે તારું પોતાનું હિત સાધી લે.”(૬)
વિવેચન–અતિ સુંદર વસ્તુઓ પણ શરીરના સંબંધમાં આવતાં અપવિત્ર થઈ જાય છે. શ્રી મહિલનાથે છ રાજાઓને જે અકસીર ઉપદેશ આપ્યો તે આ શરીરની રચના બતાવીને જ આપ્યું હતું. આવું શરીર જીવતું હોય એટલે કે જ્યાં સુધી તેમાં આત્માચેતન હોય ત્યાં સુધી કૃમિ વગેરેથી ભરેલું હોય છે અને મરણ પામ્યા પછી તે જરા પણ ઉપયોગમાં આવતું નથી. હેરનાં ચામડાં, માંસ, પૂછડાં, શીંગડાં, ખરી, હાડકાં અને ચરબીના પણ પૈસા ઊપજે છે, ત્યારે માણસનું શરીર તે બિલકુલ નકામું જ છે, અને ચાર દિવસ કદી પડ્યું રહે તે રોગનો ઉપદ્રવ કરે છે. તેથી મરણ પછી તેની રાખ કરી નાખવામાં આવે છે. હાલ છે તે પણ માંસનો લોચો જ છે. એવા શરીર પર મોહ શે કર? જે દુર્ગધ દૂરથી જોઈ નાક આડા રૂમાલ દઈ એ છીએ, તેવી જ દુર્ગધ આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org