________________
અધિકાર ] દેહમમત્વમેચન
[ ૯૫ શરીરમાં ભરેલી છે. આ સંબંધમાં છઠ્ઠી ભાવના વાંચવાની ભલામણ કરવામાં આવે છે. પુરુષનાં નવ અને સ્ત્રીનાં બાર દ્વારમાંથી ગટરની જેમ અપવિત્ર પદાર્થો નીકળ્યા જ કરે છે અને સુંદર પદાર્થો શરીરના સંસર્ગથી તે રૂપને પામેલા હોય છે અને પામતા જાય છે.
હવે આટલા ઉપરથી જાણવાનું એ છે કે ઉપરના શ્લોકમાં વિસ્તારથી સમજાવ્યું તે પ્રમાણે શરીરને જરા જરા ખવરાવીને તેનાથી આત્મહિત કરી લેવું. જેમ શરીરથી સંસારમાં ડૂબાય છે તેમ તેનાથી જ તરી શકાય છે, માટે આ શરીરને સદુપયોગ કરે. આ જ ભાવ નીચેના બે શ્લોકથી વધારે સ્પષ્ટ થશે. (૬; ૫૯)
શરીર ભાડે રાખેલ ઘર છે. परोपकारोऽस्ति तपो जपो वा, विनश्वराद्यस्य फलं न देहात् ।। सभाटकादल्पदिनाप्तगेहमृत्पिण्डमूढः फलमश्नुते किम् ? ॥ ७॥ ( उपजाति)
જે નાશવંત શરીરથી પરેપકાર, તપ, જપરૂપ ફળ થતાં નથી તે શરીરવાળે પ્રાણી છેડા દિવસને માટે રાખેલા ઘરરૂપ માટીના પિંડ પર મોહ પામીને શું ફળ મેળવે?” (૭)
વિવેચન-નયસારના ભવથી વીરપરમાત્માના જીવે પર પકાર, તપ અને ધ્યાનની શરૂઆત કરી, શરીર પરનું મમત્વ છેડી દીધું અને છેલ્લા ભવમાં સાડાબાર વર્ષ તપ કર્યું અને ઉપસર્ગો સહન કર્યા, તેનું વર્ણન વાંચતાં પણ વિચાર થઈ જાય છે, આવી રીતે શરીરનો ઉપયોગ કરવાનો અત્ર ઉપદેશ છે. આવું જ ન થઈ શકે તે પછી શરીરપ્રાપ્તિથી લાભ શે ?
ટીકાકાર શ્રી ધનવિજય ગણિ લખે છે કે “કેઈ પ્રાણીએ ભાડું આપીને થડા દિવસ માટે એક ઘર ભાડે રાખ્યું હોય અને પછી “આ મારું ઘર છે અને વપરાશે તે નાશ પામશે” એમ માની તે ઘરને વાપરતે નથી. પછી મુદત પૂરી થાય છે એટલે ઘર તે છોડી દેવું પડે છે. તેવી જ રીતે આ શરીર જીવને ટૂંક (પરિમિત) આયુષ્યયુક્ત પ્રાપ્ત થાય છે ત્યારે આ જીવ વિચાર કરે છે કે પરોપકાર, તપસ્યા વગેરે કરીશ તે આ શરીર દુર્બળ થઈ જશે, માટે આપણે તે તેવું કાંઈ પણ કરવાના નથી. આવા પેટા વિચારથી મૂઢ બુદ્ધિવાળો જીવ શરીરનો સદુપયોગ કરતા નથી અને આયુષ્ય પૂર્ણ થાય છે કે તરત શરીરને તજી દેવું પડે છે, ત્યારે તે મનુષ્યભવ અને શરીર બંનેથી ભ્રષ્ટ થાય છે.”
શરીરને ક્યારે પિષવું, કેમ પોષવું, શા માટે પિષવું વગેરે સવાલને અત્ર નિર્ણય બતાવ્યો છે, તે મનન કરવા ચોગ્ય છે. (૭; ૬૦)
શરીરથી કરી શકાતું આત્મહિત मृत्पिण्डरूपेण विनश्वरेण, जुगुप्सनीयेन गदालयेन । - देहेन चेदात्महितं सुसाधं, धर्मान्न किं तद्यतसेऽत्र मूढ ? ॥ ८॥ (उपजाति)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org