________________
અધિકાર ]
દેહમમત્વમેચન થોડું આપી વધારે લેવાને જીવને ઉપદેશ दुष्टः कर्मविपाकभूपतिवशः कायाह्वयः कर्मकृत् , बद्धवा कर्मगुणैर्छ पीकचषकैः पीतप्रमादासवम् । कृत्वा नारकचारकापदुचितं त्वां प्राप्य चाशु च्छलं, गन्तेति स्वहिताय संयमभरं तं वाहयाल्पं ददत् ॥ ५॥ (शार्दूलविक्रीडित )
“શરીર નામને નેકર કર્મવિપાક રાજાને દુષ્ટ સેવક છે, તે તને કર્મરૂપી દેરડાએ બાંધીને ઇદ્રિરૂપી દારૂ પીવાનાં પાત્રો વડે તને પ્રમાદરૂપ મદિરા પાશે. આવી રીતે તને નારકીનાં દુઃખ ખમવાને યોગ્ય કરીને પછી કાંઈ બહાનું કાઢીને તે સેવક ચાલ્યો જશે, માટે તારા પિતાના હિતને માટે તે શરીરને થોડે થોડે સંયમને ભાર આપીને તું વહન કર.”(૫)
વિવેચન–એક કર્મવિપાક નામે રાજા ચતુર્ગતિ નગરીમાં રાજ્ય કરે છે. આ રાજાને અનેક સેવકે છે અને શરીર પણ અનેકમાંનો એક સેવક છે. હવે રાજા દરરોજ કચેરી ભરે છે. એક દિવસ આ જીવ યાદ આવ્યો એટલે પિતાના સેવકોને હુકમ કર્યો કે આ જીવને બંદીખાનામાં નાખી દે. નહિ તે કદાચ તે મોક્ષનગરમાં ચાલ્યા જશે, કે જ્યાં આપણી સત્તા ( Jurisdiction) ચાલતી નથી. શરીર નામના સેવકે તૈયારી કરી અને રાજાને કહ્યું કે જીવને કબજે રાખવા સારુ દેરડને ખપ પડશે. કર્મવિપાકે કહ્યું:
અરે કાયા ! તેમાં તારે મૂંઝાવાનું નથી. આપણું શાળામાં કર્મ નામનાં હજારે દેરડાં છે, તેમાંથી તારે જોઈએ તેટલાં લઈ લે. ફક્ત તું આ જીવથી સાવચેત રહેજે, નહિ તે તને તે થાપ ખવરાવી દેશે.” વળી પાછો શરીરસેવકને વિચાર થયો કે કામ કરું છે. તેથી રાજાને કહ્યું કે “મહારાજ! આ જીવમાં તે અનંત શક્તિ છે, તેથી મને મારીને હઠાવી દે, માટે કઈ એવી વસ્તુ આપો કે તેના ઘેનમાં તે પડ્યા રહે અને સ્વશક્તિને તેને ખ્યાલ જ આવે નહિ.” આ ઉપરથી બહુ વિચાર કરીને રાજાએ મધ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા એ પાંચ પ્રમાદરૂપ આસવ (દારૂ) આપ્યા અને ભલામણ કરી કે ઇદ્રિરૂપ વાસણમાં આ આસવ લઈ તારે જીવને પાયા કર.
આવી રીતે પોતાના રાજાને હુકમ થતાં શરીરે તરત જ તેને અમલમાં મૂક્યા. દારૂના ઘેનમાં મગ્ન થઈ ગયેલા જીવને કૃત્યકૃત્યને પણ વિવેક રહ્યો નહિ. અને જ્યારે શરીરને ચોક્કસ થયું કે આ જીવ હવે મોક્ષે જશે નહિ પણ નારકીમાં જ જશે, ત્યારે પિતાનું કાર્ય ફતેહ થયું છે એમ માની આ જીવને છોડીને ચાલ્યો જવાને વિચાર કરવા લાગ્યું. એવામાં અકસ્માતુ ગુરૂમહારાજ (શ્રી મુનિસુંદરસૂરિ) આ જીવને મળી ગયા. બંદીખાનામાં પીધેલ અવસ્થામાં પડેલા આ જીવને જોઈને તેઓને બહુ દયા આવી, એટલે તેમણે તે જીવને કેદખાનાનું સ્વરૂપ સમજાવ્યું અને પછી કહ્યું કે “હે ભાઈ! આ બંદીખાનામાંથી અત્યારે પણ નીકળી જા, આ શરીર જરા લોભી છે, માટે તારે એવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org