________________
पञ्चमी देहममत्वमोचनाधिकारः॥
—
–
અત્યાર સુધીની હકીકતથી જણાયું હશે કે સ્ત્રી, પુત્ર અને ધનને મહા આ પ્રાણીને બહુ બંધનકર્તા છે. આ ત્રણ પ્રકારના માહ સાથે શરીર પરને મોહ પણ વિચારવા જેવું છે. શરીર પરના મેહથી ફસાઈ પિતાનું કર્તવ્ય ચૂકવું નહિ અને શરીરને અતિ નાજુક તબિયતવાળું બનાવવું નહિ, એવા ઉદ્દેશથી આ અધિકાર લખાયેલું છે.
શરીરને પાપથી પિષવું નહિ पुष्णासि यं देहमघान्यचिन्तयंस्तवोपकारं कमयं विधास्यति ॥ कर्माणि कुर्वनिति चिन्तयायति, जगत्ययं वश्चयते हि धूर्तराट् ॥१॥ (वंशस्थ)
પાપને અણુવિચારતે જે શરીરને તું પિષે છે તે શરીર તારા ઉપર શું ઉપકાર કરશે? (તેથી તે શરીર માટે હિંસાદિક) કર્મો કરતાં આવતાં કાળને વિચાર કર. આ શરીરરૂપ ધુતારો પ્રાણને દુનિયામાં છેતરે છે. (૧)
વિવેચન--શરીરને પિષણ કરવા સારુ, તેને હીન બરાક અને ઉપચાર કરાવવા પડે છે અને તે માટે પૈસા પેદા કરવા પડે છે; હિંસા, અસત્ય વગેરે પાપો સેવવાં પડે છે; શરીર ધીમે ધીમે નાજુક તબિયતનું બની જાય છે. તેને સાબુ ચાળવા, પંખા નખાવવા અને અખાદ્ય પદાર્થો દવારૂપે ખવરાવવા પડે છે. આવી રીતે પોષણ કરેલું શરીર પણ જરાયે બદલે વાળતું નથી, વારંવાર કંટાળો આપ્યા કરે છે અને ઊલટું ઘણી વખત તે રેગનું ઘર થઈ પડે છે.
વળી, આવા કર્મો કરતી વખતે પ્રાણીઓ ભવિષ્ય કાળને વિચાર કરે જોઈએ. શરીરને જરા સુખ આપવા ખાતર જેનાં નામ ન આપી શકાય તેવી દવાઓ ખાતાં છતાં, તે તે પોતાનું ધાર્યું જ કરે છે અને પરભવમાં નીચ ગતિ થાય છે તે નફામાં રહે છે. વળી, આવાં કર્મોથી પિષેલ શરીર પણ નાશ તે પામેં જ છે, આપણે તેને પોતાનું
* ચેથા પાદમાં જતિને બદલે કોઈ સ્થાનકે નહિ એ પાઠ છે, તેને અર્થ “જગતનાં પ્રાણીએને એમ હોઈ શકે; પણ પ્રથમ પાઠ વધારે સમીચીન જણાય છે. અ. ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org