________________
૯૦ ] અધ્યાત્મકલ્પમ
[ પંચમ માની બેઠા છીએ, પણ વાસ્તવિક સ્વરૂપ તેમ નથી. ખરેખર, વિદ્વાન ગ્રંથકર્તા કહે છે તેમ, શરીરરૂપ ધુતારો સર્વ પ્રાણીઓને ઠગે છે. કહેવાનો મતલબ એ છે કે શરીરને પાપી કાર્યથી પિછવું નહિ, ધાર્મિક કાર્યમાં ઉપયોગી થાય છે તેથી તેને જોઈને નિરવા રાક આપી મમત્વ વગર પાળવું, એટલું જ કર્તવ્ય છે.
શરીર પરને મોલ સંસારમાં રઝળાવે છે, એ નિઃસંશય છે. સનકુમાર ચક્રવતીને શરીર પર બહુ પ્રેમ હતો, પણ જ્યારે તે મહ પરાકાષ્ઠાએ પહોંચ્યો ત્યારે શરીર વિષમય થઈ ગયું. પુરાણમાં ત્રિશંકુ માટે એક દષ્ટાંત આપેલ છે. તે પણ શરીર પર અત્યંત પ્રેમ રાખનારને બોધ આપે તેવું છે. આ ત્રિશંકુ રાજાને શરીર પર એટલે બધો પ્રેમ હતો. કે એ જ શરીરથી સ્વર્ગમાં જવાની તેને ઈરછા થઈ. પોતાના કુળગુરુ વસિષ્ઠને આ વાત
જ્યારે કહી ત્યારે તેઓએ તે વાતને હસી કાઢી. ત્યાર પછી પોતાના પુત્રોને પ્રયત્ન કરવા કહ્યું, પરંતુ તેઓએ પણ મશ્કરી કરી વાત ઉડાવી દીધી. આટલા ઉપરથી ત્રિશંકુ ગુસ્સે થઈ ગયો અને વિશ્વામિત્ર પાસે ગયા. વિશ્વામિત્રના કુટુંબ ઉપર દુકાળના વખતમાં ત્રિશંકુએ ઉપકાર કર્યો હતો, તેથી વિશ્વામિત્રે તેની માગણી કબૂલ કરી અને યજ્ઞ કરવા માંડ્યો તપના પ્રભાવથી વિશ્વામિત્રે ત્રિશંકુને આકાશમાં ચઢાવવા માંડ્યો, પણ સ્વર્ગના ગઢ આગળ પહોંચે ત્યાં છે તેને ઊંધે માથે પછાડયા. અધે રસ્તે પહોંચ્યો ત્યાં વિશ્વામિત્રે આ વાત જાણું એટલે બોલ્યા કે તિg fફા તિg! આ ઉરચારથી ત્રિશંકુ ઊંધે માથે વચ્ચે લટકી રહ્યો ન મળ્યું સ્વર્ગ સુખ અને ન મળ્યું સંસારસુખ! શરીર પરના મમત્વથી બને
ચું (આપ્ટે ડિફિશનેરી). આ હકીકત પરથી શરીરમાં કેટલું નુકશાનકર્તા છે એ જોવાનું છે (૧; ૫૪)
શરીર-કારાગૃહમાંથી છૂટવાને ઉપદેશ कारागृहाद् बहुविधाशुचितादिदुःखान्निर्गन्तुमिच्छति जडोऽपि हि तद्विभिद्य । क्षिप्तस्ततोऽधिकतरे वपुषि स्वकर्मवातेन तद्ढयितुं यतसे किमात्मन् ?॥२॥(वसन्ततिलका)
મૂર્ખ પ્રાણી હોય છે તે પણ અનેક અશુચિ વગેરે દુખેથી ભરેલા બંદીખાનાને ભાંગીને બહાર નીકળી જવા ઈચ્છા રાખે છે. તારાં પિતાનાં કર્મો વડે જ તેથી પણ વધારે આકરાં શરીર–બંદીખાનામાં તું નખાયે છે, છતાં તે બંદીખાનાને વધારે મજબૂત કરવા શા સારુ પ્રયત્ન કરે છે ? (૨)
વિવેચન–કેદખાનામાં સુધા, તૃષા, ગંદકી, સખ્ત કામ વગેરે અનેક દુઃખ સહન કરવાં પડે છે, તેથી તેમાં રહેલા માણસની વૃત્તિ એવી જ હોય છે કે ક્યારે આમાંથી છૂટું ક્યારે લાગ મળે ને આ સળિયા ભાંગી નાસી જાઉં? શરીરરૂપ કેદખાનામાં તે મહા-અશુચિ ભરેલી છે, તેમાંથી નાસી જવાનો યત્ન કરવાને બદલે આ જીવ તેને સુંદર આહાર, આઈસ્ક્રીમ, કેલ્ડ્રીંક, કનિષ્ઠ ઔષધિઓથી ઊલટે પાળે છે, પોષે છે, ચેળે છે, પંપાળે છે અને તેને જરા પીડા થતાં ગાંઘેલ બની જઈ હાયય કરી મૂકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org