________________
૮૦ ] અધ્યાત્મકલ્પમ
[ ચતુર્થ આટલું દુઃખ દેનાર, નીચ જાતિમાં (તિર્યંચમાં) ગમન કરાવનાર પૈસાને માટે શું કહેવું અને તેના પર મોહ કેવે કરે, તે વિચારવા જેવું છે.
રાજા, ચક્રવર્તી અને આખી દુનિયાને માથે લેનારા બીજા શૂરવીરે ચાલ્યા ગયા ત્યારે તેઓના પૈસાએ તેઓને બચાવ્યા નહિ, અને મોટા ધવંતરિ વૈદ્યો કે હેકટરે પણ બચાવી શક્યા નહિ, મેટા ધનવાને માંદા પડે છે ત્યારે તેઓને અસાધ્ય વ્યાધિમાંથી પૈસા બચાવી શકતા નથી, તેમ બીજી આપત્તિમાંથી બચાવવાને પણ ધન સમર્થ નથી. આવી રીતે શારીરિક તેમ જ માનસિક, અહિક તેમ જ આ મુમ્બિક અનેક દેનાં મૂળ પૈસા પર મોહ કેમ કરે અને તેવા પૈસાથી આશા શી રાખવી? નંદ રાજાની સેનાની ડુંગરીઓ પણ અંતે કોઈ કામમાં આવી નથી, એ ધ્યાનમાં રાખવા જેવું છે. (૨૪૮)
ધનથી સુખ કરતાં દુ:ખ વધારે છે. ममत्वमात्रेण मनःप्रसाद-सुखं धनरल्पकमल्पकालम् । आरम्भपापैः सुचिरं तु दुःख, स्याद् दुर्गतौ दारुणमित्यवेहि ॥३॥ (उपजाति)
આ પૈસા મારા છે એવા વિચારથી મનપ્રસાદરૂપ છે અને થોડા વખતનું સુખ પૈસાથી થાય છે, પણ આરંભના પાપથી દુર્ગતિમાં લાંબા વખત સુધી ભયંકર દુઃખ થાય છેઃ આ પ્રમાણે તું જાણ.” (૩)
વિવેચન-“આ ઘર મારું, આ ઘરેણાં માર્શ, વટાવખાતામાં આટલી રકમ જમે છે તે મારી” એવા માની લીધેલા મારાપણાના મમત્વથી મન જરા પ્રસન્ન થાય છે અને તેવી મનની પ્રસન્નતામાં આ છ સુખ માનેલું છે. વાસ્તવિક સુખને અનુભવ ન હોવાથી આમાં સુખ લાગે છે, પણ તે સુખ માત્ર નામનું છે, મનની શાંતિમાં અગાઉ જે સુખ બતાવ્યું છે તે સુખ આગળ આની કાંઈ ગણતરી પણ નથી. વળી, આ સુખ બહુ થાડે વખત રહે છે. હાલ મનુષ્યનું બહુ તે સો વર્ષનું આયુષ્ય ગણીએ તે અનંત કાળની પાસે તે કંઈ લેખામાં નથી. વળી, આટલા અલ્પ સમયમાં આરંભાદિ વડે દ્રવ્ય મેળવીને જે સુખ મેળવવા પ્રયત્ન કરીએ તેને પરિણામે અસંખ્ય વર્ષો સુધી નારકી અને નિગોદનાં દુખે ખમવો પડે છે. શ્રી ધર્મદાસ ગણી કહી ગયા છે કે “જે સુખની પછવાડે દુઃખ હોય તેને સુખ કહી શકાય જ નહિ.” આ સંસારમાં પણ પચાસ વર્ષ સુધી ગૃહસ્થસ્થિતિમાં રહેલો માણસ પછવાડેનાં પાંચ વર્ષ જે દુઃખી થાય છે તે તેનું પ્રથમનું સુખ કાંઈ ગણતરીમાં પણ આવતું નથી.
પૈસાથી સુખ કેવું અને કેટલું છે તેનું તત્ત્વજ્ઞાન જાણ્યા પછી તને એગ્ય લાગે તે તેના પર મેહ કરજે. કેટલીક બાબતમાં પ્રાકૃત લકપ્રવાહથી ખેંચાઈ જવું એગ્ય નથી. દુનિયા જે દ્રવ્યવાનને મહાસુખી ધારતી હોય તેના અંતઃકરણને જઈને પૂછવું કે તેને ખરું સુખ છે? દુનિયાના પાકા અનુભવીઓ કહે છે કે પિસાથી એકાંત ઉપાધિ છે; સુખ હોય તે સંતેષમાં જ છે. અને ચાલુ સ્થિતિને તાબે થઈ મનને આનંદમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org