________________
चतुर्थो धनममत्वमोचनाधिकारः॥
આ પ્રાણીને માહ સંસારમાં પરિભ્રમણ કરાવે છે. અનેક પ્રકારના મેહમાં પિસા અને સ્ત્રીપુત્રનો મેહ વિશેષ હેરાન કરે છે. સ્ત્રી તથા પુત્રના મોહ સંબંધી વિવેચન થઈ ગયું. હવે તેનાથી જરા પણ ન ઊતરે તેવ, બલકે તેથી પણ વધારે રખડાવનાર ધનને મોહ કે છે? કેને થાય છે ? શા માટે થાય છે? તેનો પ્રતિકાર શે?—વગેરે સ્વરૂપયુક્ત ચિ અધિકાર બતાવે છે –
પૈસા પાપના હેતુભૂત છે - याः सुखोपकृतिकृत्त्वधिया त्वं, मेलयन्नसि रमा ममताभाक् ।
पाप्मनोऽधिकरणत्वत एता, हेतवो ददति संसृतिपातम् ॥१॥ ( रथोद्धता)
લમીની લાલચમાં લેવાયેલે તું (સ્વ)સુખ અને ઉપકારની બુદ્ધિથી જે લમી મેળવે છે તે અધિકરણ હેવાથી પાપની જ હેતુભૂત છે અને સંસારભ્રમણને આપનારી છે.” (૧)
વિવેચન-ધન મેળવતી વખતે પિતાને સુખ મેળવવાની અને સ્વજન, કુટુંબ, મિત્રાદિ પર ઉપકાર કરવાની બુદ્ધિ હોય છે. (ગ્રંથકર્તા બહુ સારે ભાવ લઈને આ લખે છે, પરંતુ સત્ય હકીકત જોઈએ તે આવી બુદ્ધિ પણ બહુ છેડાને હેય છે. ઘણું લક્ષમીવાને તે પોતે સુખ ભોગવતા નથી, દાન દેતા નથી, માત્ર લક્ષ્મીની તિજોરી ઉપર ચેકી જે કર્યા કરે છે !) આવા હેતુથી મેળવાતી અને મેળવેલી લક્ષ્મી પણ કર્માદાન વગેરે અનેક પાપથી ભરપૂર જ હોય છે. અને એવાં પાપથી ભારે થયેલે પ્રાણી સંસાર સમુદ્રમાં ડૂબતે જાય છે અને પછી અનંતકાળ સુધી ઊંચે આવી શકતા નથી.
મમ્મણ શેઠ પાસે પુષ્કળ દ્રવ્ય હતું, છતાં પોતે તે તેલ ને ચેળા જ ખાતે હતે અને ઘેર અંધારી રાત્રિએ વરસતા વરસાદમાં નદીના પૂરમાંથી લાકડાં ખેંચીને પૈસા સારુ અનેક કષ્ટ વેઠતે હતે. તે મરીને ક્યાં ગયે ? નરકમાં જવાથી સંસારપાત જ થ. ઈતિહાસમાં આપણે જોઈએ છીએ તે ધન-પૈસા ખાતર અનેક જીને નાશ કરવામાં આવે છે અને જેઓ પૈસા મેળવે છે તેઓ પોતાને લેભ પૂરો પાડવા સારુ જ પૈસા મેળવે છે. જુલિયસ સીઝર, પિમ્પી, મેરિયસ, નેપોલિયન બોનાપાર્ટનાં ચરિત્રે એ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org