________________
[ ૭૭
અધિકાર ]
અપત્યમમત્વમોચન કહેવાનો મતલબ નથી; રામ અને અભયકુમાર જેવા પણ છે, * પણ પોતાને પુત્ર કે નીવડશે તે વીમો છે અને તે વીમાની ખાતર પિતાનું આત્મસાધન ન કરવું એ અનુચિત છે. આ ત્રણ કારણથી અપત્યનેહબદ્ધ થવું નહિ. બીજા કાવ્યને છેડે થયેલી શંકાનું અત્ર નિવારણ થઈ જાય છે. (૪, ૪૬)
આવી રીતે ત્રીજું અપત્યમમત્વમોચન દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે. પુત્રપ્રાપ્તિથી અતિ હર્ષ માનવે નહિ, પુત્ર મરણથી દિલગીર થવું નહિ અને પુત્રપુત્ર્યાદિના બંધનથી સંસાર વધારે નહિ એ મુખ્ય ઉદેશ છે. આ સંબંધમાં વધારે અગત્યની બાબત એ છે કે પુત્ર ન હોય તે દુર્બાન કરવું નહિ. પુત્રપુત્રી હોય તે તેને કાઢી મુકાતાં નથી, પણ ન હોય તેણે સંતેષ રાખવું જોઈએ. તેઓએ માનવું કે દુનિયાની મોટી જંજાળથી તેઓ મુક્ત છે અને આત્મસાધન, ધર્મકાર્યમાં દ્રવ્યવ્યય અને દેશસેવામાં જીવન અર્પણ કરતાં તેઓને કશી અડચણ નથી. અત્યંત દિલગીરી સાથે લખવું પડે છે કે મનુષ્યવ્યવહારમાં આથી તદ્દન વિરુદ્ધ દેખાવ નજરે પડે છે, ખાસ કરીને કેળવણીથી બેનસીબ રહેલા માણસે પુત્રપ્રાપ્તિ સારુ શાસ્ત્ર અને સંપ્રદાય વિરુદ્ધ આચરણ કરે છે. જાણે કે પુત્રથી જ મોક્ષ હોય તેમ માની લૌકિક મિથ્યાત્વરૂપ માનતા માને છે, લીલ પરણાવે છે અને આખો દિવસ દુર્બાન કર્યા કરે છે, આટલું જ નહિ પણ કેટલાએક મૂખંનદ તે તેને માટે એક છતાં બીજી સ્ત્રી પણ પરણે છે. આને બદલે તે ભાઈને અથવા સત્રને કે બીજે ચાલાક પુત્ર દત્તક કરી લેવો તે પણ અમુક અંશે સારું છે, કારણ કે તેથી પુત્રપ્રાપ્તિની ઇચ્છા પૂર્ણ થાય છે અને પિતાની સ્ત્રીને અન્યાય થતું નથી. બાકી, એક સ્ત્રીની હયાતીમાં બીજી સ્ત્રી કરવામાં તે અભણ સ્ત્રીઓ પોતાને હક્ક સ્થાપન કરી શકતી નથી તેથી તેના ભર્તારે તેની નબળાઈને ગેરલાભ લે છે. પણ આવું સ્વાથી પણું હવેના જમાનામાં ચાલવાનું નથી. પુત્રવાનને શું સુખ છે તે તેઓ જતા નથી. તેમાં બિલકુલ સુખ નથી, પણ દૂરથી જોતાં બહુ પુત્રવાળે સુખી જણાય છે. પુત્રવાનને પુત્રની ખાસ કિંમત નથી, પણ પુત્ર ન હોય તેઓ પોતાની જિંદગીને નિષ્ફળ માને છે. આ તદ્દન અજ્ઞાનતા અને મેહને કેફ છે. તેના પર જ્ઞાનને પ્રકાશ પડવાની જરૂર છે. અપત્ય પર ને રાખી સંસારયાત્રા વધારવી, એ જૈન શાસ્ત્રને ઉદ્દેશ નથી. ચેથા શ્લેકમાં જે ત્રણ કારણે બતાવ્યાં છે તે તરફ ખાસ ધ્યાન ખેંચવામાં આવે છે. આ અધિકારમાં સર્વથી ઓછા શ્લોક છે, પણ મુદ્દાની હકીકતને સંક્ષેપમાં સારી રીતે સમાવેશ કરી લીધું છે.
इति सविवरणोऽपत्यममत्वमोचननामा तृतीयोऽधिकारः ॥ * આવા પુત્રો થેડા હોય છે, તેથી જ ગ્રંથકર્તા “સંદેહ' શબ્દ મૂકે છે; જ્યારે પ્રથમની બે , બાબતમાં નિર્ણય બતાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org