________________
અધિકાર] અપત્યમમત્વમેચન
[ ૭૫ મહારાગ્યભાવ જાગ્રત થતાં કેઈ આસન્નસિદ્ધિ જીવને સંસારત્યાગ કરવાની ઈચ્છા થાય છે ત્યારે સ્ત્ર અને પુત્ર કેટલાં બંધનરૂપ થાય છે, તે અનુભવસિદ્ધ છે. આત્મધર્મ અને ઊંચા પ્રકારની ફરજ અદા કરવા જતાં પુત્રધર્મ અને પતિધર્મને કાંઈ પણ બાધ આવે તે વધારે માન હમેશાં આત્મધર્મને જ મળવું જોઈએ અને જનયજ્ઞ માટે પિતૃયજ્ઞ કે પુત્રયજ્ઞને ભોગ આપવો પડે તે પણ સર્વ ધર્મને તે ઈષ્ટ જ છે. (૧; ૪૩)
પુત્ર-પુત્રી શલ્યરૂપ છે તેનું દર્શન आजीवितं जाव ! भवान्तरेऽपि वा, शल्यान्यपत्यानि न वेत्सि किं हृदि ?। चलाचलैर्विविधार्तिदानतोऽनिशं निहन्येत समाधिरात्मनः ॥२॥ (वंशस्थ )
“હે ચેતન ! આ ભવમાં અને પરભવમાં પુત્ર-પુત્રી શલ્ય છે એમ તું તારા મનમાં કેમ જાણુતે નથી? તેઓ થોડી અથવા વિશેષ ઉંમર સુધી જીવીને તેને અનેક પ્રકારની પીડા કરી તારી આત્મસમાધિને નાશ કરે છે.” (૨)
વિવેચન–છોકરાંઓ અનેક ઉપાધિનાં કારણ છે તે ઉપરાંત વળી માબાપને શલ્યભૂત છે. જે ચળ એટલે ઓછા આયુષ્યવાળા હોય તે માબાપને શેક કરાવે છે અને જે વિધવા મૂકીને જાય છે તે તે શકનો કાંઈ પાર જ રહેતો નથી. જે અચળ એટલે વધારે આયુષ્યવાળાં હોય છે તે કેળવણી, વેવિશાળ, લગ્ન, સંસારમાં આગળ વધારવાં વગેરે કાર્યોમાં પિતાને અનેક પ્રકારની ઉપાધિ કરનારાં થાય છે. તેમાં પણ પુત્રને ઈચ્છા પ્રમાણે આગળ નહિ વધતો જોઈને પિતાને મનમાં બહુ લાગી આવે છે. વળી, તેઓ ચણાચળ એટલે ચંચળ હોય તો કુક કરીને પિતાના ચિત્તને શાંતિ રહેવા દેતા નથી. વળી, અતિશયાથે દ્વિર્ભાવ લઈ ચળાચળનો અર્થ વિનજર કરીએ તે તેના પુત્ર-પુત્રીથી પણ શાંતિ રહેતી નથી. આવી રીતે પુત્ર-પુત્રીથી સર્વદા વ્યાધિને નાશ તે થાય છે જ..
પુત્ર કરતાં પણ પુત્રીની બાબતમાં વધારે ચિંતા રહે છે. તેને ભણાવવી, સારે વર શોધ અને તેનાં પુત્ર-પુત્રી સુધી દરેક પ્રસંગે પિતે હાથ લંબાવવો અને કમનસીબ હોય તે તેનાં વિધવ્યનાં દુઃખ જેવાં—આ સર્વ અંતઃકરણમાં શલ્યરૂપ જ છે.
આવી રીતે આ ભવમાં અપત્યથી સમાધિને નાશ થાય છે અને તે દુર્થાનના પરિણામે આવતા ભવમાં પણ કરીને બેસવાને વારે આવતું નથી. આ શ્લોક જેને પુત્ર ન હોય તેણે ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. આ સંબંધમાં આ અધિકારના છેવટના ઉદ્દગારોમાં વિશેષ સ્વરૂપ છે. (૨; ૪૪)
આક્ષેપ દ્વારા પુત્ર મમત્વ-ત્યાગને ઉપદેશ कुक्षौ युवत्याः कृमयो बिचित्रा, अप्यस्रशुक्रप्रभवा भवन्ति । ન હૈ રહ્યા ન હિ તી, નાસ્તોડવું . (૩૫નાતિ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org