________________
૮૪ ] અધ્યાત્મક૫મ
[ ચતુર્થ વિવેચન–સંસાર દરિયે છે. ભારે વહાણ જેમ દરિયામાં ડૂબી જાય છે તેમ પાપથી ભારે થયેલે જીવ સંસાર-સમુદ્રમાં ડૂબી જાય છે. પિસા કમાવામાં, તેનું રક્ષણ કરવામાં અને અકાર્યમાં વ્યય કરવામાં અનેક આરંભ કરવા પડે છે; આરંભથી પાપ થાય છે અને પાપથી આત્મા ભારે થાય છે, માટે પૈસા સંસાર-ભ્રમણનો જ હેતુ છે.
રાજાઓ અગાઉના વખતમાં પિસા ખૂંચવી લેતા હતા અને તેમ કરવા સારુ દ્રવ્યવાનનાં છિદ્ર જોયા કરતા હતા. આવા ભયમાં ગૃહસ્થોને હંમેશાં રહેવું પડતું અને તેટલા સારુ પિસા હોય તે પણ ગરીબાઈને દેખાવ કરવો પડતો હતો. અત્યારે પણ ચેર, લુચ્ચાઓ અને સોનેરી ટેળીવાળાથી તથા ઈન્કમટેક્સથી પૈસાદારોને ડરવાનું રહે છે.
પૈસાના વિચારમાં આ પ્રાણું એટલે બધે લુબ્ધ થઈ જાય છે કે પિતાના પુત્રધર્મ, પિતૃધર્મ, પતિધર્મ, ભક્તધર્મ વગેરે ધર્મો તદ્દન ભૂલી જાય છે. પૈસાના વિચારમાં જ તેને મજા આવે છે. પૈસા કેમ રળવા, કેમ વધારવા, કેમ ખરચવા વગેરે વગેરે બાબતે તેના મન પર એટલી બેસી જાય છે કે તે પોતાને સર્વ ધર્મ ત્યજી દે છે તેને ધર્મનું નામ પણ યાદ આવતું નથી.
ધન તજી દેવાનાં ત્રણ કારણે કહ્યાં : પરભવમાં દુર્ગતિ, આ ભવમાં ચાલુ ભય અને ધર્મવિમુખતા; તે કરતાં પણ શું કારણ વધારે મજબૂત છે. તે એ છે કે પેિદા કરેલા પિસા ઘણે ભાગે બીજાના જ ઉપભેગમાં આવે છે. પૈસા પેદા કરનારા તે આખી જિંદગી વેઠ કરે છે. માટે વારસે મૂકી જનારા પિતે સુખ ભેગવતા નથી; છોકરા હોય છે તે તે સુખ ભોગવે છે, નહિ તો બીજા માલેક થાય છે. ખાસ કરીને કૃપણના ધનનું તેમ જ થાય છે. નીતિશાસ્ત્રમાં કહે છે કે –
कीटिकासञ्चितं धान्यं, मक्षिकासश्चितं मधु ।
कृपणः सञ्चितं वित्तं, परैरेवोपभुज्यते ॥ કીડીએ ભેગું કરેલું અનાજ, માખીઓ સંગ્રહ કરેલું મધ અને કૃપણ પુરુષે એકઠું કરેલું ધન પારકા વડે જ ભગવાય છે.”
આ ચાર કારણોને મનથી સમજપૂર્વક વિચાર કરે તે ધન ઉપર મહ શું રહે? આ વિચાર તે કરે. તમારી પાસે પાંચ-દશ લાખ રૂપિયા હોય, તે તેથી મોહ પામી જશે નહિ. શાલિભદ્રને ઘેર દેવતાઈ આભૂષણાદિની દરરોજ નવાણું પેટીઓ ઊતરતી, તે પણ તેને લાગ્યું કે પિતાને માથે રાજા છે, માટે આ સંસાર અસાર છે. તે તમારા બેપાંચ લાખ તે શી ગણતરીમાં છે? તમે સામાન્ય સ્થિતિના હે તે ધનને ત્યાગ બહુ મુશ્કેલ નથી. ધનથી લાભ કાંઈ પણ નથી. કેણ જાણે કેવા અનાદિ પ્રવાહથી આ જીવ લેભમાં તણાતે જ જાય છે અને પૈસાને ત્યાગ કરતાં વિચાર કરે છે કે મારાથી આના વગર રહેવાશે કે કેમ? પણ ભાઈઓ ! ઉપર લખેલા અને બીજા અનેક દેથી ભરેલા પૈસાને તજી દે. પિસા તજી દેવા તે તમે ધારે છે તેટલું મુશ્કેલ નથી, કોઈ પણ વસ્તુને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org