________________
અધ્યાત્મક૯૫મ ત્યાંથી જાફરાબાદ થઈ, ઘોઘે આવી ભગવાડાંડીએ જઈ ત્યાંથી સૂરત જાય. એ પ્રમાણે મોક્ષમાર્ગ કેટલાકને સીધે પ્રાપ્ત થાય છે અને કેટલાક નકામા ચક્કર લે છે. દ્રવ્યસ્તવ એ પ્રયાણે તો મોક્ષમાર્ગ તરફ જ છે, તેનું સુકાન બરાબર દિશામાં મુકાયેલું છે, માત્ર તે લાંબે માગે છે, પણ વિમા કે અપમાર્ગ નથી. દ્રવ્યસ્તવને નરમ પાડવાની કેટલીક વાર વિચારણું જોવામાં આવે છે અને ખાસ કરીને કાંઈક શરમથી અને કાંઈક અવકાશના અભાવથી આ કાળમાં તે વૃત્તિ વિશેષ દેખાતી જાય છે, જ્યારે અગાઉના વખતમાં તે જ વૃત્તિ ડોળઘાલુ અધ્યાત્મીઓ તરફથી બહાર પડતી હતી, તેથી અત્ર તે બાબતનું વસ્તુવરૂપ શું છે તે બતાવવાનો પ્રયાસ કર્યો છે.
કેટલાક માણસે અન્યાય કે અપ્રામાણિકપણાથી દ્રવ્ય મેળવતાં વિચાર કરે છે કે પૈસા મેળવીને ધર્મમાગે તેને વ્યય કરશું. આ વિચાર તદ્દન ખોટે છે અને શાસ્ત્રકાર એવા નિમિત્ત માટે ધન મેળવવાની ચેખી ના પાડે છે. મહા-આરંભ કર્માદાન અને ક્ષુદ્ર વ્યાપાર કરી તેનાથી જે ધન મળશે તેને ધર્મ માગે ખર્ચ કરશું એવા કેટલાંક પ્રાણીઓ વિચાર કરે છે, તે જૈન શાસ્ત્રનું રહસ્ય સમજનારને તદ્દન વિપરીત લાગે છે. આ શ્લોકને ખાસ ઉદ્દેશ દ્રવ્યસ્તવની અપેક્ષાએ ભાવતવની મુખ્યતા કેટલી છે તે બતાવવાનો છે. અને આ ઉપદેશ શ્રાવકોને ઉદ્દેશીને લખાયેલું છે દ્રવ્યસ્તવ સાધવા ધનપાર્જન કરી સંસારમાં પડ્યા રહેવાને અથવા ભાવસ્તવ ન આદરવાને વિચાર કરનારાઓને, મહાનિશીથ સૂત્રમાં બતાવેલા વિચારો અનુસારે, આ શ્લેક લખાયેલું છે એમ એક વિદ્વાન મુનિ મહારાજ આ પ્રસંગ માટે જણાવે છે. આ ક્ષેક સાથે નીચેને બ્લેક વાંચો અને લોકમાં આવેલ અતિશુદ્ધ શબ્દ પર અને ગ્રંથકર્તાની અપેક્ષા પર ખાસ ધ્યાન આપવું. (૪, ૫૦)
મળેલ ધનનો વ્યય ક્યાં કરે? क्षेत्रवास्तुधनधान्यगवाश्वैर्मेलितैः संनिधिभिस्तनुभाजाम् । क्लेशपापनरकाभ्यधिकः स्यात्को गुणो न यदि धर्मनियोगः ॥ ५॥ (स्वागतावृत्त)
“મળેલાં અથવા મેળવેલાં ક્ષેત્ર, વાસ્તુ (ઘર), ધન, ધાન્ય, ગાય, ઘેડા અને ભંડારને ઉપયોગ જે ધર્મનિમિત્ત ન થાય તેથી ફલેશ (દુખ), પાપ અને નરકથી બીજે શે વધારે ગુણ થાય ? (૫)
- વિવેચન–ઘણા પુણ્યવાન જીવોને પૈસા મળે છે ત્યારે વધારે મેળવવા અને મળેલાનું રક્ષણ કરવા શ્રમ કરે છે અને અનેક આશ્રવ સેવે છે. દ્રથ વડે કુટુંબમાં કંકાસ થાય, તેથી દુષ્પન થાય છે અને દુર્ગાન વડે દુર્ગતિ થાય છે, ત્યારે ધનને લાભ શે? સાત ક્ષેત્ર, ગરીબ બંધુઓને આશ્રય, સ્ત્રીકેળવણી, ઊંચી કેળવણી, ધાર્મિક કેળવણી કે સંસકૃત કેળવણીને ઉત્તેજન, નિરવદ્ય ઔષધશાળાઓ, સ્કૂલ, બેડિંગ, પારિભાષિક અભ્યાસગૃહે અને અનાથાલય વગેરે ખરેખરી સખાવત ( charity)નાં ખાતાઓમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org