________________
[ચતુથ
૮૬ ]
અધ્યાત્મક પદુમ બૂત પાયો છે. તેમાં પૈસાને ગમે તેમ વ્યય કરે તે જેમ ગેરવ્યાજબી છે, તેમ જ તેમાંના કઈ પણ ક્ષેત્ર તરફ–અને ખાસ કરીને સીદાતા ક્ષેત્ર તરફ ધ્યાન ન અપાય તે પણ ગેરવ્યાજબી છે. સાત ક્ષેત્રમાં આપણું મહાન સંસ્થા કેન્ફરન્સના સર્વ મુખ્ય ઠરાવોને સાર આવી જાય છે. શ્રી જિનબિંબ, જિનચિત્ય, જ્ઞાન, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ સાત ક્ષેત્ર છે અને તેના ઉદ્ધાર, અભ્યદય, ઉન્નતિ માટે બનતે પ્રયાસ કરે, પિતાનું તન, મન અને ધન તેમાં રોકવું, તેમાં અર્પણ કરવું, તેની સાથે જોડી દેવું, એ પ્રત્યક મુમુક્ષુની પ્રથમ ફરજ છે અને તેમાં પણ અગાઉ જણાવ્યું છે તે જ પુનરાવૃત્તિ કરીને કહેવામાં આવે છે. જે ક્ષેત્રને મદદની વિશેષ જરૂર હોય તેને વધારે પિષવું, તે ક્ષેત્રમાં ધનાદિકને વિશેષ વ્યય કરે. અગાઊ દઢશ્રદ્ધા જાગૃત કરવા દેરાસર તથા પ્રતિમાજીએ વગેરેની જરૂર વિશેષ હતી; હાલ જ્ઞાન-કાળ હોવાથી કેળવણીનાં સાધનની વિશેષ જરૂર છે. એ સર્વ હકીકત ધ્યાનમાં રાખી અપેક્ષા, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ વિચારી ગ્ય ક્ષેત્રમાં ધનનો વ્યય કર, (૭; ૧૩)
આવી રીતે ધનમમત્વમેચનદ્વાર પૂર્ણ થયું. આ ધનને વિષય બહુ જ ઉપયોગી છે, એ સમજાવવાની જરૂર નથી. ગ્રંથકર્તાએ વિષય લીધે છે તે પ્રમાણે તેને બે ભાગ થઈ શકે છે. શરૂઆતમાં ધન ઉપર મમતા ન રાખવાનાં કારણે વિગતવાર બતાવ્યાં છે. અત્ર જે કારણે બતાવ્યાં તે પર પ્રાણી વિચાર કરે તે તેનાં ચક્ષુ ઊઘડયાં વગર રહે નહિ. ચોથા ક્ષેકમાં જે તત્ત્વજ્ઞાન બતાવ્યું છે તે બહુ ઉપયોગી છે અને ત્રીજા લેકમાં કહ્યું છે કે મારે મન પ્રસારકુનું આ વાક્ય બહુ રહસ્યથી ભરપૂર છે. ટૂંકમાં કહીએ તે, પ્રથમના ચારે કે માં જે કારણે બતાવ્યાં છે, તે બહુ વિચારવા યોગ્ય, મનન કરવા યોગ્ય અને અનુકરણ કરવા યોગ્ય છે. વિષયના બીજા ભાગમાં મળેલા ધનનો યોગ્ય માગે વ્યય કરવા સૂચના કરી છે અને તે સંબંધમાં કેટલુંક ઉપગી જ્ઞાન આપ્યું છે. મુખ્ય ઉપદેશ અને ઉદ્દેશ ધનત્યાગને જ છે; પણ કદાચ તદ્દન મમત્વ છૂટી શકે નહિ, તે પછી શુભ માગે વ્યય કરવાનું કહ્યું છે.
બંધુઓ આ સંસારમાં અનેક પ્રકારે રઝળાવનાર સ્ત્રી અને ધન એ બે વસ્તુઓ છે. એમના ઉપર રાગ એવા પ્રકારને થાય છે કે તેનું વર્ણન જ્ઞાનીઓ પણ પૂરેપૂરું આપી શકતા નથી. આમાં ધન ઉપરનો સ્નેહ વધારે સપ્ત છે કે સ્ત્રી ઉપરને વધારે સપ્ત છે તે કહેવું મુશ્કેલ છે. સ્ત્રી ઉપરને સ્નેહ મોટી ઉંમરે શરૂ થઈ ચેડાં વર્ષમાં એ છે થઈ જાય છે, પણ જેટલો વખત રહે છે તેટલો વખત તેને રસ (intensity ) બહુધા વધારે હોય છે. દ્રવ્ય પરને મેહ દરરોજ વધતું જાય છે અને વૃદ્ધાવસ્થામાં તે પરાકાષ્ઠાએ પહોંચે છે અને જિંદગીને છેડે પણ છૂટતો નથી. સામાન્ય રીતે મારું પિતાનું તો માનવું એવું છે કે દ્રવ્ય પરનો મોહ કદાચ સ્ત્રીમેહથી ચઢિયાત હોય કે ન હોય, પણ તેથી ઊતરે તે તે નથી જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org