________________
અધિકાર ]
ઘનમમત્વમોચન
[ ૮૩ જે દ્રવ્યનો વ્યય થાય તો જ તેને સદુપયોગ થ કહેવાય. બાકી, પૈસાના પૂજારી થવું અને તેના ફરતી કી ર્યા કરવી કે મે જશેખ માણવા, એથી કાંઈ લાભ નથી, એટલું જ નહિ પણ એકાંત હાનિ જ છે.
આ બંને કને સાથે વાંચવાથી જણાય છે કે ધનની ઈચ્છા રાખવી નહિ, તેની પાછળ ગાંડા થઈ જવું નહિ, ચાલુ સ્થિતિમાં સંતોષ પકડવો, અને મળેલ પૈસાને સારી રીતે જન-સુધારણ અને કેમ-સુધારણામાં વ્યય કરો. ધર્મમાગે ધનને વ્યય કરવો તે સારું છે, પણ નિઃસંગ થઈ તેને સર્વથા ત્યાગ કરવો તે તેથી વધારે સારું છે, અને ત્યાગ કરવા માટે ધન કેઈ જાતની અટકાયત ન કરી શકે, તે યાદ રાખવાનું છે.
ધનનો વ્યય કરવાની બાબતમાં કમનસીબે જોઈએ તેવું ધ્યાન અપાતું નથી. જે ખાતાંઓને મદદની જરૂર ન હોય ત્યાં ઢગલા થાય છે અને ખાસ બગડી જતાં ખાતાંઓની સંભાળ લેવાતી નથી. ભૂખથી જેમ મરણ થાય છે તેમ જ અતિ ખોરાક ખાવાથી પણું વિચિકા થઈ મરણ થાય છે, એ સમજવાનું છે. શાસ્ત્રકારનું પણ ફરમાન છે કે જે કાળે જે ક્ષેત્ર સીદાતું હોય તે તરફ પ્રથમ ધ્યાન આપવું. જૈનોની સંખ્યામાં વધારો કરે, તેઓને બરાબર રીતસરનું જ્ઞાન આપવું, નિરુદ્યમીને ઉદ્યમે ચઢાવવા અને આવતા જમાનાને ઉપયોગી થાય તેવું જૂનું અને નવીન સાહિત્ય તૈયાર કરી રાખવું એ ચાલુ ખાસ જરૂરના વિષય છે. આવાં જરૂરનાં ખાતાં તરફ ધ્યાન અપાતું નથી અને ખાલી વરઘોડા વગેરેમાં મોટી રકમ ખરચાઈ જાય છે. સુજ્ઞ બંધુઓએ ધર્મમાગે ધનવ્યય કરતી વખતે પણ વિચાર રાખવાની બહુ જરૂરિયાત છે. વિવેકથી ખરચેલ પૈસે રૂપિયાનું કામ કરે છે અને વિવેક વગર વાપરેલ રૂપિયે પથ્થર કે રણમાં પડેલ વરસાદ પેઠે અથવા અરણ્યરુદન પેઠે ફળરહિત થાય છે, આ વાત ધ્યાનમાં રાખવાની બહુ જરૂર છે. (૫૫૧)
ધનથી થતી અનેક પ્રકારની હાનિ; તેને તજી દેવાનો ઉપદેશ आरम्भरितो निमज्जति यतः प्राणी भवाम्भोनिधावीहन्ते कुनृपादयश्च पुरुषा* येनच्छलाद् बाधितुम् । चिन्ताव्याकुलताकृतेश्च हरते यो धर्मकर्मस्मृति, विज्ञा ! भूरिपरिग्रहं त्यजत तं भोग्यं परैः प्रायशः ॥६॥ शादूलविक्रीडित )
આરંભના પાપથી ભારે થયેલ પ્રાણ જે ધનને લીધે સંસાર સમુદ્રમાં ડૂબે છે, જે ધનના પરિગ્રહથી રાજા વગેરે પુરુષો છિદ્ર જોઈને દુઃખ દેવાને ઇચ્છે છે, અનેક ચિંતામાં આકુળ-વ્યાકુળ રાખીને જે પિસા ધર્મકાર્ય કરવાનું તે યાદ આવવા દેતા જ નથી અને ઘણે ભાગે જે પારકાના ઉપગમાં આવે છે, તેવા એ પૈસાના મોટા સંગ્રહને હે પંડિતો, તમે તજી દે !” (૬)
* પુર એ કવચિત પાઠ છે, તે પરિગ્રહવંત પુરુષને ઉદ્દેશ છે એમ તેને ભાવ સમજો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org