________________
૭૨] અધ્યાત્મક૫મ
[ દ્વિતીય છે અને પ્રત્યક્ષ રાક્ષસી છે : આવાં આવાં ઉપનામે સ્ત્રીઓ માટે આગમમાં આપવામાં આવ્યાં છે, માટે તેને તજી દે.” (૮) - વિવેચન–આ શ્લોકનો ભાવાર્થ સમજી શકાય તે છે. ગુફા વગરની વાઘણની બીક વધારે રાખવાનું કારણ છે ઃ ગુફામાં રહેતી હોય તે તેટલી જ જગ્યાએ બીક રહે છે, નહિ તો આખા જંગલમાં બીક રહે છેઆવી રીતે સ્ત્રીની બીક આખા સંસારવનમાં રહે છે. બાકીને અર્થ સમજી શકાય તે છે. (૮; ૪૨).
વિદ્વાન ગ્રંથકારે આ પ્રમાણે સ્ત્રી-મમત્વદ્વાર પૂર્ણ કર્યું. સમતાના અધિકાર પછી તરત જ સ્ત્રી મમત્વકાર લખવામાં ગંભીર આશય છે. સ્ત્રી એ સંસાર છે, એના મમત્વમાં ફસાવાથી સંસારની જેટલી વૃદ્ધિ થાય છે, તેટલી બહુધા બીજા કોઈ કારણથી થતી નથી. સ્ત્રીઓ માટે ગ્રંથકારે આટલું બધું લખ્યું તેને આશય એમ જણાય છે કે સર્વ પ્રકારના મોહ કરતાં સ્ત્રી તરફને મોહ પ્રાણીને બહુ બંધનકર્તા થઈ પડે છે. જેમ પુરુષને સ્ત્રીઓ બંધનરૂપ છે તેમ જ સ્ત્રીઓને પુરુષ બંધનરૂપ છે. આ અધિકારમાં બતાવેલી હકીકત સ્ત્રીઓએ પુરુષના સંબંધમાં તેમ જ સમજવી. વિશેષમાં એટલું પણ જણાય છે કે જોકે સ્ત્રીઓને મને વિકાર વધારે હોય છે, છતાં પણ પુરુષ કરતાં ધારે તે સ્ત્રીઓ મન પર વધારે અંકુશ રાખી શકે. પુરુષની લલચાવી સ્ત્રી લલચાશે નહિ, ત્યારે પુરુષને પીગળી જતાં બહુ ઓછી વાર લાગશે. સ્ત્રી-શરીરબંધારણ વગેરે કેટલાંક કારણો એવાં છે, પણ અત્ર તે પ્રસ્તુત નથી. આ આઠ ગાથામાં સ્ત્રીના શરીરની અશુચિ તરફ ગ્રંથકારે બહુ ધ્યાન ખેંચ્યું છે. આ ઉપરાંત એક હકીકત એ છે કે પ્રેમ સ્વાભાવિક અને વિષયજન્ય એમ બે પ્રકારના હોય છે. વિષયજન્ય પ્રેમ યુવાવસ્થામાં બળવાન હોય છે, આવો પ્રેમ જ બહુધા દુનિયામાં દેખાય છે અને તેથી કેટલે દરજજે લેવાઈ જવું એ વિચારવા યોગ્ય સવાલ છે, સુરીકાંતા, નયનાવલી વગેરેના પ્રેમ અને સ્વાર્થ તથા મનેવિકારતૃપ્તિ સ્ત્રીઓની કાળી બાજુ બતાવે છે. દુનિયાને અનુભવી માણસ જોઈ શકશે કે પ્રેમની પરિસીમાં ક્યાં કયાં દેરાય છે અને સ્વાર્થ સંઘઠ્ઠન થતાં કેવાં દૂર બેસી જવાય છે. સ્ત્રીસંબંધથી અથવા તન્નિમિત્ત ઘણાં ખૂન અને ફોજદારી કેસો બને છે. આવી રીતે સ્ત્રીસંબંધથી અનંત સંસાર વધે છે એ નિઃસંદેહ છે.
વિષયતૃપ્તિમાં વાસ્તવિક કશે આનંદ નથી, એ સર્વ સમજે છે; પણ મને વિકારને તાબે થઈ આ પ્રાણી અનેક ચાળા કરે છે, ખાસ કરીને જેઓ સ્થાને–અસ્થાને, વખતેકવખતે વિષયાધીન થઈ જતા હોય તેઓએ તે બહુ જ વિચારવાનું છે. કદાચ સ્વસ્ત્રીને ત્યાગ ન બને તે પણ પરસ્ત્રી તરફ નજર કરવામાં અથવા તેની સાથે સંબંધ કરવામાં તેના પતિને કેટલે અન્યાય કરાય છે તે બહુ વિચારવા જેવું છે. એવી જ સ્થિતિમાં પિતાની જાતને મૂકવાથી તરત જ તેને ખ્યાલ આવી શકે તેમ છે. સાધારણ વ્યવહારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org