________________
અધ્યાત્મકલ્પમ
( દ્વિતીય ન્યાયાસન પરથી થનારા ન્યાયને પરિણામે થનારી મોટી જેલજાત્રા તરફ નજર રાખતું નથી; તેવી જ રીતે મોહાંધ પ્રાણી સ્ત્રીના સુંદર અવયવ અને રેશમી સાડી જ દેખે છે, પણ તેનાથી આ ભવ અને પરભવમાં થનારી પીડાઓને વિચારતે નથી. નરકનાં દુઃખોને ખ્યાલ આવે પણ મુકેલ છે. તેની શીત, ઉષ્ણ વગેરે દશ પ્રકારની વેદનાનું સ્વરૂપ શાસ્ત્રમાંથી વાંચતાં મજબૂત હૃદયનો માણસ પણ કંપી ઊઠે છે. વળી, ક્ષેત્રવેદના ઉપરાંત પરમાધામીકૃત વેદના પણ ઘણુ તીવ્ર હોય છે. આ ઉપરાંત પરસ્પર નારકી જેવા અનેક ઉપઘાત કરે છે તે અ ન્યકૃત ત્રીજી વેદના પણ અતિ અસહ્ય છે. આવી રીતે ક્ષણમાત્રના સુખની ખાતર દીર્ઘ કાળનું મહાદુઃખ વહેરવું પડે છે, તેને હે ભાઈ! તું વિચાર કર. (આ જ મુદ્દા ઉપર આખો શૃંગારરાગ્યતરંગિણી ગ્રંથ લખાયેલું છે, તે વાંચવાની ખાસ ભલામણ કરવામાં આવે છે. (૬; ૪૦)
- સ્ત્રીશરીર, સ્વભાવ અને ભેગફળનું સ્વરૂપ अमेध्यभस्त्रा बहुरन्ध्रनिर्यन्मलाविलोद्यत्कृमिजालकीर्णा । चापल्यमायानृतवञ्चिका स्त्री, संस्कारमोहानरकाय भुक्ता ॥७॥ (उपजाति)
વિષ્ટથી ભરેલી ચામડીની કોથળી, બહુ છિદ્રોમાંથી નીકળતા મળ (મૂત્રવિષ્ટા)થી મલિન, (નિમાં) ઉત્પન્ન થતા કીડાઓથી વ્યાસ, ચપળતા, માયા અને અસત્ય (અથવા માયામૃષાવાદ)થી ઠગનારી એવી સ્ત્રીએ પૂર્વ સંસ્કારના મેહથી નરકમાં જવા સારુ જ ભેગવાય છે.” (૭)
વિવેચન–સ્ત્રી શરીરનું સ્વરૂપ ઉપર બહુ વિવેચનથી બતાવાઈ ગયું. આ શ્લેકમાં કહે છે કે સ્ત્રી વિષ્ટાની કોથળી છે. “યકૃત , વિષ્ટા, લેમ્પ, મજા અને હાડકાથી ભરેલી અને સ્નાયુઓથી વંટી લીધેલી, બહારથી રમ્ય સ્ત્રીઓ ચામડાની કોથળી છે.” વૈદક શાસ્ત્ર પ્રમાણે તેના શરીરનાં અગિયાર-બાર દ્વારા નિત્ય વહ્યા કરે છે. ટીકાકાર વાસ્યાયન શાસ્ત્રમાંથી શ્લોક ટાંકી બતાવે છે કે “સૂક્ષમ, મૃદુ, યોનિના મધ્ય ભાગમાં રહેનારા અને લોહીમાંથી ઉત્પન્ન થતા કૃમિઓ સ્ત્રીઓને ખરજ ઉત્પન્ન કરે છે.” સ્ત્રીશરીર અપવિત્ર છે એ આટલી હકીકતથી સમજાય તેવું છે. અત્ર લૌકિક શાસ્ત્રથી પણ તે અપવિત્ર છે એમ બતાવ્યું. વિચાર કરનારને તે આ વાત વિચારમાત્રથી પણ સમજાય તેવી છે. શાસ્ત્રમાં જોઈએ તે કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય શાસ્ત્રના ત્રીજા પ્રકાશમાં લખે છે કે મુમુક્ષુ જીવ રાત્રે ઊંઘમાંથી જાગી જાય તે વિચાર કરે કે વિષ્ટા, મળ, મૂત્ર, શ્લેષ્મ, મજજા, સ્નાયુ અને અસ્થિની બનાવેલી, બહારથી સુંદર લાગતી સ્ત્રીઓ ચામડાની કોથળી છે. કદાચ એ કથળીમાં જે હોય તેને બહાર કાઢયું હોય, એટલે કે કથળી ઉલટાવી નાખી હાય, તે તેને ઈરછુક પુરુષ શિયાળ અને ગધથી તેનું રક્ષણ કરવા ઊભે રહે ! એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org