________________
અધ્યાત્મકલ્પમ
[[દ્વિતીય જનાર બ્રાહ્મણને બે માસા સેનું આપતો હતો તેની પાસે જઈ સુવર્ણ મેળવવાને વિચાર કર્યો. પછી પાછલી રાત્રિએ વહેલો ઊઠી રાજાના મહેલ તરફ જવા નીકળ્યો. ચોકીદારોએ તેને ચેર જાણીને પકડ્યો અને સવારના રાજા પાસે જ્યારે તેને ઊભે કર્યો ત્યારે તેણે પિતાની સર્વ હકીકત નિવેદન કરી. તેના સત્યવાદીપણુથી રાજા ખુશ થયો અને કહ્યું કે તારે જે ઈચ્છા હોય તે માગ. કપિલ તે રાજાની આજ્ઞાથી અશોક વાડીમાં જઈ વિચારવા લાગે કે જે બે માસા સુવર્ણ માગીશ તો તેથી માત્ર સ્ત્રીને માટે વસ્ત્ર જ આવશે, પણ - ઘરેણાં નહિ આવે. ત્યારે હજાર સેનિયા માગું? ના, ના, તેના પણ પૂરતાં ઘરેણાં નહિ થાય, ત્યારે ચાલે, લાખ સુવર્ણ મહોર માગીએ, આમ ચઢતાં ચઢતાં યાચનાની હદ ન રહી એટલે પાછો વિચાર થયો કે અરે ! બે માસા સોનાને માટે નીકળેલો, તેને કરોડ સોનામહોરોથી પણ સંતોષ થતો નથી, માટે ધિક્કાર છે આ તૃષ્ણાને ! આવા વિચારથી ત્યાં જ કેશને લગ્ન કર્યો. આ દષ્ટાંતમાં જોવાનું ખાસ એટલું જ છે કે એક સ્ત્રીના સંબંધથી પણ તૃષ્ણા કેટલી વધે છે ! તેને માટે એલાયચી કુમારનું ચરિત્ર પણ પ્રસિદ્ધ છે. સ્ત્રીમોહથી તેને ઘણું સહ્યું. દુનિયામાં જરા નજર નાખશે તો તુરત જણાશે કે સ્ત્રી એટલે ઘર અને ઘર એટલે બધું; માટે સંસારમાં પડનારાઓએ અને પડેલાઓએ બહુ વિચાર કરવાને છે.
નારી ઉપર મમત્વ રાખનારને આ ભવમાં આટલી અડચણ અને દુઃખ વેઠવાં પડે છે, તે ઉપરાંત પરભવમાં પણ બહુ દુઃખની પ્રાપ્તિ થાય છે. મેહમાં મગ્ન થયેલાઓના નરક વગેરે ગતિમાં શા હાલ થાય તે સહેજે સમજાય તેવું છે. (૪) ૩૮)
સ્ત્રી શરીરમાં શું છે તે વિચારવાની જરૂર अङ्गेषु येषु परिमुह्यसि कामिनीनां, चेतः प्रसीद विश त्त क्षणमन्तरेषाम् । सम्यक् समीक्ष्य विरमाशुचिपिण्डकेभ्य-स्तेभ्यश्च शुच्यशुचिवस्तुविचारमिच्छन्॥५॥(संततिलका)*
“હે ચિત્ત ! તું સ્ત્રીઓના શરીર ઉપર મોહ પામે છે, પણ તું (અસ્વસ્થતા મૂકીને) પ્રસન્ન થા અને જે અંગે ઉપર મોહ પામે છે તે અંગમાં પ્રવેશ કર. તું પવિત્ર અને અપવિત્ર વસ્તુના વિચાર(વિવેક)ની ઈચ્છા રાખે છે તેથી બરાબર સારી રીતે વિચાર કરીને તે અશુચિના ઢગલાથી વિરામ પામ.” (૫)
- વિવેચન–આ પ્રાણ બહારના દેખાવમાત્રથી ફસાઈ જાય છે. કર્તા કહે છે કે તને શરીરના જે ભાગ ઉપર મોહ થતું હોય તેની અંદર જરા ઊંડા ઊતર અને તેમાં શું છે * ૩ ઘરતત તમન્ના નૌનઃ વસંતતિલકામાં ચૌદ અક્ષર હેાય છે.
(૮- ૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org