________________
૪૮ ]
અધ્યાત્મકલ્પદ્રુમ
[ પ્રથમ
વ્યવહારમાં પણ આપણે જોઈ એ છીએ કે યૌવન ગયા પછી સ્ત્રીનું પુરુષ પર કે પુરુષનું સ્ત્રી પર પૂર્વવત્ હેત રહેતું નથી. પૈસા ગયા પછી પુત્રનુ હેત રહેતુ નથી અને દુઃખમાં મિત્રનું હેત રહેતું નથી. આ સર્વાં દૃષ્ટાંતા નવાણું ટકા ખરાં છે. મતલબ એ છે કે દુનિયાના મેટા ભાગ સ્વાથપરાયણ છે; પ્રેમમાં પણ સ્વાથ છે અને રુદનમાં પણ સ્વાર્થ છે.
મરને શેાક કેટલે અંશે સ્વાર્થપ્રેરિત છે અને મરણથી કેટલુ ડરવુ' તથા તત્પ્રસંગે શું કરવું એ માબત અત્ર પ્રસ્તુત નથી. તે સબંધી વિશેષ ઉલ્લેખ પાંચમા દેહમમત્વમાચન અધિકારમાં છે અને વિશેષ રુચિવ તે શ્રી જૈન ધર્મ પ્રકાશમાં પ્રસિદ્ધ થયેલા જીવનસધ્યા ”ના લેખ વાંચવા. અત્ર તે પરથી સારાંશ એટલા જ ગ્રહણ કરવાના છે કે દુનિયામાં સર્વ કાર્યા—પછી તે પ્રેમનાં હાય કે શેકનાં હાય તે સવે—સ્વાર્થથી ઉદ્દભવે છે.
આ પ્રમાણે છે ત્યારે પણ દુનિયાના પ્રવાહને છેડવા નહિ, કારણ કે તું પણુ હાલ તે। દુનિયાના પ્રાણી છે. ફક્ત તારે દિશા ફેરવી નાખવી. જ્યારે આખી દુનિયા પોતાના સ્વાર્થમાં મચી છે, ત્યારે તું પણ તારા સ્વાર્થ સાધી લે; પણ તારા સ્વાર્થ શે। છે ? કયાં છે ?—તે ઓળખીને પછી. તારા ખરા સ્વાર્થ પરભવમાં તને આનંદ થાય અને તારું' આત્મહિત થાય તેમાં જ છે, કારણ કે સ્વાર્થ શબ્દના અર્થ જ તે છે. આ ષ્ટિથી તારા સ્વાર્થ સાધવામાં તું ઉદ્યુક્ત થજે. પરભવના સ્વાર્થ કેવી રીતે સાધી શકાય તે જાણવા માટે તું પ્રયાસ કર. સામાન્ય રીતે તાત્કાલિક લાભ લેવાની ઈચ્છા છોડી દઈ પરિણામે હિત, લાંબા કે શાશ્વત કાળનું કેવી રીતે થાય તે તું જો, પારમાર્થિક રહસ્ય ખતાવનારા અનેક ગ્રંથામાંથી કાઇ પણ ગ્રંથ તું વાંચીશ, વિચારીશ કે તરત જ તને સ્વાર્થ નુ ભાન થશે. મને નિગ્રહ, સસાર પર ઉદાસીનતા, ગૃહતાના નાશ, સત્ય વ્યવહાર, દાન, દયા, ક્ષમા વગેરેમાં તુ' તારા વ્યવહાર જોડી દેજે એટલે તને સ્વાર્થ સાધ્ય થશે.
પર દ્રવ્યના સ‘બધ વિચારીને પછી સ્વાર્થ સાધનમાં તત્પર રહેવુ એ સમતા પ્રાપ્ત કરવાના ચેાથે ઉપાય છે. આ ચાથા ઉપાય જરા વિચાર કરવાથી બહુ સારી રીતે પ્રાપ્ત થાય છે, કારણ કે એમાં વર્તનની દિશા જ ફેરવવાની રહે છે. આ સાધન તસ્ક્રૂ ખાસ ધ્યાન આપવાની જરૂર છે. (૨૬)
પૌદ્ગલિક પદાર્થોની અસ્થિરતા—સ્વદર્શીન
स्वप्नेन्द्रजालादिषु यद्वाप्तै रोषश्च तोषश्च मुधा पदार्थेः ।
तथा भवेऽस्मिन् विषयैः समस्तैरेवं विभाव्यात्मलयेऽवधेहि ॥ २७ ॥ ( उपजाति)
66
જેવી રીતે સ્વપ્ન અથવા ઈંદ્રજાળ વગેરેમાં પ્રાપ્ત થયેલા પદાર્થો પર રાષ કરવા
કે તાષ કરવા તે તદ્દન નકામા છે તેવી રીતે આ ભવમાં પ્રાપ્ત થયેલા પદાર્થો ઉપર પણ
નુ પુસ્તક ૨૨, પૃષ્ઠ ૪૭.
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org