________________
અધ્યાત્મકલ્પમ
[ પ્રથમ દાંત સહિત પાંચમા અધિકારમાં કહેવાશે. અત્રે પ્રસ્તુત એ છે કે મનુષ્ય ધનપ્રાપ્તિને વિષય સ્વયં જાણે છે અને આ સંબંધમાં અપવાદ શોધવા મુશ્કેલ પડે તેમ છે.
ધનપ્રાપ્તિને વિષય જાણનારા મનુષ્યમાં પણ બહુ થોડાં પ્રાણીઓ ધર્મને ઓળખે છે. ઘણા ખરા તો અખંડ પ્રવૃત્તિમાં અથવા પ્રમાદમાં જીવન પૂરું કરે છે. આ યુષ્ય કરતાં બે વરસનું વધારે કામ હોય એવાં બહુ પ્રાણીઓ હોય છે, જેઓ સંચાની માફક સવારથી તે મોડી રાત્રિ સુધી જરા પણ વિશ્રાંતિ લઈ શકતા નથી અને કેટલાકને બેસવા આડે ઊઠવાની ફુરસદ મળતી નથી. ધનપ્રાપ્તિ, તેનું રક્ષણ, તેને વિચાર, માજશેખ, નકામી વિકથા, ઈદ્રિના ભાગે વગેરેમાં રક્ત રહી ધર્મ એ શબ્દ પણ જાણતા નથી. પાશ્ચાત્ય વિચારોએ આધ્યાત્મિક આર્ય પ્રજા પર પણ પિતાની પ્રવૃત્તિનો સપાટો સજજડ ચલાવ્યો છે. આવા સમયમાં ધર્મને જાણનારા બહુ ઓછા હોય એ સ્વાભાવિક છે. આવા જીવમાંથી પણ શુદ્ધ દેવ-ગુરુના સ્વરૂપને બતાવનારા, ધર્મને ઓળખનારા બહુ જ થોડા હોય છે. ઘણા
ધમને નામે હિંસાને પોષે છે, ધર્મના દેખાવ નીચે ઢાંગ કરે છે, ધર્મને નામે માયા કરે છે, ધર્મને ધનપ્રાપ્તિનું સાધન કરે છે. સંસારથી સર્વથા મુક્તિ અપાવનાર, શુદ્ધ આત્મદશાનું સ્વરૂપ બતાવનાર અને મનને તથા શરીરને કષ્ટ કરનાર ઉપાધિઓથી છોડાવનાર શ્રી જિનેશ્વરપ્રણીત શુદ્ધ ધર્મનું સ્વરૂપ જાણનાર બહુ ઓછા પ્રાણીઓ હોય છે. વળી, કેટલાંક પ્રાણીઓને જૈનધર્મ પ્રાપ્ત થઈ જાય છે ત્યાં પણ તેની શુદ્ધ બાજુ પ્રાપ્ત થતી નથી. નિદ્ભવપણું, કુગુરુસેવા, પાસત્યાપણું વગેરે અશુદ્ધ બાજુનાં દૃષ્ટાંત છે. વળી, શુદ્ધ ધર્મ પર શ્રદ્ધા રહેવી બહુ મુશ્કેલ છે અને પાશ્ચાત્ય સંસ્કારને લીધે જડવાદને પ્રાધાન્ય માનનારાને આ જમાનામાં તે શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થવું અને તે જળવાઈ રહેવું બહુ જ મુશ્કેલ પડે છે. ઘણું પ્રાણીઓ શુદ્ધ મોક્ષમાર્ગ ઓળખી શકતાં નથી, તેનું સ્વરૂપ જાણું શકતાં નથી, અને ત્યાં કેવું સુખ છે તે સમજી શકતાં નથી. સ્ત્રી-પુત્રાદિક વગરને ખાવા પીવાના મોજશોખ વગર ત્યાં શે આનંદ આવતો હશે?—એવા અહિક ખ્યાલમાં રહી અનાદિ સંસારમાં રખડવા કરે છે. મહાભાગ્યયોગે મોક્ષનું સ્વરૂપ જણાય તે પણ બહુ ઓછાં પ્રાણીઓ સમતાનું સ્વરૂપ જાણે છે. મોક્ષને પામવાનું સાધન સમતા છે, એ જ્ઞાનનું ક્રિયામાં વતન છે, અને એ સ્વરૂપ જાણવામાં આવે ત્યારે જ વસ્તુતઃ સુખ શું છે તેનો ખ્યાલ આવે છે.
આ આખા શ્લોકની મતલબ એ છે કે સંસારના સંબંધનું સ્વરૂપ કહેવામાં આવ્યું, છતાં પણ લે કે સંસારને દુઃખની નજરથી જોતા નથી. સંસારી જીવ તે જાણે આંખ મીંચીને ચાલે જ જાય છે, જરા પણ વિચાર કરતા નથી. સુખ ક્યાં છે? તેને વિચાર કરે. બધે ફરી આવે. રાજાના મહેલે જુઓ, દીવાનની ઓફિસો જુએ, ન્યાયાધીશની કોર્ટે જુઓ, શેઠીઆએના વૈભવ જુઓ, યુરોપિયન કે પારસીઓનો સંસાર જુઓકે કહેવાતા મોટા મોટા માણસોનાં ચરિત્રો જુઓ. તમને તુરત જણાશે કે સંસારમાં સુખ હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org