________________
૫૪]
અધ્યાત્મક૯૫મ
[ પ્રથમ પછી તારી સ્થિતિ જરૂર ફરી જશે, માટે બીજી નકામી બાબતોને ત્યાગ કરી તારા સ્વાર્થસાધનમાં તત્પર થા. સ્વાર્થ સાધનનું પ્રથમ અંગ સર્વ જીવ પર, સર્વ વસ્તુઓ પર, સમભાવ રાખવો, કષાયનો ત્યાગ કરે, વિષયથી વિરમવું અને આત્મ-પરિણતિ જાગૃત કરવીટૂંકમાં કહીએ તે સમતા પ્રાપ્ત કરવી—એ જ છે. (૨૯-૩૦)
કષાયનું ખરું સ્વરૂપ તેના ત્યાગને ઉપદેશ किं कषायकलुषं कुरुषे स्वं, केषुचिन्ननु मनोऽरिधियात्मन् !। तेऽपि ते हि जनकादिकरूपैरिष्टतां दधुरनन्तभवेषु ॥३१ ॥ (स्वागतावृत्त )
હે આત્મન્ ! કેટલાંક પ્રાણીઓ ઉપર શત્રુબુદ્ધિ રાખીને તું તારા મનને શા સારું કષાયથી મલિન કરે છે ? (કારણ કે, તેઓ માતા-પિતા વગેરે રૂપોમાં તારી પ્રીતિ અનંતા ભમાં પામ્યાં છે.” (૩૧)
વિવેચન–કોઈના ઉપર ક્રોધ કરે તે બહુ મુશ્કેલ છે. તે કરતી વખતે મુખને લાલચોળ કરવું પડે છે અને મનને કબજે મૂકી દેવો પડે છે. ક્રોધ કરે એ આત્મિક શુદ્ધ દશા નથી, એ આટલા ઉપરથી જ જણાય છે, કારણ કે એમાં સ્વાભાવિકતા બહુ ઓછી છે. ત્યારે આવી કૃત્રિમ દશા ધારણ કરવામાં લાભ શો છે? એવી દશા શા માટે ધારણ કરવી? સામી બાજુએ ક્ષમાં ધારણ કરવામાં કઈ પણ પ્રકારની મહેનત કરવી પડતી નથી, કેઈ જાતની તૈયારી કરવી પડતી નથી અને કાંઈ વિચાર પણ કરે પડતું નથી. તે શુદ્ધ દશા હોવાથી તેના પર વિચાર કરનારને તે સહજ પ્રાપ્તવ્ય છે, અથવા, અપેક્ષા બરાબર ધ્યાનમાં રાખીને બેલીએ તે, તે પ્રાપ્ત જ છે. આ આખું અપેક્ષાવચન બતાવે છે કે સંસાર-માગ સરળ નથી, પણ મોક્ષમાર્ગ સરળ છે. આવો વાંકેચૂકે કષાયમાગ શા માટે તું આદરે છે? વળી, તું એક બીજે પણ વિચાર કરીશ તો તને જણાશે કે કષાય કરે અનુચિત છે. જેની ઉપર તું કષાય કરે છે તેઓ તારાં માતાપિતારૂપે અનેક વાર તારાં પ્રીતિપાત્ર થયાં છે. એક વાર જે પ્રીતિપાત્ર થયું હોય તેના પર કષાય કરે એ સુજ્ઞનું કાર્ય હાય જ નહિ. કષાય પર વસ્તુ છે, પિદુગલિક છે, પુદ્દગલજન્ય છે, સંસારમાં રખડાવનાર છે, દર્શનથી પણ ખેદ આપે તે વર્ગમાં તેનો સમાવેશ થાય છે. એનું સેવન કરતાં સ્વાર્થ સાધન જરા પણ સિદ્ધ થતું નથી, ઊલટે સંસાર વધે છે. તેથી સંસારને સંબંધ તોડવાની ઈચ્છાવાળા ખપી જીવે કષાયના સંબંધમાં પણ ન આવવું વધારે સારું છે. કષાયના સંબંધમાં વિશેષ વિવેચન સાતમા અધિકારમાં આવશે અત્ર કષાય સમતાને પૂરેપૂરા બાધ કરનારા છે, સમતાના વિરોધી છે અને જેના પર કષાય કરવામાં આવે છે તે ન્યાયદષ્ટિથી કષાયનું પાત્ર થઈ શકતા નથી એટલું જ બતાવે છે. તારું સાય (મોક્ષ) અને તારું સાધન જો વિધવાળું હશે તે તારા
* જુઓ, ચાલુ અધિકાર, શ્લેક ર૩ ઉપરનું વિવેચન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org