________________
અધિકાર ] સમતા
[ ૫૯ तानेवार्थान् द्विषतस्तानेवार्थान् प्रलीयमानस्य ।
निश्चयतोऽस्यानिष्टं न विद्यते किश्चिदिष्टं वा ॥ એક જ વિષય પર દ્વેષ કરનારા છે જ્યારે તે જ વિષયે પરિણુમાંતર પામી સારા થાય છે ત્યારે તે જ પદાર્થોમાં તલ્લીન થાય છે, તેથી આ જીવને નિશ્ચયથી કેઈપણ પદાર્થ ઈષ્ટ અથવા અનિષ્ટ નથી.” આ ટૂંકા પદ્યમાં બહુ અર્થગાંભીર્ય રહ્યું છે તે વિચારવા ગ્ય છે,
આવી રીતે કોઈ પણ જીવ કે અજીવ પર રાગ-દ્વેષ કરો અયુક્ત છે, તે સિદ્ધ માનવામાં આવે તો બહુ ખટપટને અંત આવી જાય, એટલા માટે જ “વીતરાગ”ને દેવ માનવામાં આવે છે. વસ્તુ ઉપરથી રાગ ઓછો થઈ જાય, એટલે સ્વાભાવિક રીતે સર્વ ઉપર સમભાવ આવે છે અને સમભાવ પ્રાપ્ત કરે એ સર્વનું સાધ્યબિંદુ છે, સમતા અધિકારને ઉપસંહાર કરતાં સ્વાર્થ સાધન સારું આ ઉત્તમ ઉપાય બતાવ્યો છે તે બહુ મનન કરવા
ગ્ય છે. આ સંસારમાં ખરેખર રખડાવનાર “રાગ-દ્વેષ” છે. તે બને મેહજન્ય છે અથવા મેહ જ છે, કારણ કે રાગ-દ્વેષ કરતી વખતે વિવેકને નાશ થાય અને ચિત્તની સમતા ઊડી જાય છે. મેહને મદિરા સાથે સરખાવી આપણે અનેક વાર જોઈ ગયા છીએ કે વિવેકનો નાશ કરે એ મોહનું પ્રથમ કર્તવ્ય છે. રાગ-દ્વેષને નાશ થયા પછી કોઈ કાર્ય બનતું નથી એમ નથી, પરંતુ દરેક કાર્ય કરવામાં જે ચિકાશ હતી તે દૂર થાય છે, સરલ ભાવ પ્રાપ્ત થાય છે અને કર્તવ્ય-અકર્તવ્યનું બરાબર ભાન થાય છે. માટે કઈ પણ પદાર્થ ઉપર ગાઢ રાગબંધન ન રાખવું, એટલું તે હાલ તુરત જરૂર કરવું; અને તેવી જ રીતે આકરું વેર પણ કઈ સાથે ન રાખવું, કારણ કે વસ્તુની રચના જોતાં, પછી તે જીવ હો કે અજીવ હો, પણ તે સર્વ વસ્તુઓ રાગ-દ્વેષને લાયક નથી, તેમાં પણ અચેતન પદાર્થ ઉપર દ્વિષબુદ્ધિ તો અતિ-અનભિજ્ઞતા સૂચવે છે કારણ કે તે કરતી વખતે સામી વસ્તુની અને પોતાની સરખાઈ જવામાં આવતી નથી. સર્વ વસ્તુઓમાં પલટનભાવ પામવાનો સ્વભાવ હેવાથી વસ્તુતઃ કઈ વસ્તુ ઈષ્ટ કે અનિષ્ટ હોઈ શકે નહિ, તેથી રાગ અને દ્વેષ બને કરવા ગ્ય નથી એ વિષયની પ્રતીતિ થાય છે. (૩૪)
એવી રીતે પ્રથમ સમતા અધિકાર પૂર્ણ થયો. આખા ગ્રંથની પીઠિકા આ અધિકારમાં છે. આખા ગ્રંથમાં અનેક પ્રયત્નો કરી જે પ્રાપ્ત કરવાની સૂચના કરવામાં આવી છે તેને સીધી કે આડકતરો ધ્વનિ સમતા-પ્રાપ્તિમાં જ પર્યવસાન પામે છે. મમત્વત્યાગ, ચિત્તદમન, કષાયત્યાગ, શુભવૃત્તિ વગેરે સર્વનું સાધ્ય સમતા છે અને સમતાનું પરમ સાધ્ય અક્ષયપદ (મોક્ષ) છે; તેથી આ ગ્રંથના બીજભૂત અને સાધ્યસૂચક આ અધિકારની જેમ કર્તાએ મુખ્યતા ગણી છે, તેમ બહુ સંભાળ રાખીને તેના પર નેટ લખવાનું અને વારંવાર ફેરવીને એકસરખી બનાવવાનું લક્ષ્યમાં રાખ્યું છે અત્ર સામાન્ય રીતે મંગળાચરણ કર્યા પછી સમતા કેવી ઉત્કૃષ્ટ વસ્તુ છે તે પર ગ્રંથકર્તા આપણને લઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org