________________
અધિકાર ]. સમતા
[ ૬૩ એમ અનાદિ અભ્યાસને લીધે લાગે છે; પણ તે ઉપર જણાવેલ શુદ્ધ વિચારેથી, સૂર્યથી અંધકાર નાશ પામી જાય છે તેની માફક, આપોઆ૫ નાશ પામી જઈ વિવેક-દિવસનું સુપ્રભાત સર્વત્ર સર્વ દિશામાં સ્થિતિ કરે છે.
૩. સમતાનું ત્રીજું સાધન વસ્તુ-સ્વભાવ ઓળખવાનું છે. પદગલિક વસ્તુઓને જીવ સાથે કેવા પ્રકારનો સંબંધ છે, એને ખ્યાલ કરવાની બહુ જરૂર છે. જ્યાં સુધી આવા પ્રકારનું જ્ઞાન થતું નથી, ત્યાં સુધી જીવ બહુ ભૂલ કરે છે. જે વસ્તુ કદી પિતાની થઈ શકે નહિ તેને પિતાની માને છે, તેના પર પ્રેમ કરે છે, તેના સંગથી આનંદ માને છે, તેને પ્રાપ્ત કરવાના પ્રયાસમાં શક્તિનો ઉપયોગ કરે છે અને તેના વિયેગથી દુઃખી થાય છે. સગાં-સંબંધીઓ, પુત્ર, સ્ત્રી વગેરે-ને સંબંધ પણ આ સ્થાને વિચારવા યોગ્ય છે અને તેવી જ રીતે દરેક વસ્તુઓનો સંબંધ પણ અવકન કરવા ગ્ય છે. એ સંબંધની સ્થિતિ અને સુખ આપવાની અલ્પતા અથવા અભાવ ધ્યાનમાં લઈ તે સુખમાં મસ્ત ન બનતાં
સ્વ” શું છે તે ઓળખવું એ સમતા-પ્રાપ્તિનો રામબાણ ઉપાય છે. આ વિષયને અંગે આત્મશિક્ષા પણ અનેક પ્રકારની આપવામાં આવી છે.
૪. સમતા પ્રાપ્ત કરવાનું ચોથું સાધન, સ્વાર્થ પ્રાપ્ત કરવામાં રક્ત રહેવું એ છે. આ જીવ જયાં સુધી વસ્તુઓની વાસ્તવિક સ્થિતિ જાણતું નથી, ત્યાં સુધી નકામાં પ્રયત્ન કરી સુખ નથી ત્યાંથી સુખ મેળવવા પ્રયાસ કરે છે, તેથી સર્વ પ્રાપ્ત થયેલા અથવા થનારા પદાર્થોને સ્વપ્ન કે ઇંદ્રજાળથી પ્રાપ્ત થયેલ પદાર્થો સાથે સરખાવી, તે સરખામણી ઘટાવી, સ્વાર્થસાધન કરવા માટે કર્તા પ્રેરણા કરે છે. અત્રે જે સ્નેહીવમાં ફસી તેઓની ખાતર મહાપ્રયાસ કરવામાં આવે છે, તેનું કાંઈ પણ ફળ મળતું નથી, કારણ કે સર્વ પ્રયાસ ધન પ્રાપ્તિ માટે કરવામાં આવે છે, તે પ્રવૃત્તિ તદ્દન નિહેતુક અને ખોટી છે, એથી આ જીવને કોઈ પ્રકારને લાભ થતો નથી. અને જ્યારે આ જીવ સંસારાટવીમાં ભૂલે પડે છે ત્યારે તેને રસ્તે બતાવવા કે મહાભયંકર જનાવરોથી તેનું રક્ષણ કરવા તેવા સ્નેહીઓ આવતા નથી તેમ જ જે પદાર્થો ઉપર તે પ્રેમ કરે છે તે પિતાના રૂપમાં સ્થિર રહેતા નથી, વારંવાર બદલાયા કરે છે અને અંતે નાશ પામી જાય છે. આવા પદાર્થો ઉપર પ્રીતિ કરીને આત્મ-અવનતિ કરવામાં આવે તેના કરતાં જે સ્વાર્થ-સાધન કરવામાં આવે તે મહાકલ્યાણ થઈ જાય.
આવી રીતે સમતા પ્રાપ્ત કરવા માટે અનેક પ્રકારનાં સાધને આ અધિકારમાં બતાવવામાં આવ્યાં છે. વાત એમ છે કે દરેક બાબતનું નિરીક્ષણ કરવાની ટેવ પાડવાની જરૂર છે, વસ્તુને જોઈ તેનું બાહ્ય નિરીક્ષણ કરવાથી લાભ નથી, પરંતુ તે શું છે? ક્યાંથી આવી છે? તેને અને પોતાનો સંબંધ શું છે? કેટલો છે? ક્યાં સુધીને છે? વગેરે વિચારવાથી સમતા પ્રાપ્ત થાય છે, કારણ કે આ પ્રણાલિકાએ કાર્ય કરનારને આત્મ-જાગૃતિ પ્રાપ્ત થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org