________________
૧૨ ]
અધ્યાત્મકપર્ફોમ
[ પ્રથમ
કરતાં એકાદ નવકાર ધ્યાન રાખીને ચિંતવાય છે; પછી મનના બે વિભાગ+ પડી જાય છે. મનની વિચિત્ર ગતિ શરૂ થાય છે. હાથ પેાતાનુ' કામ કરે છે એટલે મણુકા એક પછી એક પડવા જારી રહે છે. મનના એક વિભાગમાં અસ્પષ્ટપણે નવકારના જાપ ચાલે છે. જે બહુધા યંત્રવત ( Mechanical ) હાય છે; અને તે જ વખતે ખીજા વિભાગમાં મન દુનિયાના કંઇક વિભાગે માં ક્રવા નીકળી પડે છે. આવા જ પ્રકારની સ્થિતિ પ્રતિક્રમણ વખતે પણ અનુભવાય છે. ટેવ પાડવાથી આ સ્થિતિ સુધરી શકે તેમ છે. ધીમે ધીમે એક વસ્તુમાં મનને સ્થિર કરી શકાય છે અને તે પ્રાપ્ત થાય ત્યારે જ કાર્યસિદ્ધિ થાય છે, મનની એકાગ્રતા પ્રાપ્ત કરવા માટે યમ-નિયમાદિની બહુ જરૂર છે, જે સમતાનાં સાધનને આ ગ્રંથમાં ચર્ચ્યાં છે તે બહુધા યાગના વિષય છે અને તેને માટે જુદો લેખ લખવાની જરૂર છે. અત્ર કહેવાનું એટલુ' જ છે કે સ્થિરતા પ્રાપ્ત કરવાથી બહુ પ્રકારના લાભ થાય છે અને તે જ સમતા છે. સમતાના આવા વિશાળ અર્થ તરફ ધ્યાન ખેંચી ગ્રંથકાર ત્યાર પછી સમતાને મેાક્ષના અગ તરીકે ખતાવે છે. સમતા વગરનાં અનુષ્ઠાને લગભગ ફળ વગરનાં છે એમ આપણે ઉત્કૃષ્ટ ફળની અપેક્ષાએ જોયુ, તેથી આ વિભાગ તા સ્વતઃસિદ્ધ થઈ જાય છે. તેથી આ ગ્રંથકર્તા વિશેષ વિવેચન ન કરતાં સમતા-પ્રાપ્તિનાં સાધના તરફ આપણને દ્વારી જાય છે. આ વિષયને ચાર વિભાગમાં વહેંચી શકાય છે. સાધના અનેક પ્રકારનાં છે અને તે આખા ગ્રંથમાં અનેક રીતે બતાવવામાં આવ્યાં છે. દરેક પ્રાણીને પેાતાને કયુ' સાધન અનુકૂળ થઈ પડશે તે તેણે પાતે પાતાને માટે વિચારી લેવુ. આ અધિકારમાં સમતાને પ્રાપ્ત કરવા માટે મુખ્ય ચાર પ્રકારનાં સાધનો બતાવ્યાં છે :
૧. સમતા પ્રાપ્ત કરવાનું પ્રથમ સાધન મંત્રી, પ્રમાદ, કરુણા અને માધ્યસ્થ્ય એ ચાર ભાવના ભાવવી એ છે. આ ચાર ભાવનાએ બહુ ઉપયાગી છે અને જીવાના પરસ્પર સબંધ દર્શાવનારી હોવાથી તે હૃદયને આદ્ર કરે છે. એનુ' વિશેષ વિવેચન ગ્રંથમાં વિવેચન લખતી વખતે આપ્યુ છે ત્યાંથી જાણી લેવું. બીજી ખાર સ’સાર-ભાવના અથવા ભવ-ભાવના છે, તે સંબંધી આ ગ્રંથમાં આગળ વિવેચન કરવામાં આવશે. શરૂઆતમાં આ અગત્યની ચાર ભાવનાઓ પર ખાસ ધ્યાન ખે`ચવાથી સૂરિમહારાજે બહુ ઉપકાર કર્યાં છે. એ ચાર ભાવના ભાવવાથી ઘણા જીવાને સમતા પ્રાપ્ત થઈ શકે છે એ સદૈહ વગરની વાત છે. ૨. સમતા પ્રાપ્ત કરવાનું બીજુ` સાધન ઈંદ્રિયના વિષયા પર સમ-ચિત્ત રાખવાનું છે. સાંસારિક સČ વિષયા સાથે આ જીવને કેવા પ્રકારના સંબંધ છે તે વિચારી જોતાં આ સાધનની ઉપર્યુક્તતા બહુ સારી રીતે સમજાય છે. બાહ્ય દેખાવથી વસ્તુઓમાં ફસાઈ અનુકૂળ વિષયામાં મૂંઝાઈ જવાથી કવિસ્મરણ થાય છે, એ વસ્તુને સહજ ધર્મ છે
* ઉપયોગ સમયાંતર હેાવાથી પલટાયા કરે છે, જેનું આપણને ભાન નથી, તેથી આ પ્રમાણે લાગે છે. વસ્તુતઃ બે વિભાગ પડતા નથી, પણ ઉપયોગ બદલાયા કરે છે. ક્રિયાના તા વિભાગ પડે છે. આ દ્રવ્યાનુયાગને અંગે મનના બંધારણના ગહન વિષય છે તેથી અત્ર તેની ચર્ચા કરી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org