________________
૪ ]
અધ્યાત્મકલ્પદ્રુમ
[ પ્રથમ
છે. આત્મ-નિરીક્ષણ ( Self-examination ) ના અચિંત્ય પ્રભાવ ખડ઼ે લક્ષ્યમાં રાખવા યાગ્ય છે. આ કાળમાં ઉપર ઉપરનુ' વાંચી જવાથી ઘણીખરી ખાખતમાં ઊંડા ઊતરવાની ટેવ પડતી નથી, તેથી ખાસ લાભ કરે તેવી ખાખત પણ જરા આનંદ દેખાડી પસાર થઈ જાય છે. પરંતુ આવેા સામાન્ય ખ્યાલ છેાડી દઈ આત્મ-નિરીક્ષણ કરવાની ઈચ્છા પ્રમળપણે પ્રાપ્ત થાય છે ત્યારે આત્મતત્ત્વ-ગવેષણા થાય છે અને સાધ્યનુ સામીપ્ટ થાય છે. વસ્તુવિચારણા કરવાની ટેવ પડવાથી મનની ચંચળતા મટતી જાય છે, તે વિશેષ સ્થિર થતું જાય છે અને તેમ વારંવાર થતાં અનુભવની જાગૃતિ થાય છે. અને એક વાર અનુભવજ્ઞાન પ્રાપ્ત થયુ' એટલે પછી વિશેષ કાર્ય કરવાની જરૂર રહેતી નથી. ઘણુ' વાંચવાને બદલે મુદ્દામ ઘેાડા ગ્ર'થા વાંચવા, વાંચીને વિચારવા, વિચારીને તેમાં બતાવેલા ભાવાનું પૃથક્કરણ કરવુ, પૃથક્કરણ કરીને અરસપરસ તેના સંબંધ લગાડવા અને તેનું રહસ્ય ન ઊખડી શકે તેવી રીતે સ્થાપન કરવું; તેવી જ રીતે જે શ્રવણ થાય, જે કાર્ય થાય, હિલચાલ થાય તેના સંબંધમાં ખરાખર નિયમસર પૃથક્કરણાદ્વિ કરવામાં આવે અને આંતર તત્ત્વ અને સંબધ વગેરેને સ્થાપવામાં આવે તા જરૂર કૃતિ-વ્યવહાર–માં મહેાળા ફેરફાર થઇ જઈ આત્માનુભવ જાગ્રત થાય; તેથી ભૂમિકાશુદ્ધિના પ્રમળ ઉપાય તરીકે સમતા અને તેનાં ચારે સાધના ધારણ કરવાં અને તેમ કરવા માટે ખસૂસ કરીને વિચારપૂર્વક, નિયમસર, દરેક વખતે, યાગ્ય અવસર લઈ આત્મ-નિરીક્ષણ જરૂર કર્યાં કરવું.
આ સમતા-અધિકાર આખા ગ્રંથની કૂંચી છે. આખા ગ્રંથના વિસ્તાર સમતા પ્રાપ્ત કરવા માટે તેનાં અનેક પ્રકારનાં સાધના બતાવવામાં જ સમાઈ ગયા છે. આખી જિંદગીમાં અનુભવ કરી ઉત્તરાવસ્થામાં શ્રી મુનિસુંદરસૂરિએ આ ગ્રંથ લખ્યા હેાય એમ આ અધિકારના પ્રત્યેક શ્લેાકમાંથી ધ્વનિ સ્ફુરે છે. એના દરેક શ્લોક બહુ વિચાર કરવા યાગ્ય છે. આ આખા અધિકારમાં એક જાતની સમતા રેલછેલ થયેલી જણાય છે. સૂરમહારાજના આ ઉચ્ચ આશય લક્ષમાં રાખી તેના પર ઘટતુ વિવેચન કરવા પ્રયાસ કર્યાં છે. સમતા પ્રાપ્ત કરવા માટે સર્વ પ્રકારની શક્તિના ઉપયાગ કરવા એ આ ગ્રંથ વાંચવાનું અદ્વિતીય પરિણામ હાવુ જોઇએ. ‘ સમતા' આખા ગ્રંથનુ· રહસ્ય છે, તેની સ્પષ્ટતા છેલ્લા અધિકારથી થશે. એ ‘સામ્ય-સÖસ્વ’અધિકાર ગ્રંથને પૂર્ણ કરીને બતાવે છે કે ગ્રંથની આદિ અને અતના એક જ વિષય છે. તેની પુષ્ટિમાં વચ્ચે બીજા અધિકારો લખ્યા છે, પર‘તુ સાધ્ય ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યુ છે. આ વિષયમાં જો કાંઇ પણ પ્રેમ લાગ્યા હાય, જો ભવ-વાસના જરા પણ ઊઠી હાય અથવા ઉઠાવવા ચાગ્ય છે, એમ લાગ્યુ. હાય તા, હવે પછીના અધિકારામાં દરેક સુજ્ઞ વાંચનારે પ્રવેશ કરવા, એટલી પ્રાર્થના છે.
॥ इति सविवरणः समतानामा प्रथमोऽधिकारः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org