________________
અધિકાર સમતા
| [ ૫૭ અનાથી મુનિને પણ દાહજવર થતાં જણાયું હતું કે પોતાનું કેઈ નથી. જેઓની ખાતર આ જીવ પ્રાણ આપવા તૈયાર થાય છે, જેઓની ખાતર સંસારત્યાગ કરતાં આ જીવને અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પ થાય છે, તેઓને સ્નેહ અમુક હદમાં જ બંધાયેલો છે.” એવા વિચારથી રસ્તાની સૂઝ કેમ ન પડે ? પરંતુ વસ્તુસ્થિતિ એવી છે કે સૂતરના તાંતણું તેડવા એ પણ આ જીવને વખત પર બહુ મુશ્કેલ પડે છે. આનું કારણ સ્પષ્ટ છે. બાહ્ય દષ્ટિએ તે સૂતરના તંતુ લાગે છે, પણ તે તે મહરાજાએ વીંટેલાં જાડાં દોરડાં છે, અને તેને તોડવા જેટલું આત્મવીર્ય ફેરવનાર જ આ સંસારયાત્રા સફળ કરે છે. બધા જીવો આયુષ્યના પ્રમાણમાં જીવે તે છે જ, પરંતુ જેઓ મોહ-ગ્રંથિનો છેદ કરે છે તેઓનો ફેરો સફળ થાય છે, ત્યારે બાકીના સર્વનો ફેરો ફોગટ (નિષ્ફળ) થાય છે. આ જીવને ખરેખરું દુઃખ તે જન્મ-મરણનું છે; એ દુ:ખમાંથી છોડાવવાને જેઓ તદ્દન અશક્ત છે, તેઓને સારુ અનેક પ્રકારનાં કઇઠ વેઠી ધન એકઠું કરવું, તેઓના માની લીધેલા પ્રસંગ પર વેધ જાળવવા, તેઓના માનેલા વ્યવહાર પ્રમાણે પિતાની મરજી વિરુદ્ધ પણ વર્તન કરવું અને ભવદુઃખ છોડાવનારની સબત કરવા ઈચ્છા થાય ત્યારે તેઓ અનેક પ્રકારના અંતરાય ઊભા કરે તે મૂંગે મેઢે સહન કરવા એ તદ્દન ગેરવાજબી છે. દુનિયામાં તે આષાઢાભૂતિ, નંદિષેણ અને આદ્રકુમાર જેવા જીવો પણ હોય છે. જેઓ સંસારમાં પાછા પડ્યા છતાં પણ વખત આવતાં સંસારને જ મેક્ષનું સાધન બનાવી, તેના પર સ્વારી કરી, તેને કબજે કરી લે છે; અને ગજસુકુમાળ, નેમિનાથજી તથા સ્કદકાચાર્ય જેવા આત્માઓ પણ હોય છે, જેઓ સંસારથી ડરી તેના સંબંધમાં જ આવતા નથી. આ બન્ને વર્ગના પ્રાણીઓ સંસારનું સ્વરૂપ બહુ સારી રીતે સમજેલ છે. આ બન્નેમાંથી કે વર્ગ આદરણીય છે, તેની વિચારણા પિતાના સંયોગ અને મનોબળ પર આધાર રાખે છે, પરંતુ એક વાત તે બન્ને વર્ગમાંથી એકસરખી રીતે અનુકરણ યોગ્ય છે, અને તે એ કે સંસારને સંબંધ ત્યાજ્ય છે, સંબંધીઓ ખાતર ભવ-દુઃખમાં સબડ્યા કરવું એ મેહના ચાળા છે અને વાસ્તવિક વસ્તુ-સ્વરૂપનું અજ્ઞાન છે. સંયમ-આરાધન કરવાની શક્તિ ન હોય અથવા ઇરછા થતી ન હોય તેણે તે પ્રાપ્ત કરવાની ઈચ્છા હોંશ રાખવી અને શ્રાદ્ધજીવનમાં પણ સત્ય વ્યવહાર ચલાવી અનુકરણ કરવા યોગ્ય દેશચારિત્ર ધારણ કરવું. આશ્રિતોના માની લીધેલા શ્રેય સારુ અનંત ભ સુધી મહા-દુઃખ પ્રાપ્ત થાય તેવું આચરણ ચલાવવું નહિ—એ ખાસ ધ્યાનમાં રાખવા લાયક સદુપદેશ છે. સ્વાર્થ-સાધનામાં રક્ત રહેવાના ઉપદેશને પુષ્ટ કરતાં વગર કારણે તેમાં લપટાવું નહિ એ અત્ર ઉપદેશ કર્યો છે. એ સમતા પ્રાપ્ત કરવાનું ચોથું સાધન છે. (૩૩)
સમતાદ્વારને ઉપસંહાર, રાગ-દ્વેષયાગનો ઉપદેશ सचेतनाः पुद्गलपिण्डजीवा, अर्थाः परे चाणुमया द्वयेऽपि । दधत्यनन्तान् परिणामभावांस्तत्तेषु कस्त्वर्हति रागरोषौ ॥ ३४॥ (उपजाति)
અ,
૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org