________________
૫૬ ]
અધ્યાત્મક૯૫૬મ
[ પ્રથમ અંતઃકરણથી થતે મોહજન્ય સાચો શેક કરવાની પણ શાસ્ત્રકાર ના કહે છે, તો પછી આ ધાંધલયુક્ત બે વ્યવહાર તે કેમ જ કર્તવ્ય તરીકે માની શકાય? પિતાની શારીરિક સ્થિતિને વિચાર કર્યા વગર પ્રવર્તતા આ જૂના જમાનાના રિવાજમાં એક પણ જાતને અર્થ નથી, વિવેક નથી, વિચાર નથી, તેથી સુજ્ઞ સ્ત્રીઓએ લોકે શું કહેશે તેને ખોટ ખ્યાલ મૂકી દઈ આવા વ્યવહારથી દૂર રહેવું ગ્ય છે. કહેનારા હજારો વરસ બેસી રહેવાના નથી અને જેને માટે કહેશે તેની આત્મિક હાનિમાં તેઓ કાંઈ ભાગ લેવાના નથી, માટે સન્નારીઓ અને પુરુષોએ દરેક રીતે શકનો ત્યાગ કરે અને ખાસ કરીને કૃત્રિમ રાગડા તો છોડી જ દેવા. (૩૨)
મેહ ત્યાગ; કેઇ માટે શેક ન કર त्रातुं न शक्या भवदुःखतो ये, त्वया न ये त्वामपि पातुमीशाः । ममत्वमेतेषु दधन्मुधात्मन् !, पदे पदे कि शुचमेषि मूढ ! ॥ ३३॥ (उपजाति)
જે નેહીઓને ભવદુઃખથી બચાવવાને તું શક્તિમાન નથી, અને જેઓ તને બચાવવાને શક્તિવાળા નથી, તેઓ ઉપર બે ટુ મમત્વ રાખીને હે મૂઢ આત્મન્ ! તું પગલે પગલે શા સારુ શેક પામે છે ?” (૩૩)
વિવેચન--જેને ત્યાં દરરોજ વસ્ત્ર, અલંકાર ને ભેજનાદિકની પેટીઓ ઊતરતી હતી તેવા શાલિભદ્રને પણ જ્યારે જણાયું કે પિતાને માથે હજુ શ્રેણિક નામનો રાજા રાજ્ય કરે છે, ત્યારે સંસારથી વૈરાગ્ય પામી દરરોજ એક-એક સ્ત્રીનો ત્યાગ કરવા માંડ્યો. તેમને જણાયું કે અત્ર જે સુખ લાગે છે તે ખેડુ છે, વાસ્તવિક સુખ તે નથી, માટે એવી સ્થિતિ પ્રાપ્ત કરવી કે જ્યાં પિતા ઉપર કોઈને અમલ ચાલી શકે જ નહિ. જેને શ્રેણિક રાજાના ખોળામાં બેસતાં પણ પરિશ્રમને લીધે પરસેવે થી હતો તે જીવ સવવંત થઈ ચારિત્રના વિષમ માર્ગ પર ચાલવાને વિચાર કરે એ પ્રસંગ બહુ મનન કરવા યોગ્ય છે. આથી પણ વધારે સત્ત્વવંત ધને નાન કરતો હતું ત્યાં પિતાની સ્ત્રી (શાલિભદ્રની બહેન) સુભદ્રાના નયનમાંથી ઉષ્ણ અશ્ર શરીર પર પડતાં તેના શોકનું નિમિત્ત પૂછયું. અને જ્યારે સુભદ્રાએ શાલિભદ્રને દરરેજ એક એક સ્ત્રી ત્યાગ કરવાનો વિચાર સંભળાવ્યું અને આજે સત્તર દિવસ થઈ ગયા છે, એ વાત જણાવી, ત્યારે ધન્નો હસ્યો: “સંસાર અસાર છે એવું જાણ્યા પછી જ્યારે તજવી ત્યારે એક-એક સ્ત્રી શા માટે તજવી? તજવી ત્યારે તો બધી તજી દેવી!” આ ટકાથી આશ્ચર્ય પામેલી સુભદ્રાએ મર્મમાં કહ્યું, “સ્વામી ! કહેવું બહુ સહેલ છે દુનિયામાં કરેલ કામ પર ટીકા કરનારા બહુ હેાય છે, પરંતુ પોતાને કરવાનો વખત આવતાં લગભગ બધા ખસી જાય છે.” ધને ચમક્યો અને બેલ્યો, લે ! મેં તે આ સર્વ તર્યું !” આમ કહીને ખેળ ભરેલા શરીરે તે તરત જ ઊઠો, શાલિભદ્રની પાસે ગયો અને કહ્યું કે “કાયરપણું શા માટે કરે છે? આ સંસારમાં આપણું કઈ નથી, માટે ચાલે, આપણે શ્રી વીર પરમાત્મા પાસે જઈ એ.” પછી બંને જણ પ્રભુ પાસે ગયા ને ચારિત્ર ગ્રહણ કર્યું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org