________________
અધિકાર ] સમતા
[ ૫૫ દરેક કાર્યમાં વિસંવાદ પ્રાપ્ત થશે અને છેવટે સાધ્ય મળશે નહિ. મોક્ષ અને કષાયને વિસંવાદ છે એવું અનુભવસિદ્ધ પુરુષો કહી ગયા છે માટે હવે યોગ્ય વિચારણા કરજે. (૩૧)
શેકનું ખરું સ્વરૂપ; તે ત્યાગ કરવાને ઉપદેશ यांश्च शोचसि गताः किमिमे मे, स्नेहला इति धिया विधुरात्मन् ! । तैर्भवेषु निहतस्त्वमनन्तेष्वेव तेऽपि निहता भवता च ॥३२॥ (स्वागतावृत्त )
શું આ મારા સ્નેહીઓ (મરી) ગયા?—આ પ્રમાણે બુદ્ધિથી વ્યાકુળ થઈને જેએને માટે તું શોક કરે છે, તેઓ વડે જ તું અનંત ભામાં હણાયેલ છે અને તેઓ પણ તારા વડે હણાયા છે.” (૩૨)
વિવેચન––ઉપરના લેકમાં જે વાત કરી તે જ વાત અત્ર બીજા રૂપે કહે છે. જેવી રીતે કોઈ જીવ ઉપર કષાય કરે ઉચિત નથી તેવી જ રીતે કોઈને મરણ, વિયેગાદિ પ્રસંગે તેને માટે શોક કરે તે પણ ઉચિત નથી. સગાસ્નેહી એટલે પુત્ર, માતા, પિતા, સ્ત્રી વગેરેના મરણ પ્રસંગે શેક કરવાથી આત્મિક ગુણની હાનિ થાય છે, કારણ કે શોક રાગમૂલક છે, અને સંસારને વધારનાર બે મોટા મલ્લમાંનો રાગ એક છે. જેના મરણ માટે શચ કરવામાં આવે છે તેના વડે જ અનંત-ભવ-ભ્રમણમાં આ જીવ અનેક વાર મરા હશે અને તેને અનંત વાર માર્યો પણ હશે. એ તદ્દન બનવાજોગ છે. ત્યારે પછી રેવું શા હેતુએ ? વાસ્તવિક રીતે તે જે સમય પ્રમાદમાં ગયે હોય અને જેટલું આત્મહિત સાધી શકાયું ન હોય તેને માટે પિતાની જાતને અંગે રેવું અથવા નિષ્ફળ કાળનિર્ગમન અને પ્રમાદ માટે શેક કરવો વ્યાજબી છે. આવી જાગ્રત દશા વ્યવહારના દરેક કાર્યમાં રાખવાની ટેવ પડશે. અને સાધ્યદષ્ટિ નિરંતર લક્ષ્યમાં રહેશે ત્યારે બહુ આનંદ થશે. એ વખતે માનસિક આનંદ થવા ઉપરાંત શોકને સ્થાન જ મળશે નહિ, કારણ કે શોકનું મૂળ શું છે અને તે કોને હોય તે બરાબર સમજાઈ જાય છે.
આ પ્રમાણે હકીકત છે ત્યારે રીતસર બેસી, ખોટે ઠઠારો કરી, મનમાં ઉમળકે હોય યા ન હોય તે પણ દેખાવ ખાતર પરને ઠગી, એહિક સ્વાર્થ સાધવાની બુદ્ધિએ રાગડા તાણવા તે મહાનિંદ્ય આચરણ છે, અસત્ય વ્યવહાર છે અને કેળવણીની ગેરહાજરી બતાવનાર બાહ્ય આડંબરનું વિચિત્ર દર્શન છે. એ પ્રકાર ધર્મવિરુદ્ધ છે, કારણ કે તેમાં માયામિશ્રિત શેકને દેખાય છે અને શુદ્ધ વ્યવહારનું સ્વરૂપ સમજનારા ધર્મિષ્ઠ ગૃહસ્થ તેમાં ભાગ ઓછા લે છે. સ્ત્રીઓને લજજા વગર કૂટવાની ખાસ તાલીમ આપવામાં આવે છે અને તે પ્રસંગે બોલવાનાં વાક્યોના નિયમિત પાઠ મોંઢે કરાવવામાં આવે છે. આર્યસંસારના અધ:પાતનું આ પણ ખરેખરું દષ્ટાંત છે, કેળવણીની ગેરહાજરી આ ઠેકાણે બહુ જણાય છે અને ધાર્મિક દષ્ટિએ જોતાં તે આ રિવાજ તદ્દન બાલીશતા, મેહના ચાળા અને નૂતન નાટક બતાવે છે,
* રાગ અને દ્વેષ : મોહના પુત્ર અને મેટા સેનાનીઓ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org