________________
અધિકાર] સમતો
[ ૫૩ तैर्भवेऽपि यदहो सुखमिच्छंस्तस्य साधनतया प्रतिभातैः । मुह्यसि प्रतिकलं विषयेषु, प्रीतिमेपि न तु साम्यसत्त( ? सुत)त्वे ॥ ३०॥
(અર્થતા ગુમ) (વાતાવૃત્ત) “ધન, સગાં-વહાલાંઓ, નોકર-ચાકર, દેવતાઓ, અથવા પરિચિત મંત્ર, કોઈ પણ યમ(મરણ)થી અહીં રક્ષણ કરતું નથી. હે મૂઢ! તું આ પ્રમાણે વિચાર કેમ નથી કરતો? સુખ મેળવવાના સાધન તરીકે દેખાતાં તેઓ (ધન, સગાં, નોકર) વડે સંસારમાં સુખ મેળવવા ઈચ્છતા હે ભાઈ! તું પ્રત્યેક ક્ષણે વિષયોમાં મૂંઝાઈ જાય છે, પણ સમતારૂપ ખરા રહસ્યની પ્રીતિ પામતે નથી.” (૨૯-૩૦)
વિવેચન -આપણે ઉપર જોઈ ગયા કે આ પ્રાણી મમત્વને વશ થઈ મરણુભય ભૂલી જાય છે. આ હકીકત વધારે દઢ કરવાના હેતુથી કર્તા કહે છે કે તારી પાસે ગમે તેટલા પૈસા હોય તે પણ તેનાથી તારે મરણુભય જવાને નથી. પૈસા દુનિયાની અનેક વસ્તુઓ ખરીદ કરે છે, પણ યમદેવ તેનાથી ખરીદી શકાતું નથી. તારાં ગમે તેવાં સગાં કે નોકરો હશે, તે પણ તને મોતથી બચાવી શકશે નહિ. શેઠના પુત્રને બચાવી શકાય તેમ હતું તે પણ તેઓએ બચાવ્યો નહિ, તો પછી મૃત્યુથી બચાવ કરવાની તેઓમાં શક્તિ જ નથી, ત્યારે તે તેને વિચાર કરવાને અવકાશ પણ ક્યાં રહે છે? એટલું જ નહિ પણ કદી દેવતાઓ તારે આધીન હશે તો તે પણ તારું રક્ષણ કરવા અસમર્થ છે, કારણ, તેઓ પિોતે જ મરણને વશ છે, અને તારે આધીન ગમે તેટલી મંત્ર-શક્તિઓ હોય તે પણ એક મિનિટ આઘીપાછી થવાની નથી. અનંત વીર્યવાળા શ્રી મહાવીર પરમાત્મા, પાછળ મહા-ઉપકાર થાય તેમ હતું તે પણ, મૃત્યુને દોર એક ક્ષણ પણ અટકાવી શક્યા નથી અને કઈ પણ પ્રકારને ભેદ રાખ્યા વગર સ્પષ્ટ રીતે કહી ગયા છે કે એ કાર્ય કરવાને (મૃત્યુને નિરધાર કરેલ સમય ફેરવવાને) કેઈ પણ સમર્થ નથી. આવી વસ્તુસ્થિતિ છે તેને જાણીને પણ તું તે જ ધન, સગાં વગેરેને સુખનાં સાધન માનીશ? આ સંસારમાં સુખ છે જ નહિ; તેમાંથી સુખ મેળવવાની ઈચ્છા રહે છે એ તારી પ્રથમ ભૂલ થાય છે. બીજી ભૂલ પહેલી ભૂલના પરિણામે થાય છે. તે એ છે કે ધન, સગાં, સ્વજન વગેરેને સુખનાં સાધન માનવામાં આવે છે. આ બન્ને ભૂલને પરિણામે વિષય પર પ્રેમ થાય છે અને ઇન્દ્રિયના વિષય પર પ્રેમ થયો એટલે લક્ષ ચોરાશીમાં ફેરા મારવાનું શરૂ થાય છે. માટે હે બંધુ ! તું વસ્તુ-સ્વરૂપ સમજ અને આ તારી શુદ્ધ દશા નથી એ ધ્યાન પર લાવ. આ વિષય પર પ્રીતિ લાવે છે, પરંતુ, અગાઉ જણાવ્યું તેમ, તેઓ તે ઈન્દ્રજાળ જેવા અસ્થિર છે, તેના પર પ્રેમ બાંધીને સંસારભ્રમણ કરવું એ તારા સરખા સમજુને યુક્ત નથી. શા માટે સમતામાં પ્રીતિ રાખતો નથી ? સર્વ વસ્તુઓનું માખણ સમતા છે, એને આદરનારા અનેક છે સર્વ દુઃખથી વિરામ પામી ગયા છે. એના સંબંધમાં આવ્યા
* જુઓ ૨૮ મા લેક પરનું વિવેચન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org